________________
GSSSSSSSSSSSSSSSSS
ગણિતાનુયોગ ભાગ-૨
છે ...પ્રસ્તાવના... -
-
--
-
-
-
-----
-
-
૧. ગણિતાનુયોગ-એક પરિચય ઉપાધ્યાયશ્રી કન્વેયાલાલજી મ. 'કમલ' દ્વારા સંકલિત આ સંકલન ગ્રંથ છે. જેમાં શ્વેતામ્બર માન્ય જૈન આગમોમાં વર્ણિત ભૂગોલ તેમજ ખગોલ સંબંધી એવા સમગ્ર સૂત્રોનું સંકલન કરવામાં આવ્યું છે કે - જેમાં ગણિતનો સ્વાભાવિક રીતે ઉપયોગ થયેલો છે. આ ગ્રંથમાં ઉક્ત સંકલનનું વર્ગીકરણ લોક સંરચનાનાં માધ્યમથી કરવામાં આવ્યું છે. જેમાં ખગોળ, જયોતિષ તેમજ ભૂગોલ વિષયક સામગ્રી વગીકૃત થઈ જાય છે. લોક સંરચનામાં વિભિન્ન પ્રકારના લોકોનું જુદુ-જુદુ વિવરણ પસંદ કરવામાં આવ્યું છે કે – જેમાં લોક (સામાન્ય) દ્રવ્યલોક, ક્ષેત્રલોક, અધોલોક, તિર્યલોક (મધ્યલોક), ઊર્ધ્વલોક, કાળલોક, અલોક તેમજ લોકાલોક વિષય આપવામાં આવ્યા છે.
ગણિતાનુયોગનો શબ્દાર્થ ગણિત સંબંધી પૃચ્છા અથવા ગણિત સંબંધી સૂત્રોનો વિસ્તારપૂર્વક અર્થ પ્રતિપાદન થાય છે. સાહિત્યનું દ્રવ્યાત્મક તેમજ ભાવાત્મક સ્વરૂપ હોય છે.
વૈદિક સાહિત્યના એક અંગ ઉપનિષદમાં જે ઉપદેશ ગૌતમનું નામ લઈને સંભળાવવામાં આવ્યો છે તે વર્ધમાન મહાવીરના મુખ્ય પ્રધાન) ઈન્દ્રભૂતિ ગૌતમની યાદ દેવડાવે છે. જેને શ્વે. જૈનાગમોમાં ગૌતમ નામથી સંબોધિત કરીને સંભળાવવામાં આવ્યું છે.
એ શૈલીમાં અર્ધમાગધીના સૂત્રોને ઉદ્ધત કરી તેમજ એનો એની સામે ગુજરાતી અનુવાદ આપ્યો હોવાથી આ સંકલન શોધછાત્રોને માટે અત્યન્ત ઉપયોગી થઈ પડ્યું છે.
ઉપલબ્ધ અર્ધમાગધી જૈનાગમ ૧૧ શ્રુતાંગો, ૧૨ ઉપાંગો, ૧૩ પ્રકીર્ણકો, ૪ મૂળસૂત્રો, ૪ છેદસૂત્રો વ આવશ્યક કુલ ૪૫ સૂત્રોમાં સંગ્રહાયેલ છે. આગમોનું ટીકા સાહિત્ય પણ ઉપલબ્ધ છે, પણ આ સંકલનમાં કેવળ અંગ, ઉપાંગ અને મૂળ સૂત્રોનું સંકલન એ પ્રકારે કરવામાં આવ્યું છે કે – ગણિત વિષયક પ્રાચીનતમ સામગ્રીનું લોકવિષયક નિરૂપણ થઈ શકે. આ પ્રમાણે આ ગ્રંથનું નામ ગણિતાનુયોગ યુક્ત લોકપ્રજ્ઞપ્તિ સાર્થક છે. સાથે જ મૂળસૂત્ર એજ પૃષ્ઠ પરના અડધા ભાગમાં અને ગુજરાતી અનુવાદ એજ પૃષ્ઠના બાકીના અડધા ભાગમાં સામસામા આપવાથી આ સંસ્કરણનું મહત્વ આપોઆપ અત્યધિક વધી ગયું છે, જે ન કેવલ દેશી પરંતુ વિદેશી છાત્રો માટે અત્યંત લાભકારક સિદ્ધ થશે.
હવે અમે આ વિશિષ્ટ રૂપથી સંકલિત સામગ્રીના ગણિતીય રૂપને નિખારવાનો નીચે લખાયેલ રૂપમાં પ્રયાસ કરીશું. વિવરણ સૂત્રની સંખ્યાનુસાર થશે.
: લોક સંબંધી ગણિતીય વિવરણ : સૂત્ર ૧, પૃ. ૨ :
અનન્ત શબ્દ દાર્શનિક જ નહીં પરંતુ અનન્ત ચતુર્યનો પ્રતીક છે. અનન્ત દર્શન, અનન્તજ્ઞાન, અનન્તવીર્ય અને અનન્ત સુખ માટે એનો ઉપયોગ સિદ્ધ ભગવન્તો માટે થયો છે. અહીં અનન્તજ્ઞાનની અવિભાગી પ્રતિષ્ઠદ રાશિ સમસ્ત રાશિઓના સંકલન રૂપ હોય છે. એ પદ અનન્ત કાળ સુધી અચલ હોવાના કારણે અનન્ત સમયથી યુક્ત ભવિષ્યકાળ રાશિના સમયોની સંખ્યાનું પણ સૂચક છે. વિશેષ વિવરણ માટે જુઓ જૈનેન્દ્ર સિદ્ધાંતકોએ ભાગ ૧. પૃ. ૫૪ વગેરે, જૈન લક્ષણાવલી ભાગ ૧, પૃ. ૪૫ વગેરે, તેમજ અભિધાન રાજેન્દ્ર કોષને પણ જુઓ. સૂત્ર ૨૩, પૃ. ૧૧.
લોકનું પ્રમાણ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં અસંખ્ય કોટાકોટિ યોજન બતાવવામાં આવ્યું છે. અહીં ત્રણ પારિભાષિક શબ્દ આવ્યા છે.
'અસંખ્ય', સંખ્યામાનથી અવતરિત હોય છે. हन्त तेऽद्म प्रवक्ष्यामि, गुह्यं ब्रह्म सनातनम् । यथा च मरणं प्राप्य, आत्मा भवति गौतम ! ॥ योनिमन्ये प्रपद्यन्ते शरीरत्वाय देहिनः । स्थाणुमन्येऽनु संयन्ति यथाकर्म यथाश्रुतं ॥
-કઠો. ૨, , -૭ B1 to 8 30) D D D D D Roy i T (6) A (6) C
60 0 0 0 0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org