SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બલીની ત્રણ પરિષદાઓના નામ પણ ઉપરોક્ત જ છે. આભ્યન્તર પરિષદમાં વીસ હજારદેવ અને સાડા ચારસો દેવીઓ છે. મધ્યમ પરિષદમાં ચોવીસ હજાર દેવ તેમજ ચાર સો દેવીઓ છે. બાહ્ય પરિષદમાં અઠ્યાવીસ હજાર દેવ અને સાડા ત્રણસો દેવીઓ છે. નાગકુમારેન્દ્ર ધરણની ત્રણ પરિષદાઓના નામ અમરની સમાન છે. એમાં દેવ ક્રમશઃ સાઈઠ હજાર, સીત્તેર હજાર અને એંસી હજાર છે તથા દેવીઓ ક્રમશ: એકસો પંચોતેર, એકસો પચાસ અને એકસો પચીસ છે એ પ્રમાણે ભૂતાનંદની પરિષદાઓમાં દેવ ક્રમશ: પચાસ હજાર, સાઈઠ હજાર અને સીત્તેર હજાર છે તથા દેવીઓ ક્રમશ: બસો પચીસ, બસો અને એકસો પંચોતેર છે. બાકી ભવનવાસી ઈંદ્રાની પરિષદ અને એમાં દેવ-દેવીઓની સંખ્યા આજ પ્રકારની છે. બધા ભવનવાસી ઈંદ્રના સામાનિક દેવો, ત્રાયદ્ગિશક દેવો, લોકપાલો અને એની અઝમહિષિઓની પણ ત્રણ ત્રણ પરિષદાઓ છે. ચમર આદિ બધા ઈંદ્રોની સંખ્યા) સાતસો લાખ છે. અને સાત સેનાપતિ છે. સેનાઓના નામ-૧. પદાતિ ૨. અશ્વ ૩. કુંજર ૪. મહિષ પ. રથ ૬. નર્તક ૭. ગંધર્વસેના આ પ્રમાણે બધા ભવનપતિઓના સેનાપતિઓના નામ પણ અહીં આપવામાં આવ્યા છે. ભવનવાસી પદાતિ સેનાપતિઓના કચ્છોમાં દેવોની ગણના પણ કરવામાં આવી છે. ભવનવાસી ઈંદ્રો અને એના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પણ અહીં વિસ્તારથી કથન છે. બે ભવનવાસી દેવોમાં વિષમતાના કારણોનું પણ અહીં પ્રરૂપણ કરવામાં આવ્યું છે. જે ઉદાહરણ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે. કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન આ ભવનવાસી વાયુકુમાર દેવના ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. છપ્પન દિશાકુમારીકાઓ છે. એની સંખ્યા આ પ્રકારે છે-આઠ અધોલોકવાસી, આઠ ઊર્ધ્વલોકવાસી, આઠ પૂર્વ દિશાના રૂચક પર્વતવાસી, આઠ દક્ષિણ દિશાના રૂચક પર્વતવાસી, આઠ પશ્ચિમ દિશાના રૂચક પર્વતવાસી, આઠ ઉત્તર દિશાના રૂચક પર્વતવાસી. આ પ્રમાણે આ અધોલોક સ્થિત ભવનવાસી દેવનો સારસંક્ષેપ થયો. હવે સામાન્યરૂપથી પૃથ્વીકાય આદિની સંક્ષિપ્તમાં ચર્ચા કરવામાં આવશે. છ: કાયોના સ્થાન : સૂત્ર ૨૩૯-૨૫૮ પૃ. ૧૨૮-૧૩૦ | ૧. પર્યાપ્ત - અપર્યાપ્ત પૃથ્વીકાયિકોના સ્થાન સ્વસ્થાનની અપેક્ષા આઠેય પૃથ્વીઓમાં છે. તથા તે અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોકમાં છે. ૨. પર્યાપ્ત - અપર્યાપ્ત અપ્રકાયિકોના સ્થાન સાત ઘનોદધિઓ તેમજ સાત ઘનોદધિવલયોમાં છે તથા ત્રણે લોકમાં છે. ૩. પર્યાપ્ત - અપર્યાપ્તતેજસ્કાયિકોના સ્થાન મનુષ્ય ક્ષેત્ર તેમજ પંદર કર્મભૂમિઓમાં નિર્ણોધ્ધતની અપેક્ષાએ તેમજ વ્યાઘાતની અપેક્ષાએ પાંચ વિદેહોમાં છે. ૪. પર્યાપ્ત - અપર્યાપ્ત વાયુકાયિકોના સ્થાન સાત ધનવાતો, સાત ઘનવાતવલયો, સાત તનુવાતો અને સાત તનુવાત - વલયોમાં છે. તેમજ ત્રણ લોકમાં છે. ૫.પર્યાપ્ત - અપર્યાપ્ત વનસ્પતિકાયિકોના સ્થાન સાત ઘનોદધિ અને સાત ઘનોદધિ વલયોમાં તથા ત્રણ લોકમાં છે. ૬. પર્યાપ્ત હીન્દ્રિયો, ત્રીન્દ્રિયો, ચતુરિન્દ્રિયો, પંચેન્દ્રિયો અને તિર્યલોકના એક દેશ ભાગમાં છે. તે બધા સ્થાન ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ અધોલોકના સાર સંક્ષેપની સામાન્ય રૂપરેખા છે. રીપE. N 72. - The Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy