________________
s ||IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
|||||||||||| |||||||||||||||||
||||
TTITU
HTTTTTTTTS
છે
ગોંડલ સંપ્રદાયના શ્રી ગિરીશમુનિજીથી ચર્ચા કરી. એના એક અઠવાડિયા પછી તરત જ શ્રી ગુરુદેવનું સ્વર્ગારોહણ થયું. કાળની ગતિને કોણ પામી શક્યું છે ? આ બીજા ભાગનું વિમોચન કાર્ય તેમની અનોપસ્થિતિમાં થશે તેવી કલ્પના પણ ન હતી. આજે ગુરુદેવ પ્રત્યક્ષ સ્વરૂપે આપણી સાથે નથી પરંતુ તેમના પરોક્ષ સ્વરૂપ-આશીર્વાદ અને કૃપાથી જ મારી અલ્પબુદ્ધિ અને ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ન હોવા છતાં પણ ડૉ. શ્રી મુક્તિપ્રભાજી મ., ડૉ.શ્રી દિવ્યપ્રભાજી મ. અને પં. દેવકુમારજી જૈન વગેરેના સાથ-સહકારથી પૂ. ગુરુદેવનું આ અપૂર્ણ કાર્ય સ્વરૂપ પામી પ્રકાશિત થઈ રહ્યું છે.
ડૉ. શ્રી કનુભાઈ શેઠે આ ગુજરાતી સંસ્કરણના અનુવાદ કાર્યમાં જે સાથ-સહકાર આપ્યો અને યથા સમયે કાર્ય સંપન્ન થયું આથી તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું.
આ ગ્રન્થની આ વિશેષતા છે કે આમાં સારાંશ વિશેષરૂપથી આપવામાં આવ્યો છે. આ H1 પ્રયત્ન પહેલીવાર કર્યો છે. આમાં અનેક ભૂલો સ્વાભાવિક છે પાઠક એમાં સંશોધન અવશ્ય RH સૂચવે જેથી ભવિષ્યમાં આગળ વધી શકું.
- પૂજ્ય પ્રવર્તક શ્રી મરૂધરકેશરીજી મ. એ દિક્ષામંત્ર આપી આશીર્વાદ આપ્યો. તેમજ પૂજ્ય | પ્રવર્તક શ્રી રૂપચન્દજી મ., મરૂધરાભૂષણશ્રીસુકનમલજી મ. પં. રત્નશ્રીરોશનલાલજી મ. આદિની પ્રબળ પ્રેરણાથી આ કાર્યમાં આગળ વધી રહ્યું છું.
આગમ અનુયોગ ટ્રસ્ટના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી બળદેવભાઈ ડોસાભાઈ અને હિમ્મતભાઈને ભૂલી શકાય નહીં જેમના પ્રબળ પુરુષાર્થથી આ ભગીરથ કાર્ય સંપન્નતાની અગ્રેસર થઈ રહ્યું છે.
ટ્રસ્ટના પ્રમુખશ્રી નવનીતભાઈ અને મંત્રીશ્રી જયંતિભાઈ વગેરે ટ્રસ્ટીઓએ આ દ્વિતીયભાગના પ્રકાશન માટે ગુરુદેવ પ્રત્યેના ભક્તિ-ભાવ અને અંતરની ઉર્મિઓ સાથે સતત આગ્રહ સેવ્યો જેને કારણે આ કાર્ય યથાશીધ્ર સંપૂર્ણ થઈ શક્યું છે.
જ્ઞાન પિપાસુઓ અને સહકાર્યકર્તાઓની પણ શીધ્ર પ્રકાશન માટેની ઉચ્ચ ભાવના હતી, પરંતુ આવા વિશાળકાય, ગૂઢાર્થ અને ગાણિતિક રહસ્યોથી ભરપૂર ગ્રંથનું કાર્ય એટલું સરળ
- સહજ નથી તેને માટે બૈર્ય અને સમયાવધિ અપેક્ષિત છે. દ્રવ્યાનુયોગના ત્રણે ભાગોનું કાર્ય E3 સંપૂર્ણ શુદ્ધતા અને સુંદરતા લાવી શીધ્ર પરિપૂર્ણ થાય તેવી આશા કરતાં ગુરુદેવને પ્રાર્થના કરીએ.
મધુર વ્યાખ્યાનકાર શ્રી ગૌતમ મુનિજીએ વ્યાખ્યાન ઈત્યાદિની જવાબદારી ઉઠાવી અને સેવાભાવી સેવાનિષ્ઠ શ્રી સંજયમુનિજીએ અન્ય જવાબદારીઓ ઉઠાવી જેને કારણે આ કાર્ય સંપન્ન કરવા માટે હું સમય ફાળવી શક્યો. આ બંન્ને મુનિઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું.
ITTTTTTTTTTTTTTTTTTTTTT
| | | | | | | | | | | | | | | | IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIf yr
| | | | | | | | | | | | |
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org