________________
સૂત્ર
૫૦૭
તિર્યક્ લોક : યમક દેવોની રાજધાનીઓ
ते णं वणसंडा साइरेगाई बारसजोयणसहस्साई आयामेणं, पंच जोयणसयाई विक्खभेणं । पत्तेयं पागारपरिक्खित्ता, किण्हा वणसंडवण्णओ, भूमीओ, पासायवडेंसगा य भाणियव्वा ।
जमिगाणं रायहाणीणं अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, वण्णओ त्ति ।
तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभा - एत्थ णं दुवे उवयारियालयणा पण्णत्ता ।
बारस जोअणसयाई आयाम विक्खंभेणं, तिण्णि जोयण - सहस्साई सत्त य पंचाणउए जोयणसए परिक्खेवेणं, अद्धकोसं च बाहल्लेणं, सव्वजंबूणयामया
અચ્છા |
पत्तेयं पत्तेयं पउमवरवेइया परिक्खित्ता, पत्तेयंपत्तेयं वणसंडवण्णओ भाणियव्वो, तिसोवाणपडिरूवगा, तोरणचउद्दिसिं, भूमिभागा य भाणियव्वत्ति । तस्स णं बहुमज्झदेसभाए - एत्थ णं एगे पासायवडेंसए पण्णत्ते ।
बावट्ठि जोयणाई अद्धजोयणं च उद्धं उच्चत्तेणं, इक्कतीसं जोयणाई कोसं च आयाम - विक्खंभेणं, वण्णओ उल्लोआ, भूमिभागा, सीहासणा सपरिवारा।
एवं पासायांतीओ- एत्थ पढमापंती- तेणं पासायवडेंसया एक्कतीसं जोयणाई कोसं च उद्धं उच्चत्तेणं, साइरेगाई अद्धसोलसजोयणाई આયામ-વિવસ્તુમાં |
बिइ अपासायपंती - ते णं पासायवडेंसया साइरेगाई अद्धसोलस जोयणाई उद्धं उच्चत्तेणं, साइरेगाई अट्टमाई जोयणाई आयाम विक्खंभेणं ।
तइअ पासायपंती- ते णं पासायवडेंसया साइरेगाई अट्ठमाई जोयणाई उद्धं उच्चत्तेणं, साइरेगाई अट्ठजोयणाई आयाम विक्खंभेणं वण्णओ, सीहासणा सपरिवारा ।
Jain Education International
For Private
ગણિતાનુયોગ ૨૮૧
તે વન બાર હજાર યોજનથી કંઈક વધુ લાંબા અને પાંચસો યોજન પહોળા છે.
Personal Use Only
તે દરેક (વન) પ્રાકારથી ઘેરાયેલા છે. તે કૃષ્ણ (કાળા) છે. વગેરે વનખંડની અહીં વક્તવ્યતા સમજી લેવું જોઈએ. ભૂમિઓ અને પ્રાસાદાવતંસકોનું પણ કથન કરી લેવું જોઈએ. યમિકા રાજધાનીઓની અંદર અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ છે. એનું વર્ણન (પૂર્વવત્) સમજી લેવું જોઈએ.
આઅતિસમ અને રમણીય ભૂભાગોની વચ્ચોવચ્ચ બે ઉવકારિકાલયન કહેવામાં આવ્યા છે.
તે બારસો યોજન લાંબા-પહોળા છે. ત્રણ હજાર સાતસો પંચાણું (૩,૭૯૫) યોજનની પરિધિવાળા છે. અડધા કોશની જાડાઈવાળા, સર્વાત્મના જંબૂનદમય અને સ્વચ્છ છે. (તે) દરેક એક-એક પદ્મવરવેદિકા અને એકએક વનખંડથી ઘેરાયેલા જાણવા જોઈએ. ત્રણ સોપાન પ્રતિરૂપક, ચારેબાજુમાં તોરણ અને ભૂમિ ભાગનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. એના ઠીક મધ્ય ભાગમાં એક - એક પ્રાસાદા વતંસક કહેવામાં આવેલ છે.
તે સાડા બાસઠ(ધ્રા) યોજન ઊંચો તેમજ સવા એકત્રીસ (૩૧૫) યોજન લાંબો-પહોળો છે. એની છત, ભૂમિભાગ તથા સપરિવાર સિંહાસનનું વર્ણન કહેવું જોઈએ.
એ પ્રમાણે (મૂળ પ્રાસાદાવતંસકની ચારે બાજુ બીજા) પ્રાસાદોની પંક્તિઓ છે. એમાં પ્રથમ પંક્તિના પ્રાસાદોની ઊંચાઈ સવા એકત્રીસ (૩૧૫)યોજનની અને લંબાઈ - પહોળાઈ સાડા પંદર (૧પપ્પા) યોજનથી કંઈક વધુ છે. બીજી પંક્તિના પ્રાસાદોની ઊંચાઈ સાડા પંદર (૧પા) યોજનથી કંઈક વધુ છે તથા લંબાઈ - પહોળાઈ સાડા સાત(ગા)યોજનથી કંઈક વધુ છે. • ત્રીજી પંક્તિના પ્રાસાદોની ઊંચાઈ સાડા સાત (ગા)યોજનથી કંઈક વધુ અને લંબાઈ - પહોળાઈ સાડા ત્રણ (ગા) યોજનથી કંઈક વધુ છે. એનું વર્ણન (પૂર્વવત્) સમજી લેવું જોઈએ. અહીં સપરિવાર સિંહાસન છે.
www.jairnel|brary.org