SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૬૬ देवदूसजयलाई णियंसेइ, णियंसित्ता अग्गेहिं वरेहिं य गंधेहि य मल्लेहि य अच्चेइ, अच्चित्ता पुष्फारूहणं गंधारूहणं, मल्लारूहणं, वण्णारूहणं, चुण्णारूहणं, आभरणारूहणं करे इ, करेत्ता आसत्तोसत्त विउलवट्टवग्घारिय मल्लदाम कलावं करेइ, करित्ता अच्छेहिं सण्हे हिं रययामयेहिं अच्छरसातंदुलेहिं जिणपडिमाणं पुरओ अट्ठट्ठमंगलए आलिहइ, आलिहित्ता कयग्गाहगहिय-करयल पब्भट्ठ विप्पमुक्केणं दसद्ध वण्णेणं कुसुमेणं मुक्क पुप्फ पुजोवयारकलियं ૬, करित्ता चंदप्पभ वइर-वेरूलिय-विमलदंडं-कंचनमणिरयण-भत्तिचित्तंकालागुरू-पवर-कुन्दुरूक्क-तुरुक्क धूवगंधुत्तमाणविद्धं धूमवट्टि विणिम्मुयंतं वेरूलियामयं कडुच्छुयं पग्गहित्तु पयत्तेण धूवं दाऊण जिणवराणं अट्ठसय विसुद्ध गंथजुत्तेहिं महावितेहिं अत्थजुत्तेहिं अपुणरूत्तेहिं संथुणइ, संथुणित्ता सत्तट्ठपयाई ओसरइ, ओसरित्ता वामं जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुं धरणियलंसि णिवाडेइ, णिवाडित्ता तिक्खुत्तो मुद्धाणं धरणियलंसि णमेइ. णमित्ता ईसिं पच्चुण्णमइ, पच्चुण्णमित्ता कडय-तुडिय थंभियाओ भुयाओ पडिसाहरइ, पडिसाहरित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी - શ્વેત દેવદૂષ્યયુગલ પહેરાવ્યાં. પહેરાવીને ઉત્કૃષ્ટ ઉત્તમ ગંધ દ્રવ્યો અને માલાઓથી પૂજા કરી. પૂજા કરીને એના ઉપર પુષ્પો ચઢાવ્યાં, ગંધ દ્રવ્યો ચઢાવ્યા, માલાઓ ચઢાવી. વર્ણ (કેશરાદિ) ચઢાવ્યા. ચૂર્ણ (ધાન) ચઢાવ્યા અને આભરણો ચઢાવ્યા. ચઢાવીને ઉપરથી જમીન સુધી પહોંચે એવી લાંબી ગોળ ગૂંથેલી પુષ્પમાલાઓથી વિભૂષિત કર્યા, વિભૂષિત કરીને આકાશ જેવા સ્વચ્છ, ચીકણા (પોલીસ) રજત જેવી કાંતિવાળા અક્ષત અખંડ ચોખાથી જીન પ્રતિમાઓની સામે અષ્ટમંગળ દ્રવ્યોનું આલેખન કર્યું. આલેખન કરીને કેશપાશ ગ્રહણ કરવા જેવો હાથનો ખોબો બનાવીને વિખરાઈ ગયેલા પંચરંગી ખીલેલા પુષ્પોના ઢગલા બનાવીને પુષ્પોપચાર કર્યો. પુષ્પોપચાર કરીને ચંદ્રકાંત, વજૂ અને વૈડૂર્યરત્નમય વિમલદંડોવાળા, સુવર્ણ, મણિઓ અને રત્નોના બનેલ ચિત્રોમાંથી ચિત્રિત શ્રેષ્ઠ કાલા અગર, કુન્દરૂષ્ક, તુરૂષ્ક ધૂપથી ઉત્તમ સુગંધવાળી ધૂપની વાટને બહાર નિકાળતા હોય એવા વજૂરત્નના બનેલા ધૂપ પાત્રોને લઈને ઘણી સાવધાનીપૂર્વક એમાં ધૂપ કરીને વિશુદ્ધ રચનાયુક્ત સાર્થક અપુનરુક્ત એવા એકસો આઠ ઉત્તમ છંદોથી સ્તુતિ કરી. સ્તુતિ કરીને સાત-આઠ ડગલા પાછળ સરક્યો. સરકીને ડાબી બાજુનું ઘુંટણ ઉપર ઉઠાવી. જમણો પગ જમીન ઉપર મૂક્યો. પગ મૂકીને ત્રણવાર પોતાના મસ્તકને જમીન તરફ નમાવ્યું. મસ્તક નમાવીને થોડો ઉચું કર્યું. ઉચું કરીને કટકો અને ત્રુટિતોથી ખંભિત ભુજાઓને એકઠા કર્યા. એકઠા કરીને બન્ને હાથ જોડીને મસ્તક પર આવર્ત કરીને અંજલિપૂર્વક તે આ પ્રમાણે કહેવા લાગ્યો-- 'અરિહંત ભગવંતો - યાવત- સિદ્ધિગતિને પ્રાપ્ત થએલા સઘળા તીર્થંકર ભગવંતોને મારા નમસ્કાર હો.” આ પ્રમાણે કહીને તેણે તેઓને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને જયાં સિદ્ધાયતનનો મધ્યાતિમધ્યભાગ હતો ત્યાં આવ્યો. ત્યાં આવીને દિવ્ય એવી ઉદક ધારાથી એનું સિંચન કર્યું. સિંચન કરીને સરસ ગૌશીર્ષ ચંદન વડે હથેળીઓ પર લેપ કરીને મંડલનું આલેખન કર્યું. આલેખન કરીને “णमोऽत्थुणं अरिहंताणं भगवंताणं - जाव - सिद्धिगइ णामधेयं ठाणं- संपत्ताणं" त्ति कट्ट वंदइ णमंसइ' वंदित्ता णमंसित्ता जेणेव सिद्धायतणस्स बहुमज्झदेसभाए तेणेव उवागच्छइ, उवागच्छित्ता दिब्वाए उदगधाराए अब्भुक्खइ, अब्भुक्खित्ता सरसेणं गोसीसचंदणेणं पंचंगुलितलेणं मंडलं आलिहइ, आलिहित्ता चच्चए ૧. વિજય દેવના આ વર્ણનમાં જિનપ્રતિમાઓનું અને એની પૂજાનું વિસ્તૃત વર્ણન છે. આ વર્ણન આચારાંગ પ્રથમ શ્રુતસ્કન્ધના પ્રથમ અધ્યયનમાં પ્રતિપાદિત અહિંસા વિધાનથી સર્વથા વિપરીત છે. કેમકે-જિનપૂજામાં ધૂપ, દીપ, પુષ્પ આદિનો પ્રયોગ નિરવદ્ય નથી અને સાવદ્ય આરાધનાથી જન્મ, જરા અને મરણના દુઃખોથી મુક્તિરૂપનિર્વાણ અસંભવ છે એવી શક્યતા છે કે જૈન પરંપરામાં ભક્તિમાર્ગની સ્થાપના તેમજ સુવ્યવસ્થાને માટે ચૈત્યવાસી આચાર્યોએ એવું વર્ણન કર્યું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy