________________
બજાવવામાં આવે એટલા સમયમાં કોઈ મહર્થિક દેવ જંબુદ્વીપની એકવીસવાર પરિક્રમા કરે એટલી તીવ્ર ગતિથી ચાલે તો પણ તે દેવ એ ગતિથી ઉત્કૃષ્ટ પંદર દિવસ સુધી ચાલે તો કેટલીક કૃષ્ણરાજિને પાર કરી શકે છે અને કેટલીક કૃષ્ણરાજીને પાર કરી શકતા નથી.
- કૃષ્ણરાજિઓમાં ઘર, દુકાન, બાદર અખાય, અગ્નિકાય, વનસ્પતિકાય, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા આદિનો તો અભાવ છે. પરંતુ દેવકૃત મેઘ વગેરેનું અસ્તિત્વ હોય છે. એ કૃષ્ણરાજિઓ પૃથ્વી, જીવ અને પુદ્ગલનું પરિણામ છે.
કૃષ્ણરાજી અને તમસ્કાયમાં વર્ણની સમાનતા હોવા છતાં પણ ઘણી બધી ભિન્નતા છે. તમસ્કાય પૃથ્વીરૂપ નહીં પણ જલરૂપ છે અને પૃથ્વીરૂપ ન હોવાનું કારણ એ છે કે - પૃથ્વીકાય કોઈ એક શુભ દેશને પ્રકાશિત કરે છે અને કોઈ એક દેશને પ્રકાશિત નથી કરતી એટલે એ જલ પરિણામ છે તથા જીવ પરિણામ તેમજ પુદ્ગલ પરિણામ તો છે પરંતુ પૃથ્વી પરિણામ નથી.
તમસ્કાયની ઉત્પત્તિ જંબુદ્વીપની બહાર ત્રાંસા અસંખ્ય દ્વીપ સમુદ્રોની પછી અણવર દ્વીપની બાહ્ય વેદિકાના અંતિમ ભાગથી અરુણોદય સમુદ્રમાં બેંતાળીસ હજાર યોજન ઊંડા ઉતરયા (પછી) એક પ્રદેશ શ્રેણિમાં થાય છે અને સત્તરસો એકવીસ યોજન ઉપર જવા પછી ત્રાંસી ફેલાતી ફેલાતી સૌધર્મ આદિ ચાર કલ્પોને આવૃત્ત (ઢાંકતી) એવી બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રસ્તટમાં સમાપ્ત થાય છે. આ પ્રકારે સંસ્થાન નીચે તો શકોરાના મૂળ જેવો અને ઉપરથી મરઘાના પીંજરા જેવો થાય છે. સંખ્યાત યોજન વિસ્તારવાળીની પહોળાઈ સંખ્યાત હજા૨ યોજન, અસંખ્યાત યોજનવાળીની પહોળાઈ અસંખ્યાત હજાર યોજન છે અને પરિધિ બન્નેની અસંખ્યાત હજાર યોજન છે તથા એ એટલી
કે – ત્રણ ચપટી વગાડવામાં આવે જેટલી વારમાં જંબૂદ્વીપની એકવીસ વાર પરિક્રમા કરનાર ઋધ્ધિશાળી દેવ ઉત્કૃષ્ટ ગતિથી છ માસ સુધી ચાલે તો પણ તે કેટલાક ભાગને જ પાર કરી શકે છે.
તમસ્કાયમાં ઘર, દુકાન, ગામ યાવતું સન્નિવેશ આદિ નથી.
ઈશાને તમસ્કાયિક દેવો દ્વારા તમસ્કાયની રચના કરાવે છે તથા અસુરકુમાર રતિક્રીડા, શત્રુને દગો કરવો અને ચોરાયેલી એવી વસ્તુઓને છુપાવવા માટે તમસ્કાયની રચના કરે છે.
તમસ્કાયમાં બાદર પૃથ્વીકાય, તેજસ્કાય, ચન્દ્ર સૂર્યાદિનો અભાવ છે. પરંતુ બાદર મેઘ સંસ્વદિત થાય છે. મેઘ વરસે છે, એમને દેવ, અસુર અને નાગ કહે છે.
તમસ્કાયનો વર્ણ (રંગ) અત્યધિક રોમાંચક, ભયાનક, ત્રાસદાયક કષ્ણ હોય છે. જેથી એની કષ્ણતાને જોઈને મોટા- મોટા દેવ પણ ખંભિત થઈ જાય છે. એટલે તમસ્કાયના તેર પર્યાયવાચી નામ કહેવામાં આવ્યા છે. જેમકે - (૧) તમ (૨) તમસ્કાય (૩) અંધકાર (૪) મહાંધકાર (૫) લોકાંધકાર (૬) લોકતમિસ્ત્રી (૭) દેવાંધકાર (૮) દેવતમિસ્ત્રી (૯) દેવારન્ય (૧૦) દેવભૂહ (૧૧) દેવપરિધા (૧૨) દેવપ્રતિક્ષોભ અને (૧૩) અરૂણોદય સમુદ્ર તમસ્કાય પૃથ્વીનું પરિણામ નથી પરંતુ જલ, જીવ અને પુદ્ગલનું પરિણામ છે.
તમસ્કાયમાં બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય રૂપને સિવાય બધા પ્રાણી, ભૂત, જીવ, સત્વ અનન્તબાર પૃથ્વીકાય યાવતુ ત્રસકાયમાં ઉત્પન્ન થયેલા છે.
આ ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના વૈમાનિક દેવોનું નિરૂપણ છે. હવે સિધ્ધોના અવસ્થાન ક્ષેત્ર ઈષતું પ્રાગુભારા પૃથ્વીનું નિરૂપણ કરે છે.
સિધ્ધ સ્થાન આ રત્નપ્રભા પૃથ્વીની નીચે નથી અને નથી સૌધર્માદિ વૈમાનિક વિમાનોને નીચે પરંતુ સૌ ધર્માદિથી લઈ અનુત્તર પર્વતના વિમાનોથી સેંકડો, હજારો, લાખો અને કોટા-કોટિ યોજન ઉપર જવાના (સ્થાને) વિજયાદિ અનુત્તર વિમાનોની સર્વોપરિ સુપિકાના અગ્રભાગથી બાર યોજન ઉપર ઈષતુપ્રામ્ભારા પૃથ્વી છે. એના બાર પર્યાયવાચી નામ છે. તે પીસ્તાળીસ લાખ યોજન લાંબી-પહોળી છે અને એક કરોડ બેંતાળીસ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાસ યોજનથી કંઈક વધુ એની પરિધિ છે. આ પૃથ્વીના મધ્યભાગમાં આઠ યોજનનું ક્ષેત્ર આઠ યોજન જાડું છે જે એક-એક પ્રદેશ ક્ષીણ થતા-થતા, ઘટતા- ઘટતા, પોતાના અંતિમ ભાગોમાં માખીની પાંખથી પણ અત્યાધિક પાતળી આંગળના અસંખ્યાતમા ભાગ જેટલી જાડી રહી જાય છે. આ શ્વેત વર્ણની જ છે. એમાં લોકાન્ત એક યોજન ઉપર છે અને આ યોજન ઉપર એક ગાઉના છઠ્ઠા ભાગમાં સર્વ સાંસારિક બંધનોથી વિનિયુક્ત થઈ સિધ્ધ ભગવાન સાદિ-અપર્યવસિત કાળ માટે સ્થિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org