SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યલોક પ્રારંભિક : સૂત્ર ૨૫૯૨૭૪ પૃ. ૧૭૮-૧૪૧ | ભગવાન્ મિથિલા નગરીમાં પધાર્યા. આર્ય ગૌતમ સ્વામીએ પૂછયું - હે ભગવન્! તિર્યલોક ક્ષેત્ર કેટલા પ્રકારનું છે ? જવાબમાં ભગવાને સમાધાન આપ્યું. તિર્યગલોકક્ષેત્રનો આકાર ઝાલર જેવો હોય છે અને તેનો કેન્દ્ર’ લોકનાં મધ્યભાગમાં જયાં આઠ રુચક પ્રદેશો છે ત્યાં આવેલ છે. પૂર્વાનુપૂર્વી, પશ્વાતુપૂર્વી, અનાનુપૂર્વીનાં ભેદથી તિર્થાલોક ક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારનાં છે, તેમાં જંબૂદ્વીપ, લવણસમુદ્ર વગેરે સ્વયંભૂરમણ દ્વીપસમુદ્ર પર્યન્ત અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. તે બધાની મધ્યમાં જંબુદ્વીપ છે. તેની ચારેબાજુ વીંટળાએલો લવણ સમુદ્ર છે. એ પ્રકારે આગળ-આગળનાં દ્વીપ સમુદ્રો વિષે જાણવું અને આ બધા બેગણા વિસ્તારવાળા છે. ૧. જેબૂદ્વીપ અધ્યયન : સૂત્ર ૨૫ થી ૦૧૪ - મૃ. ૧૪૨-૩૮૩ જંબૂદ્વીપમાં ખંડ, યોજન, વર્ષ, પર્વત, કૂટ, તીર્થ, શ્રેણીઓ, વિજય, દ્રહ તથા નદી આમ દશ (કથયિતવ્ય બાબતો) છે. ખંડ-ગણિત મુજબ ભરતક્ષેત્ર જેટલા પ્રમાણનાં એકસો નેવું (૧૯૦) ખંડ જંબુદ્વીપના થાય છે. જંબુદ્વીપનું ક્ષેત્રફળ સાત અબજ, નેવુ કરોડ, છપ્પન લાખ, ચોરાણુ હજાર, એકસો પચ્ચાસ યોજન બતાવ્યું છે. જંબૂદ્વીપની કલા ૧-૧૯૧ યોજન પ્રમાણ છે. જંબૂદ્વીપ બધા દ્વીપસમુદ્રની વચ્ચે સૌથી નાનું છે. જેનું સંસ્થાન રથનાં પૈડા જેટલું છે. કમલની કર્ણિકાની જેમ ગોળ છે. લંબાઈ-પહોળાઈ (વિખંભ) એક લાખ યોજનાનો છે તથા પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, અઠ્યાવીસ ધનુષ - કંઈક અધિક સાડા તેર અંગુલ છે. ઉદ્ધ (પૃથ્વી પરની મધ્યભાગની પહોળાઈ) એક હજાર યોજન તથા ઊંચાઈ નવ્વાણું હજાર યોજન છે. કુલ પરિમાણ એક લાખ યોજન છે. દ્રવ્યની અપેક્ષાએ આ જંબૂદ્વીપ શાશ્વત છે તથા વર્ણ વગેરે પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. કાલની અપેક્ષાએ નિત્ય છે. આ (જબૂદ્વીપ) પૃથ્વી, પાણી, જીવ તથા પગલોનું પરિણામ છે. જંબુદ્વીપમાં બધા જીવોની પૃથ્વીકાય અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે પહેલાં અનંતવાર ઉત્પત્તિ થઈ છે. જંબુદ્વીપ એક જગતી (પરકોટા) થી ચારેબાજુથી ઘેરાયેલ છે. આ જગતી આઠ યોજન ઊંચી છે. તે મૂલમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપરથી ચાર યોજનના વિષ્ફમવાલી છે. વરત્નમય તે પ્રકારનું સંસ્થાન (આકાર) ગાપુચ્છ જેવું હોય છે. જગતીમાં રત્નમય ગવાક્ષો (ઝરૂખાઓ) અડધા યોજન ઊંચા અને પાંચસો ધનુષ પહોળા છે. આ જંબૂદ્વીપ અધ્યયનમાં અનેક ઉપ અધ્યયનો છે૧. પદ્મવરવેદિકા અને વનખંડ વર્ણન (સૂત્ર ૨૭૭ થી ૩૦૬). વિજયદ્વાર આદિ વર્ણન (સુત્ર ૩૦૭ થી ૩૭૨) ક્ષેત્ર વર્ણન (સુત્ર ૩૭૩ થી ૪૫૨) 4. પર્વત વર્ણન (સૂત્ર ૪૫૩ થી ૫૪૮) ૫. ફૂટ (શિખર) વર્ણન (સૂત્ર ૫૪૦ થી ૫૯૭) ૬. ગુફા વર્ણન (સૂત્ર પ૯૮ થી ૦૧). કુંડ વર્ણન (સૂત્ર ૬૦૨ થી ૬૧૩) ૮. દ્રહ વર્ણન (સૂત્ર ૬૧૪ થી ૬૩૯) ૯. મહાનદી વર્ણન (સૂત્ર ૬૪૦ થી ૬૯૩) ૧૦. તીર્થ વર્ણન (૬૯૪-૬૯૫) ૧૧. હીપ વર્ણન (સૂત્ર ૬૯૬ થી ૭૦૭) ૧૨. એકક દ્વીપ આદિ વર્ણન (સૂત્ર ૭૦૮ થી ૭૧૪) હતા આ તક તો છે 73 K થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy