________________
પહેલો, બીજો, ત્રીજો વગેરે પૂર્ણિમા સ્થાનોથી આગળના મંડળોમાં એકસો ચોવીસ-એકસો ચોવીસ વિભાગ કરીને એમાંથી પ્રત્યેક મંડળના બત્રીસ વિભાગોને લઈને તે-તે વિભાગોમાં તે-તે પૂર્ણિમાઓ (સાથે) ચંદ્ર યોગ કરે છે. ફરી અભિલાપથી અમાવસ્યાઓમાં પણ યોગ કહેવો જોઈએ. પાંચ સંવત્સરોમાં બાસઠ પૂર્ણિમાએ તેમજ બાસઠ અમાવસ્યાઓ છે.
જબૂદ્વીપના ચંદ્રોના ચંદ્ર દ્વીપ મંદર પર્વતની પૂર્વમાં લવણસમુદ્રમાં બાર હજાર યોજન જવાના (સ્થાને) છે. એ ચંદ્ર દ્વીપના અંતિમ ભાગમાં સાડા નેવ્યાસી યોજન તથા એક યોજનના પંચાણું ભાગોમાંથી ચાલીસ ભાગ જેટલું અને લવણસમુદ્રના અંતિમ ભાગથી બે કોસ જળથી ઊંચો છે. બાર હજાર યોજન લાંબો-પહોળો છે. પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. એની અંદર સમતલ ભૂમિભાગ છે અને જ્યોતિષી દેવ રહે છે. ત્યાં બાસઠ યોજન ઊંચા પ્રાસાદાવંતસક છે. બે યોજન લાંબી-પહોળી મણિપીઠિકા છે. સ્થાને-સ્થાને વાવડીઓ છે. એમાં ચંદ્રવર્ણી કમળ છે. ચાર હજાર સામાનિક દેવો વગેરે પર આધિપત્ય કરવાને કારણે ત્યાં જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર રહે છે. ચંદ્ર દ્વીપ શાશ્વત છે. ચંદ્ર દ્વીપોની પૂર્વમાં ત્રાંસા અસંખ્યાત દ્વીપોને પાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં બાર હજાર યોજન જવા પર ચંદ્રોની ચંદ્રા નામની રાજધાનીઓ છે.
ચંદ્રમંડળોમાં કેટલાક મંડળ સદા નક્ષત્રોથી અવિરહિત અને કેટલાક વિરહિત રહે છે. કેટલાક એવા છે કેજે ચંદ્ર, સૂર્ય, નક્ષત્રોથી સામાન્ય રહે છે. કેટલાક સદા સૂર્યોથી વિરહિત રહે છે. પંદર ચંદ્ર મંડળોમાંથી પહેલો, ત્રીજો, છઠ્ઠો, સાતમુ, આઠમ, દસમુ, અગિયારમુ, પંદરમું આ આઠ સદા નક્ષત્રો સાથે અવિરહિત રહે છે. બીજુ. ચોથ, પાંચમું, નવમુ, બારમુ, તેરમુ, ચૌદમુ એ સાત નક્ષત્રો સાથે વિરહિત રહે છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની સાથે સામાન્ય રહેનાર મંડળ પહેલુ, બીજુ, અગિયારમુ અને પંદરમુ છે અને સૂર્ય સાથે વિરહિત રહેનારા ચંદ્રમંડળ છઠ્ઠ, સાતમે, આઠમુ, નવમુ અને દસમું છે.
( સૂર્ય વર્ણન ઃ સૂત્ર ૧૦૧૦-૧૧૧૦ પૃ.૦૪-૧૬૦ ) સૂર્યની મહિમા અવર્ણનીય છે. સૂર્યનો એક પર્યાયવાચી આદિત્ય’ શબ્દ છે એનો મતલબ એ છે કે-તે સમય, આવલિકા, ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ વગેરેનું કારણ છે. એટલે સૂર્યનું સ્વરૂપ અન્વયાર્થ, છાયા, પ્રભા અને લશ્યાને શુભ માનવામાં આવી છે.
સૂર્ય ઉદય અને અસ્તના સમયે સમાન અવકાશાન્તરથી નૈત્ર સ્પર્શિત, તેજસ્વી, પ્રકાશિત થાય છે. એ વિશેષ છે કે - સૂર્ય પૃષ્ટ, અવગાઢ, અનંતરાવગાઢ, સૂક્ષ્મ, સ્થૂળ પદાર્થોને ઊર્ધ્વ, અધ:, તિર્થક ક્ષેત્રને અને એના આદિ મધ્ય અને અંતિમ ભાગને પ્રકાશિત કરે છે. સ્વવિષય આદિને આનુપૂર્વીક્રમથી તથા છયે દિશાઓને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે તેજસ્વી વગેરે માટે પણ જાણવું જોઈએ.
લવણ સમુદ્રમાં સૂર્ય ઈશાન કોણમાં ઉદય પામી અગ્નિકોણમાં અસ્ત પામે છે. એવી રીતે અગ્નિકોણ આદિના ક્રમથી ઉત્તરવર્તી કોણમાં ઉદય અસ્ત થવાનું જાણવું જોઈએ. અંતિમ ઉદયઅસ્તનું કથન આ પ્રકારે છે કે – વાયવ્યકોણમાં ઉદય પામી ઈશાનકોણમાં અસ્ત થાય છે. ધાતકીખંડ દ્વીપ, કાળોદ સમુદ્ર, આભ્યન્તર પુષ્કરાર્ધમાં સૂર્યના ઉદય-અસ્તનો ક્રમ પણ એવા પ્રકારે છે.
જંબૂદ્વીપથી પુષ્કરાઈ દ્વીપ સુધી જ્યારે દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. અને પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. પૂર્વ-પશ્ચિમમાં દિવસ થાય ત્યારે દક્ષિણ-ઉત્તરમાં રાત્રિ હોય છે.
સૂર્યની ઉદયાવસ્થા અંગે માન્યતા ભેદ છે. એક માન્યતામાં મંદર પર્વતથી પૂર્વ-પશ્ચિમમાં સદા પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યાં રાત-દિવસ અવસ્થિત (વિદ્યમાન) કહેવામાં આવ્યા છે. એક માન્યતામાં રાત-દિવસ અનવસ્થિત કહેવામાં આવ્યા છે અને એક માન્યતામાં રાત-દિવસ બુચ્છિન્ન (અલગ) કહેવામાં આવ્યા છે પરંતુ યથાર્થ સત્ય ઉપર જે સંકેત કરવામાં આવ્યો છે તે જાણવો જોઈએ કે-પૂર્વવર્તી કોણમાં ઉદય થઈને અનન્તરવર્તી કોણમાં અસ્ત થાય છે અને દક્ષિણમાં દિવસ હોય તો ઉત્તરમાં પણ દિવસ હોય છે તથા પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. પૂર્વ-પશ્ચિમમાં દિવસ થાય ત્યારે દક્ષિણ-ઉત્તરમાં રાત્રિ થાય છે. ઉત્કૃષ્ટ દિવસ કે-રાત્રિ અઢાર મુહૂર્તની અને જઘન્ય દિવસ કે - રાત્રિ બાર મુહૂર્તની હોય છે. આ પ્રકારે બધુ મળીને દિવસ રાત્રિના ત્રીસ મુહૂર્ત થાય છે. દિનમાનમાં હાનિ થાય તો રાત્રિમાનમાં વૃદ્ધિ અને રાત્રિમાનમાં હાનિ થાય તો દિનમાનમાં વૃદ્ધિ થઈ જાય છે. જેમકે - જ્યારે અઢાર મુહૂર્તથી ઓછો દિવસ હોય છે ત્યારે બાર મુહૂર્તથી કંઈક અધિકની રાત્રિ હોય છે. જ્યારે સત્તર મુહૂર્તથી કંઈક ઓછો દિવસ હોય છે ત્યારે તેર મુહૂર્તથી કંઈક અધિકની રાત્રિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org