SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ || નમો નિJIT I સંનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, ધર્મરોવર્ય માનનીય મૂકદાતા તડકાછાંયડામાંથી પસાર થઈ જૈન સમાજના અગ્રગણ્ય શ્રાવક૨નને વંદન હો. 6] શી છુ, જીની હેલી | જીવનમાં એક પછી એક આપત્તિ અને મુશ્કેલી આવતી રહે અને એ આપત્તિ અને મુશ્કેલીઓ-માંથીમાર્ગ કંડારતા-કંડારતાસિધ્ધિના શિખરો સર્જનારા સ્વ. શ્રી યુ. એન. મહેતા નો જન્મ બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામમાં તા. ૧૪-૧-૨૪ ના રોજ થયેલ. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પાલનપુરમાં મેળવી વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા અને ત્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી. એસ. સી. થઈને ૧૯૪૫ થી ૧૯૫૮ સુધી દવા બનાવનારી કંપની મેસર્સ સેન્ડોઝ લિ. માં કામ કર્યું. પરંતુ વ્યવસાયી વિચારો તથા સાહસિકતાના ગુણોને વરેલા શ્રી ઉત્તમભાઈ મહેતાએ નોકરીને પકડી ન રાખતા દવા બનાવવાના ધંધામાં ઝંપલાવ્યું અને ૧૯૫૯માં ‘ટ્રીનીટી લેબોરેટરીઝ' ના નામે ધંધો શરૂ કર્યો. જે આજે ‘ટોરેન્ટગ્રુપ' ના નામે વિશાલ વડલા સ્વરૂપે આપણે નિહાળી રહ્યાં છીએ. આ વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યના સર્જકના જીવનમાં આપણને વિષાદ અને ઉલ્લાસ, ભરતી અને ઓટ, ભવ્ય સફળતા અને ઘોર નિષ્ફળતા જોવામળે છે. કેન્સર જેવી બિમારી હોવાછતાંય સહેજ પણ ડગ્યાવિનાપુરૂષાર્થ અને દ્રઢ મનોબળથી ઔદ્યોગિક પ્રગતિની આગેકૂચ જારી રાખી. - માનવ સ્વભાવ પ્રમાણે માનવી સ્વધન કુટુંબ માટે જ વાપરે પરંતુ શ્રી ઉત્તમભાઈએ સ્વધનનો ઉપયોગ મેડીકલ, શૈક્ષણિક, ધાર્મિક તથા સામાજીક કાર્યના વિકાસ અને ઉન્નતિ માટે વાપરેલ જેનાથી અબાલ-વૃધ્ધ સર્વેને તેમની ઉદારતાની ભાવનાનો સ્પર્શ થયા વિના રહી નથી. આવા શ્રી ઉત્તમભાઈ મહેતાએ આપણી વચ્ચેથી નશ્વર દેહે તા. ૩૧-3-૯૮ના રોજ વિદાય લીધી. પરંતુ તેઓનો શાશ્વત દેહ આપણી નજર સમક્ષ તરવરતો જ રહેલ છે. આગમ અનુયોગમાં સહયોગ આપવા બદલ આભારી છીએ. I UTો નિખi શ્રી રણIG CIણીક્લાલ શાહ (આર શીદ શાહ) ધર્મશ્રેષ્ઠીવર્ય, કર્તવ્યપરાયણ, નિખાલસહૃદયી, જૈન સમાજના અગ્રગણી મૂકદાતા, સંસ્કારપુરુષ પૂજ્ય મુરબ્બી ભાઈશ્રી રમણલાલ એમ. શાહ્નો જન્મ શેઠ શ્રી માણેકલાલના ખાનદાન ખોરડે લહેરીબાની કુક્ષીએ થયો. માતા-પિતાના નામને ઉજવાળતા શ્રી રમણભાઈ રથના બને પેંડા સરીખા હાંડહાંડની મીજાંએ ધર્મની જાગૃતિવાળા સુભદ્રાબેનની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લાડલી દીકરીને ઉત્તમ સંસ્કારો આપ્યા. પૂ. લહેરીબાએ સૌને અનેરો પ્રેમ આપ્યો અને શ્રી રમણભાઈ તથા પૂ. બહેન સુભદ્રાબહેન બન્નેની ઉદાર ભાવના, ધર્મભાવના, પરમાર્થભાવના, મૂકદાન ભાવનાને અંતરના વંદન સાથે બિરદાવીએ છીએ. આપનો આગમ અનુયોગ ટ્રસ્ટી તરીકે તથા આર્થિક સહયોગ ધન્યવાદને પાત્ર છે. આપની સેવા સવાસને મનોમન બિરદાવવાનું મન થાય. શ્રી સ્થાનકવાસી જૈન છાત્રાલય (સી.જી. રોડ, નવરંગપુરા)માં આપે તન, મન, ધનથી જે સહયોગ આપ્યો છે. તે ઋણ ઉપકાર જૈન સમાજ તેમજ વિદ્યાર્થી આલમ કદી ભૂલી શકે નહી. છાત્રાલયના વહીવટમાં ઝીણવટભર્યું ધ્યાન આપી છાત્રાલયને ઉત્તમ બનાવવામાં આપનું અણમોલું સ્થાન છે. જૈન-જૈનેતર | બારીક પરિસ્થિતિવાળાને જમણો હાથ આપે તો ડાબો હાથન જાણે તેવી મુકદાનની ભાવના કેમ ભૂલાય? - a આગમ અનુયોગટ્રસ્ટ આપનું ઋણી છે. તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy