SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ T HE RE | # 5: છે કે જે કરી ૧-૫ ક્ટ (શિખર) વર્ણન : સત્ર પ૪૯ થી પ૦ પૃ. ૩૦૭ ૩૩૨ | જંબૂદ્વીપમાં વર્ષધર પર્વતોના ૫૬ ફૂટો, વક્ષસ્કાર પર્વતોનાં ૯૬ કૂટ, મેરુ પર્વતનાં ૯ કૂટો, વૈતાઢ્ય પર્વતોનાં ૩૦૬ કુટો છે. આમ કુલ ૪૬૮ કુટો છે. વર્ષધર પર્વતોનાં પ૬ કૂટોમાંથી ૧૧ કૂટો ક્ષુદ્ર હિમવંત પર્વત ઉપર છે. ૧. પ્રથમ સિદ્ધાચતન કૂટ : આ કૂટ પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, ક્ષુદ્રહિમવંત કૂટની પૂર્વમાં ૫૦૦ યોજન ઊંચુ છે. મૂલમાં ૫૦૦ યોજન, મધ્યમાં ૩૭૫ યોજન તથા ઉપર ૨૫૦ યોજન પહોળું છે. તેની પરિધિ મૂળમાં કંઈક અધિક ૧૫૮૧ યોજન, મધ્યમાં કંઈક ન્યૂન ૧૧૮૬ યોજન તથા ઉપર કંઈક ન્યૂન ૭૯૧ યોજન છે. ૨. હિમવંત કૂટ - ભરતકૂટની પૂર્વમાં, સિદ્ધાયતન કૂટની પશ્ચિમમાં, ક્ષુદ્ર હિમવંત પર્વત પર આ ફૂટ છે. અહીં સાડાબાસઠ યોજન ઊંચું તથા સવા એકત્રીસ યોજન પહોળું એક પ્રાસાદાવતંસક છે. અહીં ક્ષુદ્રહિમવંત નામનો દેવ અધિપતિ છે. તેની ૧૨000 યોજન લાંબી અને પહોળી રાજધાની છે. ક્ષુદ્ર હિમવાનું, ભરત, હૈમવત તથા વૈશ્રમણ કૂટ ઉપર દેવો છે. બાકીના સાત કૂટો ઉપર દેવીઓ છે. મહા હિમવંત પર્વત ઉપર આઠ કૂટો છે. નિષધ અને નીલવંત પર્વત ઉપર નવ-નવ કૂટો છે. રુકમી પર્વત ઉપર આઠ કૂટો છે. શિખરી પર્વત ઉપર અગ્યાર કૂટો છે. ક્ષુદ્ર હિમવંત તથા શિખરી પર્વતના કૂટોનાં ઉપરી ચરમાંતથી ક્ષુદ્ર હિમવંત તથા શિખરી વર્ષધર પર્વતની સમભૂતલ પૃથ્વીનું અંતર 300 યોજન છે. મહાહિમવંત અને રુકમી કૂટથી તથા મહાહિમવંત અને રુમી વર્ષધર પર્વતની ભૂમિનું અંતર ૭00 યોજન છે. નિષધ તથા નીલવંતનાં કુટો અને નિષધ - નીલવંત વર્ષધર પર્વતની સમતલભૂમિનું અંતર ૯00 યોજન છે. ચિત્રકૂટ આદિ ૧૬ વક્ષસ્કાર પર્વતો ઉપર ૬૪ તથા ગજદંતાકાર એવા ચાર વક્ષસ્કાર પર્વત ઉપર ૩૨ કૂટો હોવાથી વક્ષસ્કાર પર્વતોનાં કુલ ૯૬ કૂટો છે. વિશેષમાં હરિસ્સહ કૂટમાં હરિસ્સહ દેવ છે. તેની હરિસ્સહા નામની રાજધાની છે. તે ૮૪ યોજન લાંબી તથા પહોળી છે અને તેની પરિધિ ૨,૬૫,૬૩૬ યોજન છે. આ કૂટો ઉપર દિગકમારી દેવીઓ પણ છે. વક્ષસ્કાર