________________
- ૧-૧૧ ગંગા આદિ દ્વીપ વર્ણન : સૂત્ર
૬ થી ૭૦૦ પૃ. ૩૯-૩૦૨
(૧) ગંગાદ્વીપ - ગંગા પ્રપાત કુંડમાં આઠ યોજન લાંબો અને પહોળો, કંઈક અધિક પચીસ યોજનની પરિધિવાળો, પાણીની સપાટીથી બે કોશ ઊંચો વજૂમય ગંગાદ્વીપ છે. તે પાવર વેદિકા તથા વનખંડથી ઘેરાયેલ છે. તે દ્વીપમાં મહર્ધિક યાવતુ પલ્યોપમની સ્થિતિવાળી ગંગા દેવીનું એક કોશ લાંબુ, અર્ધ કોશ પહોળું તથા એક કોશ ઊંચુ મોટું ભવન છે.
(૨-૪) સિંધુ, રક્તા તથા રક્તાવતી દ્વીપોનું પ્રમાણ આવું જ છે.
(પ-૮) રોહિતા - રોહિતાશા, સુવર્ણક્લા અને રુચ્યલા દ્વીપો- ૧૬ યોજન લાંબા, કંઈક અધિક ૫૦ યોજનની પરિધિવાળા, પાણીની સપાટીથી બે કોશ ઊંચા, વજૂમય આ દ્વીપો છે.
(૯-૧૦) હરિ, હરિકાંતા દીપો- ૩ર યોજન લાંબા અને પહોળા, ૧ળ યોજનની પરિધિવાળા, પાણીની સપાટીથી બે કોશ ઊંચા. રત્નમય સ્વચ્છ અને સુંદર છે.
(૧૧-૧૪) નકાંત, નારીકાંત, શીતા અને શીતોદા દ્વીપો- ૬૪ યોજન લાંબા - પહોળા, ૨૦) યોજનની પરિધિવાળા, પાણીની સપાટીથી બે કોશ ઊંચા અને સર્વ વજૂમય છે.
આ બધામાં વિશાળભવનો છે. ત્યાં દ્વીપનાં નામો ધરાવતી દેવીઓ હોય છે.
૧-૧૨ એકોક દ્વીપ આદિ વર્ણન : સૂત્ર ૦૦૮ થી ૦૧૪ પૃ. ૩૭૨-૩૮૩ |
એકોરુક દ્વીપ : આ દ્વીપ જંબુદ્વીપનાં મેરુપર્વતની દક્ષિણમાં ક્ષુદ્ર-હિમવંત વર્ષઘર પર્વતનાં અંતિમ ઉત્તરપૂર્વાન્તના લવણ સમુદ્રમાં 300 યોજન જતાં દક્ષિણ દિશામાં આવેલ છે.
આ દ્વીપ ૩00 યોજન લાંબો-પહોળો છે અને કંઈક અધિક ૯૪૯ યોજનની પરિધિયુક્ત છે. એક પદ્મવરવેદિકા તથા વનખંડથી વીંટળાયેલ છે. વેદિકા આઠ યોજન ઊંચી તથા ૫૦૦ ધનુષ પહોળી છે તથા વનખંડ કંઈક ન્યૂન બે યોજન ગોળાકારની પહોળાઈમાં છે. આ દ્વીપમાં ઉદ્દાલક, કોદ્દાલક, કૃતમાલ, નૃત્યમાલ, શૃંગમાલ, દંતમાલ તથા શૈલમાલ નામનાં વૃક્ષસમૂહો છે. અનેક પ્રકારનાં હેરુતાલ વગેરે તાલવૃક્ષોનાં વન આવેલા છે. પંચવણ પુષ્પોથી સુશોભિત ગુલ્મ (વેલડીઓ) છે. વનરાજી છે. (અહીં ભોગભૂમિ જેવી સ્થિતિ છે. અહીંના માનવો સરળ સ્વભાવી છે) તેઓની જીવનોપયોગી વસ્તુઓ મનંગ, ભૂતાંગ, ‘મૂટિતાંગ, દીપશિખા, જયોતિશિખા, ચિત્રાંગ, ચિત્રરસ મયંગ. ગૃહાકાર નામના કલ્પવૃક્ષો પાસેથી પ્રાપ્ત થાય છે. અહીં તે વૃક્ષોનું વિસ્તૃત વર્ણન છે.
આભાષિક દ્વીપ - આ દ્વીપ મેરુ પર્વતની દક્ષિણમાં, ક્ષુદ્રહિમવંત પર્વતનો દક્ષિણ દિશા તરફનાં પૂર્વોતના અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ૩૦૦ યોજન જતાં આવે છે. બાકીનું વર્ણન એકોરુક દ્વીપ જેવું છે.
નાંગોલિક દ્વીપ - આ દ્વીપ મેરુપર્વતની દક્ષિણમાં ક્ષુદ્ર હિમવંત વર્ષઘર પર્વતની દક્ષિણ-પશ્ચિમી લવણ સમુદ્રમાં 300 યોજન જતા આવે છે.
વૈષાણિક દ્વીપ - આ દ્વીપ મેરુ પર્વતની દક્ષિણમાં ઉત્તર- પશ્ચિમી લવણ સમુદ્રમાં 300 યોજન જતાં આવે છે. શેષ વર્ણન એકોરુક પ્રમાણે છે.
હયક દ્વીપ - આ દ્વીપ એકોરુક દ્વીપનાં ઉત્તર-પૂર્વોતના અંતિમ ભાગમાં લવણ સમુદ્રમાં ૫૦૦ યોજન જતાં આવે છે. તે પ00 યોજન લાંબો-પહોળો છે. તથા કંઈક ન્યૂન ૧૨૬૫ યોજનની પરિધિયુક્ત છે.
ગજકર્ણદ્વીપ - આ દ્વીપ આભાષિક દ્વીપની દક્ષિણ-પૂર્વાન્તનાં અંતિમ ભાગમાં લવણસમુદ્રમાં પ00 યોજના જતાં આવે છે.
O
,
E
-
GS 90 SિSો પર
90.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org