________________
મુક્ત કરે છે. (૨) પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વમાં ગ્રહણ કરી (પછીથી) મુક્ત કરે છે. (૩) જમણીથી ડાબી બાજુ ગ્રહણ કરીને (પછીથી) મુક્ત કરે છે. ઉપર-નીચે, જમણીડાબી બાજુથી ગ્રહણ કરવાના (એવા) ચાર-ચાર વિકલ્પો જાણવા જોઈએ. આમ બધા મળીને આઠ વિકલ્પો છે.
રાહુને દેવ ન માનનારાઓ એવું માને છે કે - સંઘાટક વગેરે પંદર કૃષ્ણવર્ણય (કાળા રંગના) પુદગલ છે તે જ્યારે ચંદ્ર અને સૂર્યના પ્રકાશ સાથે અનુબદ્ધ (જોડાઈને) ગતિ કરે છે ત્યારે લોકમાં કહેવાય છે કે - રાહુએ ચંદ્ર અને સૂર્યને ગ્રહણ કરી લીધા છે પરંતુ સૈદ્ધાંતિક માન્યતાનુસાર રાહુ દેવ મહર્ધિક, મહાદ્યુતિ વગેરેથી સંપન્ન જ્યોતિષ્ક દેવ છે.
રાહુ પોતાના ગમન દ્વારા પૂર્વથી પશ્ચિમમાં, પશ્ચિમથી પૂર્વમાં, દક્ષિણથી ઉત્તરમાં, ઉત્તરથી દક્ષિણમાં અવર-જવર કરે છે. ત્યારે ચંદ્ર-સૂર્ય અને રાહુ પરસ્પર વિપરીત દિશામાં આવતાં જતાં દેખાય છે. એને જ ચંદ્ર ગ્રહણ કે સૂર્ય ગ્રહણ કહેવાય છે.
—
—
—
(નક્ષત્ર વર્ણન: સૂત્ર ૧૧૫૦ થી ૧૧૫ પૃ. ૨૦૬ - ૨૦૬ નક્ષત્રોની સાથે મનુષ્યોના જીવનનો સંબંધ સંકળાયેલો છે. એટલા માટે વિસ્તારથી વર્ણન કરવા માટે મુખ્ય દ્વારના નામ આ પ્રમાણે છે ૧. યોગ (ચંદ્રની સાથે નક્ષત્રોનો યોગ), ૨, દેવતા, ૩. તારા પરિમાણ, ૪. ગોત્ર, ૫. સંસ્થાન, ૬. ચંદ્ર-રવિયોગ, ૭. કુલીપકુલ સંજ્ઞક નક્ષત્ર નામ, ૮. પૂર્ણિમા-અમાસની સંખ્યા, ૯. સન્નિપાત, ૧૦. નેતા. (માસ સમાપક-સમાપ્તિ કરનાર નક્ષત્ર નામ.)
નક્ષત્ર અઠ્ઠાવીસ છે. એમાં પ્રથમ નક્ષત્રનું નામ છે અભિજિતુ અને અઠ્ઠાવીસમા નક્ષત્રનું નામ છે ઉત્તરાષાઢા. આ નક્ષત્રોનો ચંદ્ર-સૂર્યની સાથે પંક્તિરૂપ ક્રમ માટે કોઈ કૃત્તિકાથી ભરણી પર્યન્તનો, કોઈ મઘાથી આશ્લેષા પર્વતનો, કોઈ ધનિષ્ઠાથી શ્રવણ પર્યન્તનો, કોઈ અશ્વિનીથી રેવતી પર્યંતનો અને કોઈ ભરણીથી અશ્વિની પર્યંતનો (હોવાનો) માને છે. પણ આગમિક માન્યતા અભિજિતથી ઉત્તરાષાઢા સુધીની છે. જંબૂદ્વીપમાં અભિજિતુ સિવાય સત્તાવીશ નક્ષત્રોનો ઉપયોગ લોકવ્યવહારમાં કરવામાં આવે છે.
અભિજિતુથી આરંભીને ઉત્તરાષાઢા પર્યત અઠ્ઠાવીસ નક્ષત્રોના મૌદૂગલાયન વગેરે ૨૮ ગોત્ર છે. પરંતુ એમના નામોમાં ભિન્નતા છે. એવી રીતે ૨૮ નક્ષત્રોના બ્રહ્મા વગેરે ૨૮ દેવતાઓના નામ પણ બતાવવામાં આવ્યા છે. એમાં પણ ભિન્નતા છે. દરેક નક્ષત્રોનો જુદો-જુદો આકાર દર્શાવવામાં આવ્યો છે. જેવા કે ૧. અભિજિત-ગૌશંગ, ૨. શ્રવણ - કાવડ ૩. ધનિષ્ઠા - પક્ષીનું પાંજરું, ૪. શતભિષફ - પુષ્પોનો ગુચ્છ, ૫-૬. પૂર્વ અને ઉત્તરાભાદ્રપદ - અર્ધવાપી, ૭. રેવતી - નૌકા, ૮. અશ્વિની - અશ્વકંધ, ૯. ભરણી - ભગ, ૧૦. કૃતિકા - રાખનું ઘર, ૧૧. રોહિણી - ગાડાની ધુરી, ૧૨ મૃગશીર્ષ - મૃગનું મસ્તક, ૧૩. આદ્ર – લોહીનું ટપકું, ૧૪, પુનર્વસુ - તુલા, ૧૫. પુષ્ય - વર્ધમાન, ૧૬. આશ્લેષા - ધજા, ૧૭. મઘા - પ્રાકાર, ૧૮-૧૯. - પૂર્વા અને ઉત્તરાફાલ્ગની - અર્ધપલંગ, ૨૦. હસ્ત - હાથ, ૨૧. ચિત્રા - ફુલેલું મોં, ૨૨ - સ્વાતી - ખીલ, ૨૩. વિશાખા - ડોરી, ૨૪ અનુરાધા - એકાવલી હાર, ૨૫. જ્યેષ્ઠા - હાથીદાંત ૨૬. મૂળ - વીંછીની પૂંછડી, ૨૭. પૂર્વાષાઢા - હાથીની ચાલ, ૨૮. ઉત્તરાષાઢા - બેઠેલો સિંહ.
નક્ષત્રોના તારાઓની સંખ્યા નીચે દર્શાવવામાં આવી છે- ૧, અભિજિતુના ત્રણ, ૨. શ્રવણના ત્રણ, ૩. ધનિષ્ઠાના પાંચ, ૪, શતભિપના સાત, પ. પૂર્વાભાદ્રપદના બે, ૬. ઉત્તરાભાદ્રપદના બે, ૭, રેવતીના બત્રીસ, ૮. અશ્વિનીના ત્રણ, ૯. ભરણીના ત્રણ, ૧૦. કૃત્તિકાના છે, ૧૧. રોહિણીના પાંચ, ૧૨. મૃગશીર્ષના ત્રણ, ૧૩, આદ્રનો એક, ૧૪. પુનર્વસુના પાંચ, ૧૫. પુષ્યના ત્રણ, ૧૬. આશ્લેષાના છે, ૧૭. મઘાના સાત, ૧૮. પૂર્વાફાલ્યુનીના બે, ૧૯. ઉત્તરા ફાલ્યુનીના બે, ૨૦. હસ્તના પાંચ, ૨૧. ચિત્રાનો એક, રર. સ્વાતીનો એક, ૨૩. વિશાખાના પાંચ, ૨૪. અનુરાધાના પાંચ, ૨૫. જ્યષ્ઠાનો એક, ૨૬. પૂર્વાષાઢાના ચાર, ૨૭. ઉત્તરાષાઢાના ચાર તારા દર્શાવવામાં આવ્યા છે.
નક્ષત્રોના દિશા દ્વારોને માટે મતાન્તર છે. પરંતુ આગમિક માન્યતા આ પ્રમાણે છે -
(૧) અભિજિતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષફ, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી નક્ષત્ર પૂર્વ દિશાના દ્વારવાળા છે.
(૨) અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ દક્ષિણ દિશાના ધારવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org