________________
પ્રસ્તુત પ્રતિરૂપોની ગણત્રી આજના યુગમાં દિવસે-દિવસે વધતી જાય છે. એના નિષ્કર્ષોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે પણ નીહારિકાઓનું અખિલ લોકની બહારની બાજુ તીવ્રાતિતીવ્ર વેગથી નિષ્કાસન પ્રતિક્ષણ થઈ રહેવાનું જે સપ્તરંગી વિશ્લેષણ થઈ શક્યું છે. એનું સંતોષકારક પ્રતિરૂપ (મૉડલ) પ્રાપ્ત નથી થઈ શકતું. જો બ્રહ્માંડ પ્રતિપલએ કારણે વિરલન ને પ્રાપ્ત થઈ રહ્યું છે તો એનું ઘનત્વ પ્રાયઃ સર્વત્ર ઔસતન એક સરખું કેમ છે? શું કોઈ શૂન્યમાં ઉત્પન્ન થતી રહે છે ? એવા અનેક પ્રકારના વિશ્વની સંરચના વિષયક સિદ્ધાંત પ્રતિપાદિત થયા છે. આઈન્સ્ટાઈન, બૉડી, હાયલ, જીન્સ, ચંદ્રશેખર પ્રભૂતિ એવા ઘણા વિદ્વાનોએ આજીવન આ અધ્યયનને સમર્પિત કર્યું છે. તે અંગેના ગણિતીય પ્રારૂપોનું અધ્યયન અને ગણિતાનુંયોગના વિષય સાથે એની તુલના કરવા માટે અમે સંદર્ભ ગ્રંથાવલીમાં યથોચિત સામગ્રી આપી રહ્યા છીએ.
આ સાથે ગણિતાનુયોગનો એક બીજો આધુનિક સંદર્ભ છે. તે છે વિજ્ઞાન ઈતિહાસ સંબંધી સંરચનાનો. પ્રથમ અધ્યાયમાં જે સૂત્રોમાં પ્રાપ્ત પ્રકરણ છે એને વિજ્ઞાનનો ઈતિહાસની શોધ કરવા રૂપે પ્રસ્તુત કરવો આવશ્યક છે. આ વિષય સ્વયં પોતે જ અત્યંત ગંભીર છે કેમકે - ઉદ્દગમ સંબંધી સમસ્યાઓ, વિશ્વ વિજ્ઞાન ઈતિહાસના સંદર્ભમાં અનેક પ્રકરણોમાં ગૂંચવાયેલી પડી છે. ઉદાહરણાર્થ ક્યા દેશમાં ક્યાં કાળમાં ત્યાંની સભ્યતાઓએ ક્યા પ્રકારની ગણિત વિજ્ઞાનની આવશ્યકતા ઉભી થઈ અને એને પોતાની આવશ્યકતાઓ અને સમસ્યાઓની પ્રસ્તુતિને ક્યા રૂપમાં હલ કરી તથા વિદેશોને અંતતઃમાં એનો શું લાભ મળ્યો.
તીર્થકર વર્ધમાન મહાવીરનો યુગ ક્રાન્તિકારી યુગ હતો જ્યારે હિંસાને અહિંસા સામે ટકી રહેવાનું હતું. એ સ્પષ્ટ છે કે - આ બુદ્ધિવાદી યુગમાં વર્ધમાન મહાવીરના તીર્થમાં લોક સંરચનાના આધારે કર્મ સિદ્ધાંતના સૂક્ષ્મતમ ગણિત દ્વારા નિર્મોહને પ્રસ્તુત કરવો પડ્યો હશે. અહિંસાના મૃદુ સ્પર્શમાં આ શુદ્ધ હીરા જેવી કઠોરતા પાંગરી હશે. તે આશ્ચર્ય લાગે છે. પરંતુ આત્માને અનુભૂતિ કરવી પડી હશે. કે કર્મોના વહેંચણી કરી શકાતી નથી. આ પ્રત્યનુભૂતિ જૈન ગણિતની પરાકાષ્ટા પર દષ્ટિગત થાય છે. આજનો વૈજ્ઞાનિક યુગ અતિ બુદ્ધિવાદી છે. એને ગણિતાનુંયોગ જેવા ગ્રંથો પર આધારિત કર્મગ્રંથોનું પરીક્ષણ વિધિથી ગણક મશીનો દ્વારા દિગ્ગદર્શન કરવાનું હવે અપરિહાર્ય બની ગયું છે. એના માટે ત્રણ પ્રકારની ગણક મશીનો આવશ્યક છે. જે ક્રમશ: સંસ્કૃત, પ્રાકૃત જૈન ગ્રંથો કે અનુવાદ એમાં સંગ્રહાયેલ ગણિત જ્યોતિષ અને સંગ્રહાયેલ કર્મ સિદ્ધાંતને વાસ્તવિકરૂપમાં દિગ્દર્શિત કરી શકે. આશા છે કે – વિશ્વવિદ્યાલયોમાં અથવા જૈન સંસ્થાઓમાં ગણિત પર આધારિત જૈન અધ્યયનનો પ્રારંભ કરવામાં આવશે, જેથી શોધની વાસ્તવિક ભાવનાને સંબળ પ્રાપ્ત થઈ શકે. શોધના વિષયની પસંદગી કરવા માટે ગરિનાનુંયોગ જેવા સર્વેક્ષણ ગ્રંથ ઉપયોગી સિદ્ધ થશે.
- લક્ષ્મીચંદ્ર જૈન.
Prof.
Addll.
L.C. Jain Hon. Director. DJICR, Hastinapur. Hon. Direcotr, A. vidyasagara Research Institute. Jabalpur. INSA. Research Associate, Physics Deptt. Rai Durgavati University, Jabalpur. L.M. Enistein Foundation international, Nagpur. M.G.B., D.C., Ghuvara L.M., J.R.S. LM., A.B.V.P.
#
#
#
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org