SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ યોજન, મધ્યમાં ૧૮ યોજન અને ઉપર ૧૨ યોજનની તેની પરિધિ છે. ત્યાં પદ્મવરવેદિકા એક કોશ લાંબી અર્ધકોશ પહોળી તથા કંઈક ન્યૂન એક કોશ ઊંચી છે. ઋષભ નામનો મહર્ષિક દેવ અધિપતિ છે. તેની રાજધાની દક્ષિણમાં છે. ઐરવત ક્ષેત્રમાં પણ ૠષભકૂટ આવા જ પ્રકારનો છે. ઉત્તરાર્ધ કચ્છ વિજયનો ૠષભકૂટ પર્વત સિંધુકુંડની પૂર્વમાં, ગંગાકુંડની પશ્ચિમમાં, નીલવંત વર્ષધર પર્વતનાં દક્ષિણ ભાગમાં આવેલ છે. તે પણ આઠ યોજન ઊંચો છે વગેરે બીજું વર્ણન પૂર્વવત્ છે. જંબુદ્રીપમાં ૨૦ વક્ષસ્કાર પર્વતો છે. તેમાંથી માલ્યવંત વગેરે ૧૦ વક્ષસ્કાર પર્વતો મેરુ પર્વતના પૂર્વમાં, સીતા મહાનદીનાં બન્ને કિનારે આવેલ છે તથા વિદ્યુત્પ્રભ વગેરે ૧૦ વક્ષસ્કાર પર્વતો મેરુપર્વતની પશ્ચિમમાં સીતોદા મહાનદીનાં બન્ને કિનારાઓ ઉપર આવેલ છે. આ પર્વતો સીતા અને સીતોદા મહાનદી તથા મેરુ પર્વતની આજુ-બાજુમાં પાંચસો ગાઉ જમીનમાં ઊંડા છે અને પાંચસો ધનુષ ઊંચા છે. તથા નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોની પાસે ચારસો યોજન ઊંચા તથા ચારસો ગાઉ જમીનમાં ઊંડા છે. ચાર ગજદંત જેવા આકારનાં વક્ષસ્કાર પર્વતો છે. તેમાં બે સૌમનસ તથા વિદ્યુત્પ્રભ પર્વતો મેરુ પર્વતની દક્ષિણમાં દેવકુની પૂર્વ-પશ્ચિમનાં પડખે અશ્વનાં સ્કંધની જેમ અર્ધચંદ્રાકાર સંસ્થાન વાળા છે. તથા ગંધમાદન અને માલ્યવંત નામના બે પર્વતો ઉત્તરકુર ક્ષેત્રનાં પૂર્વ-પશ્ચિમ ભાગમાં આવેલા છે. વીસ વક્ષસ્કાર પર્વતો છે ૧. માલ્યવંત. મેરુ પર્વતથી ઉત્તર-પૂર્વીખુણામાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, ઉત્તરકુરુક્ષેત્રથી પૂર્વમાં, વત્સ નામના વિજયથી પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્રમાં આવેલ છે. તે વૈસૂર્યરત્નમય છે. ત્યાં ઠેક-ઠેકાણે (સરીખા) ગુલ્મો વગેરે છે. ર. ચિત્રકૂટ- સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં કચ્છ વિજયની પૂર્વમાં તથા સુકચ્છ વિજયની પશ્ચિમમાં આવેલ છે. તે ૧૬૫૯૨-૨૧૯ યોજન લાંબો તથા ૫૦૦ યોજન પહોળો છે. નીલવંતની પાસે તેની ઊંચાઈ ચારસો યોજન છે અને જમીનમાં ચારસો કોશ ઊંડા છે તથા સીતા નદી પાસે તેની ઊંચાઈ પાંચસો યોજન છે અને જમીનમાં પાંચસો કોશ ઊંડા છે. ૩. નલિનકૂટ : નીલવંત પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, મંગલાવતી વિજયની પશ્ચિમમાં તથા આવર્તવિજયની પૂર્વમાં આવેલ છે. ૪. એકશૈલ : પુષ્કલાવર્ત વિજયની પૂર્વમાં, પુષ્કલાવતી વિજયની પશ્ચિમમાં, નીલવંતની દક્ષિણમાં તથા સીતા નદીની ઉત્તરમાં આવેલ છે. ૫. સૌમનસ ઃ નિષધ પર્વતથી ઉત્તરમાં, મેરુપર્વતથી દક્ષિણ-પૂર્વી ખૂણામાં, મંગલવતી વિજયથી પશ્ચિમમાં તથા દેવકુરુથી પૂર્વમાં આવેલ છે. સમગ્ર પર્વત રૌખમય છે. ૐ. વિદ્યુત્પ્રભ : નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, મેરુ પર્વતનાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં, દેવકુરુ ની પશ્ચિમમાં તથા પદ્મવિજયની પૂર્વમાં આવેલ છે. ૭. ગંધમાદન : નીલવંતની દક્ષિણમાં, મેરુની ઉત્તર-પશ્ચિમમાં, ગંધિલાવતી વિજયની પૂર્વમાં તથા ઉત્તરકુની પશ્ચિમમાં આવેલ છે. તે ૩૦૨૦૯-૬ ૧૯ યોજન લાંબો છે. નીલવંતની પાસે તે ૪૦૦ યોજન ઊંચો છે. ૪૦૦ કોશ ઘેરાવાવાળો છે. ૫૦૦ યોજન પહોળો છે તથા મેરુની પાસે ૫૦૦ યોજન ઊંચો, ૫૦૦ કોશ જમીનમાં ઊંડો તથા અંગુલનાં અસંખ્યાતમાં ભાગ જેટલો પહોળો છે. બધા પર્વતોમાં પર્વત જેવા નામનાં મહર્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા દેવો વસે છે. અન્ય વક્ષસ્કાર પર્વતોનાં વર્ણન મળતાં નથી. Jain Education International 84 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy