SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - -- ( તારા-વર્ણન : સૂત્ર ૧૧૯૪-૧૧૯૮ પૃ. ર૦૬-ર૦૦ ) સમક્ષેત્રમાં રહેનાર તથા ઉપર રહેવાવાળા તારા હીન પણ છે અને તુલ્ય પણ છે. એમનું કારણ એ છે કેજે દેવોના (પૂર્વભવના) વ્રત, તપાદિ હીન કે તુલ્ય છે. તે અનુસાર (યુતિ, વૈભવ આદિની) હીનાધિકતા છે. જંબૂદ્વીપમાં એક તારાથી બીજા તારાનું વ્યવધાનવાળું જઘન્ય અંતર બસો છાસઠ યોજન અને ઉત્કૃષ્ટ અંતર બાર હજાર બસો છેતાળીસ યોજનાનું છે. અવ્યવધાન અંતર જધન્ય પાંચસો ધનુષ્ય અને ઉત્કૃષ્ટ અડધા યોજનનું છે. વૈક્રિય રૂપ, પરિચારણા અને એક સ્થાનથી બીજા સ્થાનમાં સંક્રમણ કરવાને કારણે તારા ચલિત થાય છે. — — — — — — — — (ઊર્ધ્વલોક-ક્ષેત્રલોક વર્ણનઃ સૂત્ર ૧૧૯૯ થી ૧૨૯૮ પૃ. ર૦૮-૩ર૯) ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના પંદર પ્રકાર છે. સૌધર્માદિ અશ્રુત પર્યન્ત બાર કલ્પ, તેરમું રૈવેયક વિમાન, ચૌદમું અનુત્તર વિમાન અને પંદરમું ઈષપ્રાગ ભારા પૃથ્વી (સિધ્ધ ક્ષેત્ર) એમનો આકાર અધોમુખ મૃદંગાકાર છે. ઊર્ધ્વલોકમાં જીવ-અજીવ અને એના દેશ-પ્રદેશ છે. જીવ એકન્દ્રિયથી આરંભી અનિન્દ્રિય પર્યત છે. એ પ્રકારે જીવ દેશો અને જીવ પ્રદેશોનું પણ સભાવ છે. રૂપી અજીવ તો ૧. સ્કંધ, ૨. સ્કન્ધ દેશ, ૩. સ્કન્ધ પ્રદેશ અને ૪. પરમાણુ પુદ્ગલ. આ ચારેય પ્રકારોનો સભાવ છે. પણ અરૂપી જીવના છ પ્રકારો છે - ધર્માસ્તિકાયના દેશ, પ્રદેશો, અધર્માસ્તિકાયના દેશ, પ્રદેશો અને આકાશાસ્તિકાયનો દેશ-પ્રદેશોના સદૂભાવ છે. અધ્ધા સમય તેમજ સંપૂર્ણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના સદ્દભાવ નથી. આ પ્રકારે એક આકાશ પ્રદેશની અપેક્ષાએ પણ સદૂભાવ બતાવવામાં આવ્યો છે. ઊર્ધ્વલોકના આયામ-મધ્યભાગ સનકુમાર - મહેન્દ્રકલ્પની ઉપર તેમજ બ્રહ્મલોક કલ્પમાં રિષ્ટ વિમાન પ્રસ્તટમાં છે. ક્ષેત્રાનુપૂર્વીની અપેક્ષાએ ઊર્ધ્વલોક ક્ષેત્રાનુપૂર્વીના, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી આ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. સૌધર્માદિ પંદર પ્રકારોની અનુલોમ, પ્રતિલોમના ક્રમથી ગણના પૂર્વાનુપૂર્વી , પશ્ચાનુપૂર્વી છે. આદિમાં એક-એક કરીને એકોત્તર વૃદ્ધિ દ્વારા નિર્મિત પંદર પર્યન્તની શ્રેણીમાં પરસ્પર ગુણીને પ્રાપ્ત રાશિમાંથી એ આદિ અને અંતના બે ભાગોને ઓછા કરવાથી બાકી રહેલો) ભંગ ઊર્ધ્વલોક ક્ષેત્રાનુપૂર્વી છે. એ ઊર્ધ્વલોક ક્ષેત્રલોક વૈમાનિક દેવોના આવાસ સ્થાન છે. એટલે પર્યાપ્ત-અપર્યાપ્ત વૈમાનિક દેવોના સ્થાન આ રત્નપ્રભા પૃથ્વી પર સમરમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્રમા આદિ જ્યોતિષ્ક વિમાનોથી પણ સેંકડો, હજારો, લાખો અને કોટા-કોટિ યોજને ઉપર જવાના (સ્થાન પ૨) ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનકુમાર, ૪. મહેન્દ્ર, ૫. બ્રહ્મલોક, ૬. લાંતક, ૭, મહાશુક્ર, ૮, સહસ્ત્રાર, ૯. આનત, ૧૦. પ્રાણત, ૧૧. આરણ, ૧૨. અય્યત. (૧૨ કલ્પ) ૧. રૈવેયક ૨. અનુત્તર કલ્પાતીત વિમાનો બધાં મળીને ચોર્યાસી લાખ સત્તાણું હજાર તેવીસ વિમાન છે. એ વિમાન રત્નમય, સ્વચ્છ અને મનોહર છે તથા ઉ૫પાત, સમુદ્યાત અને સ્વસ્થાનની અપેક્ષાથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. આ વિમાનોમાં રહેનારા દેવોના બે પ્રકાર છે ૧. કલ્પોપપન્ન, ૨. કલ્પાતીત. કલ્પપપન્ન (૧૨ સ્વર્ગલોકના) દેવોના પરિચયને માટે એમના મુકટોમાં નીચે પ્રમાણે ચિન્હ છે. જેમકે - ૧. સૌધર્મ - મૃગ, ૨. ઈશાન - ભેંસ, ૩. સનકુમાર – વરાહ, ૪. મહેન્દ્ર-સિંહ, ૫. બ્રહ્મલોક – બકરો, ૬. લાંતક – દેડકો, ૭. મહાશુક્ર - ઘોડો, ૮. સહસ્ત્રાર - હાથી, ૯. આનત- સાપ, ૧૦. પ્રાણત - તલવાર, ૧૧. આરણ - બળદ, ૧૨. અશ્રુત - મૃગ વગેરે. આ ચિન્હોનો ઉલ્લેખ કરીને એના સૌંદર્ય, ધૃતિ, ક્રાન્તિ, વસ્ત્ર, આભૂષણ વગેરેનું વર્ણન કરે છે. તે વૈમાનિક દેવ દિવ્ય વર્ણ વગેરેથી દશે દિશાઓને ઉજ્જવળ કરતા એવા પોત-પોતાના હજારો આત્મરક્ષક દેવો તથા અન્ય દેવ-દેવીઓનો આધિપત્ય કરતા એવા દિવ્ય ભોગોને - ભોગવતા એવા સમય પસાર કરે છે. કલ્પપપન્ન વિમાનવાળા દેવોમાં ઈન્દ્ર, સામાનિક વગેરે ભેદોની કલ્પના કરવામાં આવી છે. એમાં ઈન્દ્ર પ્રધાન છે. એટલા માટે સૌધર્માદિ કલ્પનામાનુસાર ઈન્દ્રોના નામ છે. પણ એટલું અંતર છે કે – આનત અને પ્રાણત કલ્પના ઈન્દ્રનું નામ પ્રાણત અને આરણ (છે) અને અશ્રુત કલ્પના ઈન્દ્રનું નામ અય્યત છે. કલ્પ બાર છે પરંતુ અંતિમ બે યુગલોનાં એક-એક ઈન્દ્ર હોવાથી ઈન્દ્ર દશ જ છે. સામાન્ય રૂપમાં કલ્પપપન્ન વિમાનો અને એમાં રહેનારા દેવોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. વિમાનોના વર્ણનની એ વિશેષતા છે કે - પ્રત્યેક કલ્પની મધ્યમાં પાંચ અવતંસક વિમાન છે. એમાંથી ચાર તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy