________________
ચાર દિશાઓમાં ભિન્ન-ભિન્ન નામવાળા છે અને મધ્યવર્તી પાંચમું વિમાનાવતંસકનું નામ કલ્પનામાનુસાર છે. જેમકેસૌધર્મકલ્પના વિમાનાવતંસકનું નામ સૌધર્માવતંસક છે. ઈન્દ્રોના વર્ણનમાં એમની દ્યુતિ આદિનો સંકેત કરવા સાથે સાથે સામાનિક દેવો અને આત્મરક્ષક દેવોની સંખ્યાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
સૌધર્મથી લઈને અચ્યુત કલ્પપર્યન્ત ક્રમશઃ વિમાનાવાસની સંખ્યા આ પ્રમાણે છે- ૧. બત્રીસ લાખ, ૨. અઠ્ઠાવીસ લાખ, ૩. બાર લાખ, ૪. આઠ લાખ, ૫. ચાર લાખ, ૬. પચાસ હજાર, ૭. ચાલીસ હજાર, ૮. છઃ હજાર, ૯-૧૦. ચારસો, ૧૧-૧૨ ત્રણસો. બન્ને યુગલોમાં મળીને સાતસો વિમાનાવાસ છે.
સામાનિક દેવોની સંખ્યા આ પ્રકારે છે - ૧. ચોર્યાસી હજા૨, ૨. એંસી હજાર, ૩. બોતેર હજાર, ૪. સીત્તેર હજાર, ૫. સાઈઠ હજાર, ૬. પચાસ હજાર, ૭. ચાલીસ હજાર, ૮. ત્રીસ હજા૨, ૯-૧૦ વીસ હજા૨, ૧૧-૧૨ દસ હજાર તથા પ્રત્યેક દેવેન્દ્રના સામાનિક દેવોથી ચાર ગણા આત્મરક્ષક દેવોની સંખ્યા છે.
એના ઉપરાંત પ્રત્યેક ઈન્દ્રના ત્રાયસ્પ્રિંસક દેવ, લોકપાળ, ત્રણ પરિષદાઓ, સાત સેનાઓ અને એના સાત સેનાપતિઓ હોય છે. સૌધર્મ અને ઈશાનકલ્પના સિવાય બાકીના કલ્પોમાં દેવીઓ નથી હોતી.
સૌધર્મ કલ્પની સુધર્મા સભામાં માણવક ચૈત્ય સ્તંભના મધ્યવર્તી પાંત્રીસ યોજનમાં વજ્રમય ગોળ વર્તુળાકાર ડબ્બીઓમાં જિનેન્દ્ર દેવોની અસ્થિઓ સુરક્ષિત રાખવામાં આવેલી છે.
કલ્પોપપન્ન વૈમાનિક દેવોનું આ સંક્ષિપ્ત વર્ણન છે. હવે કલ્પાતીત વૈમાનિક દેવોનું વર્ણન કરવામાં આવે છે. કલ્પાતીત વિમાનો અને દેવોના બે પ્રકાર છે - ૧. ત્રૈવેયક ૨. અનુત્તર. ત્રૈવેયકવાસ સ્થાનોના અવસ્થાન માટે દર્શાવવામાં આવ્યું છે કે - આરણ અચ્યુત વિમાનોની ઉપર હજારો, લાખો, અનેક કોટા કોટિ યોજન દૂર જવા પછી અધસ્તન ત્રૈવેયક ત્રિકના એકસો અગિયાર વિમાન આવેલા છે. જે પૂર્વ પશ્ચિમમાં લાંબા અને ઉત્તર દક્ષિણમાં પહોળા છે. એ પરિપૂર્ણ ચંદ્રની સમાન સંસ્થાનવાળા છે. એમાં પર્યાપ્ત અપર્યાપ્ત અધસ્તન ત્રૈવેયક દેવોના સ્થાન છે.
એમાં રહેનારા બધા દેવ સમાન ઋધ્ધિ, દ્યુતિ, યશ, બલ, પ્રભાવ, સુખ સંપન્ન હોવાની સાથે પ્રેષ્ય પુરોહિત આદિ ભેદોથી રહિત અને સમાન ઐશ્વર્યવાળા હોવાથી અમિન્દ્ર કહેવામાં આવ્યા છે.