કૂટો સિવાયનાં હરિ તથા હરિસ્સહ કૂટો ૧૦00 યોજના ઊંચા, મૂળમાં ૧000 યોજન પહોળા છે તથા વક્ષસ્કાર પર્વતોનાં કૂટો પાંચ યોજન ઊંચા અને પ00 યોજન લાંબા તથા પહોળા છે. જંબુદ્વીપનાં ભરતક્ષેત્રમાં દીર્ધ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. પ્રથમ સિદ્ધાયતન કટ - પૂર્વદિશાનાં લવણ સમુદ્રથી પશ્ચિમમાં, ભરત કૂટની પૂર્વમાં આ ફૂટ આવેલ છે. તે સવા છ યોજન ઊંચું, મૂળમાં સવા છ યોજન, મધ્યમાં કંઈક ન્યૂન પાંચ યોજન તથા ઉપર કંઈક અધિક ત્રણ યોજન પહોળું છે તથા પરિધિ મૂળમાં કંઈક ન્યૂન ૨૨ યોજન, મધ્યમાં કઈક ન્યૂન ૧૫ યોજન તથા ઉપર કંઈક અધિક ૯ યોજનની છે. તેની ઉપર એક કોશ લાંબુ, અર્ધાકોશ પહોળું, કંઈક ન્યૂન એક કોશ ઊંચુ એક વિશાળ સિદ્ધાયતન છે. તેની દિવાલો ઉપર ઘણાજ ચિત્રો દોરેલા છે. દક્ષિણાર્ધ ભરત કૂટ ઉપર દક્ષિણાર્ધ ભરત નામનો મહર્ધિક યાવત્ પલ્યોલ્યમની આયુઃ સ્થિતિવાળો દેવ વસે છે. તેની ભરતા નામની રાજધાની બીજા જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં ૧૨000 યોજન જતાં આવે છે. ઐરાવત ક્ષેત્રમાં પણ દીર્ધ વૈતાય પર્વત ઉપર નવ કૂટો છે. મહાવિદેહ ક્ષેત્રનાં સુકચ્છ વગેરે વિજયોમાં દીધું વૈતાઢ્ય પર્વતો ઉપર ૨૮૮ કૂટો છે. અર્થાત પ્રત્યેક વિજયમાં નવ – નવ કૂટો છે. (૭૪ ૩૨ = ૨૮૮). નંદનવનમાં નવ કૂટ છે. જે મેરુ પર્વતનાં પૂર્વ સિદ્ધાયતનની ઉત્તરે, ઉત્તર-પૂર્વ પ્રાસાદાવતંસકની દક્ષિણે આવેલ છે. તે પાંચસો યોજન ઊંચા છે તે બધામાં દેવીઓનાં નિવાસો છે અને તેમની રાજધાનીઓ અલગ અલગ દિશાઓમાં દર્શાવાઈ છે. ભદ્રશાલ વનમાં આઠ દિગ્ગજ કૂટો છે, પલ્મોત્તર કૂટ મેરુ પર્વતનાં ઉત્તર-પૂર્વ ખુણામાં અને પૂર્વી શીતા નદીના ઉત્તરમાં આવેલો છે. તે પાંચસો યોજન ઊંચુ છે. પાંચસો ગાઉ જમીનની અંદર છે. અહીં પધોત્તર નામે દેવ છે. તેની રાજધાની ઉત્તર-પૂર્વમાં છે. બાકીનાં સાત કૂટોમાં પણ કૂટો જેવા નામ ધરાવતા દેવો અધિપતિ છે તથા તેમની રાજધાની અલગ-અલગ દિશાઓમાં આવેલી છે. ચકવર પર્વત ઉપર પૂર્વ આદિ ચાર દિશાઓમાં આઠ-આઠ કૂટો છે. આ કુલ ૩૨ કૂટો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy