________________
જંબુદ્રીપના ચંદ્ર સૂર્યના વર્ણનમાંથી ચંદ્રદીપનું વર્ણન ચંદ્ર પ્રકરણમાં કરવામાં આવ્યું છે અને સૂર્ય દ્વીપનું વર્ણન
આ પ્રમાણે છે -
જંબુદ્રીપના મેરુ પર્વતથી પશ્ચિમી લવણસમુદ્રમાં બાર હજાર યોજન જવા પછી સૂર્યદ્વીપ છે. એની ઊંચાઈ આયામ-વિખંભ, વેદિકા, વનખંડ, ભૂમિભાગ. દેવી-દેવતાનું ઉઠવા-બેસવાનું, પ્રાસાદાવતંસક, મણિપીઠિકા વગેરેનું વર્ણન ચંદ્રીપ સમાન જાણવું જોઈએ. સૂર્યદ્વીપ એટલા માટે કહેવાય છે કે એની વાપિકાઓમાં સૂર્યના વર્ણ અને આકૃતિવાળા કમલ છે. એની રાજધાની પશ્ચિમમાં અન્ય જંબુદ્રીપમાં છે. અહીં સૂર્ય નામનો દેવ રહે છે.
આભ્યન્તરવર્તી લવણ સમુદ્રનો ચંદ્રદ્વીપ જંબૂદ્વીપના મંદર પર્વતથી પૂર્વી લવણ સમુદ્રમાં બાર હજાર યોજન જવા પછી આવેલો છે. એનું બાકીનું વર્ણન જંબૂદ્વીપના ચંદ્રદ્વીપ સમાન છે. રાજધાની અન્ય લવણસમુદ્રમાં છે. એવા પ્રકારે લવણ સમુદ્રના અંદરના સૂર્યદ્વીપોનું વર્ણન જાણવું જોઈએ.
બાહ્યવર્તી લવણસમુદ્રનો ચંદ્રદ્વીપ લવણસમુદ્રની પૂર્વી વેદિકાના અંતિમ ભાગથી લવણસમુદ્રના પશ્ચિમમાં બાર હજાર યોજન જવા પછી આવેલો છે. એનો આયામ-વિખંભ અને પરિધિ ગૌતમદ્વીપની સમાન (બાર હજાર યોજન લાંબો- પહોળો અને સાડત્રીસ હજાર નવસો અડતાલીસથી કંઈક વધુ યોજનની રિધિ) છે. એ ચંદ્રન્દ્વીપ ધાતકીખંડ દ્વીપના અંતિમ ભાગથી સાડા અઠ્ઠયાસી યોજન અને એક યોજનના પંચાણું ભાગોમાંથી ચાલીસ ભાગ જેટલો જલાન્તથી ઊંચો છે અને લવણસમુદ્રના અંતિમ ભાગના જલાન્તથી બે કોસ ઊંચો છે. આ દ્વીપોની પદ્મવરવેદિકા વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. એની રાજધાનીઓ પૂર્વ દિશામાં ત્રાંસા અસંખ્ય દ્વીપ સમુદ્રોની પછી અન્ય લવણસમુદ્રમાં છે. બાહ્યવર્તી લવણસમુદ્રનો સૂર્યદ્વીપ પશ્ચિમ વેદિકાના અંતિમ ભાગથી લવણસમુદ્રના પૂર્વમાં બાર હજાર યોજન જવા પછી આવેલો છે. એના આયામ-વિખંભ વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. એની રાજધાની પશ્ચિમમાં ત્રાંસા અસંખ્યદ્વીપ સમુદ્રોની બાદ અન્ય લવણસમુદ્રમાં છે.
ધાતકીખંડ દ્વીપ, કાળોદ સમુદ્ર, પુષ્કરવરદ્વીપ, પુષ્કરોદ સમુદ્ર, દેવદ્વીપ, દેવોદ સમુદ્ર, સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્રના ચંદ્ર-સૂર્યદ્વીપોનું વર્ણન પૂર્વની અનુસાર છે. ચંદ્રદ્વીપ પૂર્વી વેદિકાથી અને સૂર્યદ્વીપ પશ્ચિમી વેદિકાથી સમુદ્રમાં બાર હજાર યોજન જવા પછી આવેલો છે.
ચંદ્ર સૂર્ય દ્વીપોની રાજધાનીઓ દ્વીપોમાં અને સમુદ્રની રાજધાનીઓ સમુદ્રમાં છે. કેટલીક રાજધાનીઓ આભ્યન્તર
પાર્શ્વમાં અને કેટલીક જ બાહ્ય પાર્શ્વમાં છે.
ગ્રહવર્ણન : સૂત્ર ૧૧૪૦-૧૧૫૬ પૃ. ૧૯૯-૨૦૫
અંગારક (મંગળ) વગેરે ભાવકેતુ પર્યંત અડ્ડાસી મહાગ્રહ છે. એમા પ્રમુખ આઠ ગ્રહોના નામ આ પ્રમાણે છે - ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. શુક્ર, ૪. બુધ, પ. બૃહસ્પતિ, ૬. મંગળ, ૭. શનૈશ્વર અને (રાહુ), ૮. કેતુ. આ આઠમાંથી સૂર્ય-ચંદ્રના સિવાય બાકીના છ તારાગ્રહ કહેવાય છે.
શુક્રને મહાગ્રહ (રૂપે) માનવામાં આવ્યો છે. એની અશ્વવીથિ વગેરે નવ વીથિઓ છે. શુક્ર મહાગ્રહ પશ્ચિમ દિશામાં ઉદય થઈને ઓગણીસ નક્ષત્રોની સાથે ગતિ કરીને પશ્ચિમ દિશામાં જ અસ્ત પામે છે.
રાહુ પણ શુક્રની જેમ મહાગ્રહ માનવામાં આવ્યો છે. એના સંઘાટક વગેરે નવ નામ દર્શાવવામાં આવ્યા છે. રાહુના બે પ્રકાર છે. (૧) ધ્રુવ રાહુ (૨) પર્વ રાહુ. ધ્રુવ રાહુ કૃષ્ણ પક્ષની એકમથી અમાસ પર્યંત પોતાના પંદર ભાગોમાંથી એક (પછી) એક ભાગને વધારતો એવો ચંદ્રના પંદરમા ભાગના પ્રકાશને ઢાંકી દે છે. પંદરમા ભાગના અંતિમ સમયમાં ચંદ્ર ધ્રુવ રાહુથી પૂર્ણપણે ઢંકાયેલો રહે છે અને બાકીના સમયે (દરમ્યાન) ઢંકાયેલો અને ઉઘાડો રહે છે. શુકલ પક્ષમાં કૃષ્ણપક્ષ કરતા ઉલ્ટો ક્રમ સમજવો જોઈએ, અર્થાત્ એક (પછી) એક ભાગ ઉઘાડો થતો જાય છે. પંદરમા દિવસના (પૂર્ણિમા) અંતિમ સમયમાં પૂર્ણપણે ઉઘાડો રહે છે. બાકીના સમયોમાં કંઈક ઢંકાયેલો અને કંઈક ઉઘાડો રહે છે.
પર્વ રાહુ ઓછામાં ઓછા છ માસ પછી ચંદ્ર સૂર્યને ઢાંકી દે છે અને વધુમાં વધુ બેંતાલીસ માસ પછી ચંદ્રને અને અડતાલીસ સંવત્સર પછી સૂર્યને ઢાંકી દે છે.
લાલવણ્
રાહુના વિમાન કૃષ્ણ વગેરે પાંચ રંગના હોય છે. કૃષ્ણવર્ણી - પક્ષીના જેવા રંગના, નીલવર્ણી- તુંબડા જેવા, મંજિષ્ઠ જેવા, પીતવર્ણી- હલધર જેવા, શ્વેતવર્ણી
ભસ્મના ઢગલા જેવા રંગના છે.
રાહુના કાર્ય અંગે બે માન્યતાઓ છે - રાહુને દેવ માનનારાઓ (કહે છે કે) ચંદ્ર અને સૂર્યને ગ્રહણ કરે છે અને તે નીચે (જણાવેલ) પ્રકારે ગ્રહણ કરે છે. (૧) ઉપરથી નીચે અને નીચેથી ઉ૫૨ (તરફ) ગ્રહણ કરી (પછીથી)
-
Jain Education International
101
.
For Private
-
Personal Use Only
www.jainelibrary.org