________________
સૌધર્મ - ઈશાન વિમાનોનો કુલ યોગ સાઈઠ લાખ છે. સૌધર્મ - ઈશાન બ્રહ્મલોક વિમાનોનો કુલ યોગ ચોસઠ લાખ છે. આરણ અય્યત પ્રત્યેકમાં એકસો પચાસ વિમાન છે.
વૈમાનિક દેવોના વિમાન ત્રણ પ્રકારના છે - (૧) અવસ્થિત (શાશ્વત) (૨) વિકર્વિત (વિકવણા દ્વારા નિર્મિત) (૩) પારિયાનિક (આમ તેમ લઈ જનાર). એમાં પારિયાનિક વિમાન કલ્પોપપન્ન વૈમાનિક ઈન્દ્રોના હોય છે. આ દસ કલ્પ ઈન્દ્રાધિષ્ઠિત હોય છે. જેમકે - (૧-૮) સૌધર્મ- યાવત - સહસ્ત્રાર (૯) પ્રાણત (૧૦) અય્યત. એમના ઈન્દ્રોના નામ આ પ્રમાણે છે ૧. શ૪, ૨. ઈશાન, ૩. સનકુમાર, ૪. માહેન્દ્ર, પ. બ્રહ્મ, ૬. લાંતક, ૭, મહાશુક્ર, ૮. સહસ્ત્રાર, ૯, પ્રાણત અને ૧૦. અય્યત. એના પારિયાનિક વિમાનોના નામ - (૧) પાલક (૨) પુષ્પક (૩) સોમનસ (૪) શ્રીવત્સ (૫) નંદિકાવર્ત (૬) કામક્રમ (૭) પ્રીતિન (૮) મનોરમ (૯) વિમલવર (૧૦) સર્વતોભદ્ર. એમાંથી પાલક પારિયાનિક વિમાન એક લાખ યોજન લાંબુ - પહોળું છે. સ્વસ્તિક, સ્વસ્તિકાવર્ત આદિ વિશેષ નામવાળા વિમાનોની લંબાઈ-પહોળાઈ ઉપમા દ્વારા દર્શાવવામાં આવી છે. એના સૂર્ય ઉદયાસ્ત ક્ષેત્ર પ્રમાણ અવકાશાન્તરવાળા લાંબામાં લાંબા ડગલા ભરનાર મહર્ધિક દેવ પણ કેટલાક વિમાનોની પાર પહોંચી શકે છે અને કેટલાકની પાર પહોંચી શકતો નથી. અર્ચિ આદિ વિમાન, કામ આદિ વિમાન, વિજય-વૈજયન્ત આદિ વિમાનોની લંબાઈ-પહોળાઈ પણ ઉપરોક્ત પ્રમાણે છે.
આ પ્રકારે કલ્પવાસી અને કલ્પાતીત ઊર્ધ્વલોકના વૈમાનિક દેવોનો ટૂંકમાં વર્ણન કરી હવે લોકપાલ દેવોનાં વર્ણન કરીએ છીએ.
શકેન્દ્ર અને ઈશાનેન્દ્રના લોકપાલ દેવો સાથે આ તિર્યશ્લોકનો વિશેષ સંબંધ છે. એટલે એનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. શક્રના ચાર લોકપાલો છે. એમનાં નામ (૧) સોમ, (૨) યમ, (૩) વરૂણ, (૪) વૈશ્રમણ છે અને એના વિમાનોના નામ (૧) સધ્યપ્રભ (૨) વરસિધ્ધ (૩) સતંજલ (૪) વલ્થ છે. સોમ લોકપાલનું સંધ્યપ્રભ વિમાન સૌધર્મ કલ્પમાં સૌધર્માવલંસક મહાવિમાનથી અસંખ્ય યોજન પૂર્વમાં છે. તે સાડા બાર હજાર યોજન લાંબુ - પહોળું અને અડતાળીસ લાખ બાવન હજાર આઠસો અડતાળીસથી કંઈક વધુ પરિધિવાળું છે. યમ લોકપાલનું વરસિધ્ધ વિમાન દક્ષિણ દિશામાં, વરુણ લોકપાલનું સતંજલ વિમાન પશ્ચિમમાં અને વૈશ્રમણ લોકપાલનું વલ્ગ વિમાન ઉત્તર દિશામાં છે. એમના આયામ - વિઝંભ - પરિધિ સંધ્યપ્રભ વિમાનની સમાન છે.
ઈશાનેન્દ્રના લોકપાલોના નામ - (૧) સોમ (૨) યમ (૩) વૈશ્રમણ (૪) વરૂણ છે અને વિમાનોના નામ (૧) સુમન (૨) સર્વતોભદ્ર (૩) વઘુ તથા (૪) સુવલ્લુ છે. આ વિમાન ઈશાનાવતંસક મહાવિમાનથી ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત હજાર યોજન આગળ જવા પર છે. બાકીનું વર્ણન શક્રના લોકપાલોના જેવું છે. સુમન વિમાન જંબૂદ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં રત્નપ્રભા પૃથ્વીની ઉપર છે ત્યાં અંકાવતંસક વગેરે ચાર અવતંસક દર્શાવ્યા છે એની વચ્ચે ઈશાનાવતુંસક છે. એની પૂર્વમાં અસંખ્ય હજાર યોજન ત્રાંસા જવાના (સ્થાને) સાડા બાર હજાર યોજન લાંબુ - પહોળુ આ વિમાન છે. એ પ્રમાણે અર્ચિનિકા આદિ વિમાન જાણવા જોઈએ.
બધા ઈન્દ્રો અને લોકપાલોના ઉત્પાત પર્વત દસ હજાર યોજન ઊંચા, દસ હજાર ગાઉ ભૂમિમાં ઊંડા અને મૂળમાં દસ હજાર યોજન વિધ્વંભવાળા છે.
લોકાન્તિક દેવોના વર્ણન સાથે સંબંધિત હોવાને કારણે સંક્ષેપમાં પહેલા કૃષ્ણરાજીનું અને પછી તમસ્કાયનું વર્ણન કર્યું છે.
કૃષ્ણરાજિઓમાં આઠ લોકાન્તિક દેવ વિમાન છે. કૃષ્ણરાજિઓ આઠ છે – પૂર્વમાં બે, પશ્ચિમમાં બે, દક્ષિણમાં બે અને ઉત્તરમાં બે. એ કૃષ્ણરાજિઓ અખાડાની સમાન સમચોરસ છે. પૂર્વ પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિઓ કોણ છે તથા ઉત્તર-દક્ષિણની બે બાહ્ય કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણની બધી આભ્યન્તર કૃષ્ણરાજીઓ ચોરસ છે. એના ઉપરાંત પૂર્વની અંદરની કૃષ્ણરાજી દક્ષિણની બાહ્ય કૃષ્ણરા સાથે, દક્ષિણની અંદરની કૃષ્ણરાજી પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજી સાથે, પશ્ચિમની અંદરની કૃષ્ણરાજી ઉત્તરની બાહ્ય કૃષ્ણરાજીની સાથે અને ઉત્તરની અંદરની કુષ્ણરાજી પૂર્વની બાહ્ય કૃષ્ણરાજી સાથે સ્પર્શાવેલ છે. એનો વર્ણ અત્યન્ત કૃષ્ણ છે. આઠ કૃષ્ણરાજિઓના નામ આ પ્રમાણે છે - (૧) કૃષ્ણરાજી (૨) મેઘરાજી (૩) મઘા (૪) માઘવતી (૫) વાતપરિધા (૬) વાતપરિક્ષોભા (૭) દેવપરિધા અને (૮) દેવ પરિશભા.
આ કૃષ્ણરાજિઓ સનકુમાર, મહેન્દ્રકલ્પની ઉપર તથા બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રતટની નીચે આવેલી છે. એનો આયામ-વિખંભ અને પરિધિ અસંખ્ય હજાર યોજનનો છે. એનો વિસ્તાર એટલો છે કે – ત્રણ ચપટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org