-
અધસ્તન ત્રૈવેયક ત્રિકની ઊપર અનેક કોટા-કોટિ યોજન દૂર ગયા પછી સમાન દિશાઓ વિદિશાઓમાં મધ્યમ જૈવેયક ત્રિકના એકસો સાત વિમાન છે. મધ્યમ ત્રૈવેયક ત્રિકના ઉપર અનેક કોટા-કોટિ યોજન દૂર ગયા પછી સમાન દિશાઓ અને વિદિશાઓમાં ઉપરિમ ત્રૈવેયક ત્રિકના સો વિમાન છે.
ત્રૈવેયક ત્રિક વિમાનોની ઉપર અનેક હજાર, લાખ, કોટા-કોટિ યોજન દૂર ગયા પછી ચારેય દિશાઓમાં એક એક અને એમનાં મધ્યમાં એક આ પ્રકારે કુલ પાંચ વિમાન છે. જેનાં નામ - ૧. વિજય, ૨. વૈજયન્ત, ૩. જયન્ત, ૪. અપરાજિત અને ૫. સર્વાર્થસિધ્ધ છે. એમાં પર્યાપ્ત-અપર્યાપ્ત અનુત્તરોપપાતિક દેવોના સ્થાન છે. એમાં રહેનારા દેવ સમાન સૃધ્ધિ આદિવાળા છે અને અહમિન્દ્ર કહેવાય છે.
એ સૌધર્માદિ કલ્પોની નીચે ગ્રહાદિ નથી. પરંતુ મહામેઘ આદિનો સદ્ભાવ છે.
કલ્પવાસી દેવોમાં લોકાન્તિક નામવાળા વિશેષ પ્રકારના દેવ છે. કૃષ્ણરાજીઓમાં આઠ અવકાશોની વચ્ચે આઠ લોકાન્તિક વિમાન આવેલા છે - ૧. અર્ચી, ૨. અર્ચિમાળી, ૩. વૈરોચન, ૪. પ્રભંકર, ૫. ચન્દ્રાભ, ૬. સૂર્યાભ, ૭. શુક્રાભ, ૮. સુપ્રતિષ્ટાભ અને એમના વચ્ચે આવેલ વિમાનનું નામ છે - ૯. રિષ્ટાભ. એ લોકાન્તિક વિમાન વાયુ પ૨ પ્રતિષ્ઠિત છે તથા બાહલ્ય, ઉચ્ચત્ત બ્રહ્મલોક કલ્પની સમાન છે અને લોકાન્તના અંતર અસંખ્ય હજાર યોજનનું છે.
આ અર્ચી આદિ આઠ લોકાન્તિક વિમાનોમાંથી વિષમ સંખ્યાવાળા વિમાન ઈશાનથી પ્રારંભ કરીને વિદિશાઓમાં તથા સમક્રમ સંખ્યાવાળા વિમાન પૂર્વથી આરંભ કરીને દિશાઓમાં સ્થિર થયેલ છે.
અર્ચી આદિ વિમાનોમાં રહેનારા દેવોના નામ આ પ્રમાણે છે - (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વફ્ની (૪) વરુણ (૫) ગર્દતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) આગ્નેય (મરુત) તથા નવમા રિષ્ટ વિમાનવાસી દેવનું નામ પણ રિષ્ટ છે.
એ સારસ્વત આદિ આઠ દેવોના ચાર યુગલ થયા. પ્રથમ દેવયુગલમાં સાતસો દેવ પરિવાર, બીજા દેવ યુગલમાં ચૌદ હજાર, ત્રીજા દેવ યુગલમાં સાત હજાર અને બાકીના દેવોમાં નવસો દેવ પરિવાર છે.
જ્યોતિષ્ક વિમાનોથી સૌધર્મ - ઈશાન કલ્પોની વચ્ચે અવ્યવહિત અંત૨ અસંખ્ય યોજનનું છે. એ પ્રમાણે સૌધર્મ - ઈશાનથી સનત્કુમાર - માહેન્દ્રનું, સનકુમાર માહેન્દ્રથી બ્રહ્મલોકનું અને લાંતક વગેરે અનુત્તર વિમાનોનું
Jain Education International
106
For Private & Personal Use Only
www.jainel|brary.org