SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ લોક-પ્રજ્ઞપ્તિ ૩. गंधमायणवक्खारपव्वयस्स णामहेउ ૬૪૮. ૧. તિર્યક્ લોક : વક્ષસ્કાર પર્વત गयदंतसं ठाणसंठिए सव्वरयणामए अच्छे - जाव पडिरूवे । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं य वणसंडेहिं सव्वओ समता संपरिक्खित्ते । गंधमायणस्स णं वक्खारपव्वयस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते- जाव- आसयंति | - તંવુ. વવ. ૪, મુ. o ૦ = (?) (૧) (૨) से केणट्ठे णं भंते ! एवं वुच्चइ-गंधमायणे वक्वारपव्वए गंधमायणे वक्खारपव्वए ? गोयमा ! गंधमायणस्स णं वक्खारपव्वयस्स गंधे से जाणाम कोgyडाण वा जाव - पीसिज्जमाणा વા, • उक्किरिज्जमाणाण वा, विकिरिज्जमाणाण વા, પરિભ્રુષ્નમાળાTવા - जाव-ओराला मण्णा - जाव-गंधा अभिणिस्सवंति भवे एयारूवेसिया १ । णो इणट्ठे समट्टे | गंधमायणस्स णं इत्तो इट्ठत्तराए चेव-जाव-गंधे पण्णत्ते । સૂત્ર ૫૪૮ એ ગજદંતના આકારનો છે. સર્વાત્મના રત્નમય તેમજ સ્વચ્છ છે- યાવત- મનોહર છે. આ બન્ને બે પદ્મવરવેદિકાઓ અને બે વનખંડોથી બધી બાજુઓથી ઘેરાયેલો છે. 3. ગંધમાદન વક્ષસ્કાર પર્વત પર અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ કહેવામાં આવ્યો છે- યાવ(અહીં દેવગણ ક્રીડા કરે છે) બેસે છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : ૫૪૮. પ્ર. ભગવન્ ! ગંધમાદન વક્ષસ્કાર પર્વત, ગંધમાદન વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? ગૌતમ ! ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ગંધ જેમકે કોષ્ઠાદિ સુગંધી દ્રવ્યોના પુટ-યાવ-દળતા હોય, ઉત્કીર્ણ કરવામાં આવતા હોય, વિખરાતા હોય, ઉપભોગ કરવામાં આવતા હોય -યાવએમાંથી જે ઉદાર મનોજ્ઞ-યાવ- ગંધ નીકળી હોય શું એવી ગંધ છે? નહીં, એવી નથી. ગંધમાદન પર્વતની ગંધ એનાથી પણ વધુ ઈષ્ટઈષ્ટતર-યાવ- મનોજ્ઞ ગંધ કહેવામાં આવી છે. ?. એ વીસ વક્ષસ્કાર પર્વતોમાંથી ચાર વક્ષસ્કાર પર્વત ગજદંત જેવી આકૃતિવાળા છે – એના નામ છે - (૧) માલ્યવન્ત (૨) સૌમનસ (૩) વિદ્યુત્પ્રભ (૪) ગંધમાદન. સ્થાનાંગ ૨, ઉર્દૂ. ૩, સૂત્ર ૮૭ની અનુસાર ચારેય પર્વતોનું પ્રમાણ સરખું છે. સોમનસ વક્ષસ્કા૨ પર્વત અને વિદ્યુત્પ્રભવક્ષસ્કાર પર્વત દેવકુરુક્ષેત્રનું વિભાજન કરે છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વત અને માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત ઉત્તર કુરુક્ષેત્રનું વિભાજન કરે છે. બાકીના સોળ વક્ષસ્કાર પર્વતોમાંથી ચાર વક્ષસ્કાર પર્વત (૧) ચિત્રકૂટ (૨) પદ્દમ (પક્ષ્મ) કૂટ(૩) નલિનકૂટ અને ઐકશેલ પર્વત સીતા મહાનદીના ઉત્તરી કિનારા પર છે. એના પ્રમાણ આદિનું સંક્ષિપ્ત વર્ણન અહીં કહેવાય છે. (૧)ત્રિકૂટ (૨) વૈશ્રમણ (૩)અંજન(૪) માતંજન – એ ચારે વક્ષસ્કાર પર્વતો સીતા મહાનદીની દક્ષિણી કિનારા પર સ્થિત છે અને એ સીતા મહાનદીની ઉત્તરી કિનારે ચારે પર્વતોના જેટલા પ્રમાણવાળા છે. જેમકે - વું નદ ચૈવ મયાજી મહાળવું उत्तरं पासं तह चैव दक्खिणिल्लं भाणियव्वं । નવુ. વવું. ૪. મુ. ૬૬ આ આગમોક્ત પ્રમાણ અનુસાર ત્રિકૂટાદિ ચારે પર્વતોની સરખી પ્રમાણતા સ્વતઃ સિધ્ધ છે. આ પ્રમાણે સીતોદા મહાનદીના દક્ષિણી કિનારા પર (૧) અંકાવર્ત(૨) પદ્માવતી (૩)આશીવિષ અને (૪)સુખાવહ પર્વત છે તથા સીતોદા મહાનદીના ઉત્તરી કિનારા પર-(૧) ચંદ્ર પર્વત (૨) સૂર્ય પર્વત (૩) નાગ પર્વત અને (૪) દેવપર્વત છે. આ આઠ પર્વતો સીતા મહાનદીના દક્ષિણી અને ઉત્તરી કિનારા ૫૨ સ્થિત પૂર્વોક્ત આઠ પર્વતોનાં પ્રમાણ જેટલા પ્રમાણવાળા છે. નીતોવાઇ વાદિભિત્યું પુત્તરિત્નું ... दाहिणिल्ले ... उत्तरिल्ले वि एवमेव भाणियव्वे जहा सीयाए નમ્યું. વવવુ. ૪, મુ. ૨૦૨ આગમોક્ત આ બન્ને સૂચનાઓની અનુસાર સીતોદા મહાનદીની દક્ષિણી અને ઉત્તરી કિનારા પર સ્થિત આઠ પર્વતોનું પ્રમાણ સીતા મહાનદીના દક્ષિણી અને ઉત્તરી કિનારા પર સ્થિત આઠ પર્વતો જેટલું છે. Jain' Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy