________________
જ્યારે સોળ મુહર્તથી ઓછો દિવસ હોય છે ત્યારે ચૌદ મુહૂર્તથી કંઈક અધિક રાત્રિ હોય છે. જ્યારે પંદર મુહૂર્તથી કંઈક ઓછો દિવસ હોય છે ત્યારે પંદર મુહૂર્તથી કંઈક અધિકની રાત્રિ હોય છે. જ્યારે ચૌદ મુહૂર્તથી ઓછો દિવસ હોય છે ત્યારે સોળ મુહર્તથી કંઈક વધુની રાત્રિ હોય છે. જ્યારે તેર મુહૂર્તથી કંઈક ઓછો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્તથી કંઈક વધુની રાત્રિ હોય છે. જ્યારે જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે.
સૂર્યનો પ્રકાશ એક રૂપ રહે છે તે અંગે પચ્ચીસ માન્યતાઓ છે કે - પ્રતિક્ષણ અન્ય ઉત્પન્ન અને અન્ય વિલીન થાય છે. એ ક્રમમાં આગળ વધતા વધતા મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સોવર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વ, પલ્યોપમ, સાગરોપમ વગેરેથી લઈને અંતિમ માન્યતા પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવી જોઈએ. પરંતુ યથાર્થ એ છે કે-ત્રીસ-ત્રીસ મુહર્ત પર્યત સૂર્યનો પ્રકાશ અવસ્થિત રહે છે. પછી અનવસ્થિત થઈ જાય છે. છ માસ પ્રકાશ વધતો રહે છે અને છ માસ ઘટતો રહે છે. એનું કારણ મંડળથી મંડળાન્તરમાં આગમન અને નિષ્ક્રમણ છે. છ માસ સર્વાભ્યન્તર મંડળથી સર્વ બાહ્ય મંડળની તરફ ગમન કરે છે અને છ માસ સર્વ બાહ્ય મંડળથી સર્વ આભ્યન્તર મંડળની તરફ આગમન કરે છે.
સર્વ વડે પ્રકાશિત પર્વતને માટે વીસ વીસ માન્યતાઓ છે કે - મંદર પર્વત -પાવતુ- પર્વતરાજ પ્રકાશિત થાય છે. સિદ્ધાંત પણ એજ કહે છે કે - મંદર પર્વત પણ પ્રકાશિત થાય છે. પર્વતરાજ પણ પ્રકાશિત થાય છે કેમકે - એ મેરુ પર્વતનું અપર નામ છે. પૃષ્ટ, સૂક્ષ્મ અને મંદર પર્વતની ચારેબાજુના ઉપરના ભાગના પુગલ પણ પ્રકાશિત થાય છે. અને એજ સૂર્યના પ્રકાશને અવરુદ્ધ કરે છે.
જંબુદ્વીપમાં સૂર્ય વર્તમાન ક્ષેત્રમાં ગતિ કરે છે. એનો સ્પર્શ કરીને ગતિ કરે છે અને છયે દિશાઓમાં ચાલે છે. અતીત, અનાગત તેમજ અસ્પષ્ટ ક્ષેત્રમાં તથા કોઈ એક દિશામાં નથી ચાલતો. એ પ્રકારે ઉદ્યોતિત, અવભાસિત વગેરેના માટે પણ જાણવું જોઈએ. ઉપરની તરફ તાપક્ષેત્ર એકસો યોજન, નીચેની તરફ અઢારસો યોજન અને ત્રાંસા સુડતાલીસ હજાર બસો ત્રેસઠ યોજન અને એક યોજનના સાઈઠ ભાગોમાંથી એકવીસ ભાગ જેટલું છે. આ તાપક્ષેત્રની સંસ્થિતિ અંગે સોળ માન્યતાઓ છે. જેમકે - ઘરનો આકાર, ગૃહાપણ, પ્રાસાદ, ગોપુર, પ્રેક્ષાગૃહ, વલભી, હર્પતલ, બાલાઝપોતિકા, જંબુદ્વીપ, ભરતક્ષેત્ર, ઉદ્યાન, નિર્માણ, બે નિષધ, સેચનક, સેચનક પૃષ્ઠ (બાજપક્ષીનો પૃષ્ઠ ભાગ) જેવી સંસ્થતિ (સ્થિરતા) કહેવામાં આવી છે પરંતુ યથાર્થ એ છે કે - ઉપરની બાજુ મુખ કરેલ કલંબુના પુષ્પ જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ છે. જે અંદરથી સંકુચિત, વૃત્ત, અંકમુખ-પદ્માસન સ્થિત પુરુષાકાર છે અને બહારથી વિસ્તૃત, પહોળી, લાંબી- પહોળી અને સ્વસ્તિક-અગ્રભાગાકાર છે. તાપક્ષેત્રનાં બન્ને પડખામાં સર્વ આભ્યન્તર અને સર્વબાહ્ય એ બન્ને બાહાઓ પીસ્તાલીસ-પીસ્તાલીસ હજાર યોજન લાંબી અવસ્થિત છે. સર્વાભ્યન્તર બાહાની પરિધિ લવણસમુદ્રની સમીપ નવ હજાર ચારસો છયાસી યોજના અને એક યોજનના દસ ભાગોમાંથી નવ ભાગ જેટલી છે અને સર્વ બાહ્ય બાહાની પરિધિ લવણસમુદ્ર નજીક ચોરાણું હજાર આઠસો અડસઠ યોજન અને એક યોજનના દસ ભાગોમાંથી ચાર ભાગ જેટલી છે.
સૂર્યના તાપક્ષેત્રનો આયામ અટ્ટોત્તેર હજાર ત્રણસો તેત્રીસ યોજન અને એક યોજનના ત્રણ ભાગોમાંથી એક ભાગ જેટલો છે. અંધકારની સંસ્થિતિ ઉપરની બાજુ મુખ કરેલ નલીની પુષ્પ જેવી હોય છે. એના સર્વાભ્યત્તર બાહુની પરિધિ મેરુ પર્વતની પાસે છ હજાર ત્રણસો ચોવીસ યોજન અને એક યોજનના દસ ભાગોમાંથી છ ભાગ જેટલી હોય છે અને સર્વ બાહ્ય બાજુની પરિધિ લવણ સમુદ્રની પાસે ત્રેસઠ હજાર બસો પીસ્તાલીસ યોજન અને એક યોજનના દસ ભાગોમાંથી છ ભાગ જેટલી છે. અંધકારનો આયામ અને તાપક્ષેત્રની સંસ્થિતિ પણ આ પ્રમાણે જાણવી જોઈએ. સૂર્ય વર્તમાન ક્ષેત્ર, સ્પષ્ટ ક્ષેત્ર તથા છયે દિશાઓમાં ક્રિયા કરે છે અને વેશ્યા તેના પ્રતિઘાતને કારણે ઉદય અને અસ્તના સમયે સૂર્ય દૂર દેખાય છે તેમજ વેશ્યાના અભિશાપથી મધ્યાહનમાં સમીપ દેખાય છે.
સૂર્ય જે સ્થિતિમાં પોષી છાયા કરે છે એ અંગે ત્રણ માન્યતાઓ છે - (૧) સૂર્યના તેજ સાથે જેટલા પુદ્ગલોનો સ્પર્શ થાય છે એટલે તે તપે છે અને તપ્યા બાદ બાહ્ય પુદ્ગલો તપાવે છે. (૨) સૂર્યના તેજ સાથે જેટલા પુદ્ગલોનો સ્પર્શ થાય છે તે પુદ્ગલ તપતા નથી અને તે વિના તપેલા પુદ્ગલ સમીપવર્તી બાહ્ય પુદ્ગલોને પણ તપાવતા નથી. (૩) સૂર્યના તેજ સાથે જેટલા પુદ્ગલનો સ્પર્શ થાય છે એમાંથી કેટલાક જ પુદ્ગલ તપે છે અને કેટલાક જ નથી તપતા. તપેલા એવા પુદ્ગલ સમીપનાં કેટલાક જ બાહ્ય પુદ્ગલોને તપાવે છે અને કેટલાકને નથી તપાવતા. પરંતુ આગમિક માન્યતા એ છે કે - ચંદ્ર-સૂર્ય દેવના વિમાનોમાંથી લેશ્યાઓ નીકળે છે અને સન્મુખવર્તી દિશાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org