________________
સૂત્ર
399
તિર્યક્ લોક
पडिणिक्खवित्ता सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठित्ता ववसायसभाओ पुरत्थिमिल्लेणं दारेणं पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव णंदा पोक्खरिणी तेव उवागच्छइ, उवागच्छिता णंदापुक्खरिणि अणुप्पयाहिणी करेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता पुरत्थिमिल्लेणं तिसोवाणपडिरूवगएणं पच्चोरूहइ, पच्चोरूहित्ता हत्थं पायं पक्खालेइ, पक्खालित्ता एगं महं सेयं रययामयं विमलसलिलपुण्णं मत्तगयमहाहाssसमाणं भिंगारं पगिण्हइ, पगिण्हित्ता जाई तत्थ उप्पलाई पउमाई- जाव-सयसहस्सपत्ताई ताई गिण्हइ, गिन्हित्ता गंदाओ पोक्खरिणीओ पच्चुत्तरेइ, पच्चुत्तरित्ता जेणेव सिद्धाययणे तेणेव पहारेत्थ गमणाए ।
तए तस्स विजयस्स देवस्स चत्तारि सामाणिय-साहस्सीओजाव - अण्णे य बहवे वाणमंतरा देवा य देवीओ य अप्पेगइया उप्पल हत्थगया- जाव-सहस्सपत्त हत्थगया, विजयं देवं पिट्ठओ पिट्ठओ अणुगच्छंति ।
तए णं तस्स विजयस्स देवस्स बहवे आभिओगिया देवा देविओ य कलस हत्थगया- जाव-धूवकडुच्छय हत्थगया विजयं देवं पिट्टओ पिट्ठओ अणुगच्छति ।
- નીવા. ૧.૩, ૩.૧, મુ. ૪૨
विजयदेवकयजिणपडिमाणं पूयणं
૨૬ ૬. તદ્ ં સે વિનય તેવે પહિં સામાળિય સાહસ્તહિં जाव- अण्णेहि य बहूहिं वाणमंतरेहिं देवेहि य देवीहि य सद्धिं संपरिवुडे सव्विड्ढीए- जाव- णिग्घोसणाइयरवेणं जेणेव सिद्धाययणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिद्धाययणं अणुप्पयाहिणी करेमाणे- करेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव देवच्छंदए तेणेव उवागच्छइ, उवागच्छित्ता आलोए जिणपडिमाणं पणामं करेइ,
करित्ता लोमहत्थगं गेण्हइ, गेण्हित्ता जिणपडिमाओ लोमहत्थएणं पमज्जइ, पमज्जित्ता सुरभिणा गंधोद हाणे, हाणत्ता दिव्वाए सुरभिगंधकासाइए गायाई लूहेड, लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाणि अणुलिंपइ, अणुलिंपित्ता जिणपडिमाणं अहयाई सेयाई
Jain Education International
For Private
-
વિજયદ્વાર
ગણિતાનુયોગ ૨૧૧
(પુસ્તક) મૂકીને સિંહાસન પરથી ઉઠ્યો. ઉઠીને પૂર્વદ્વારે થઈને વ્યવસાયસભાની બહાર નીકળીને તે જ્યાં નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને નંદા પુષ્કરિણીની પ્રદક્ષિણા કરીને તેના પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને પૂર્વદિશાવર્તી ત્રિસોપાન પ્રતિરૂપક (પંક્તિ)થી નીચે ઉતર્યો. નીચે ઉતરીને પુષ્કરિણીના જળ વડે હાથ-પગ ધોયા. હાથ-પગ ધોઈને મદોન્મત્ત ગજેન્દ્રના મહામુખ-સૂંઢ જેવી વિમલ જલથી પરિપૂર્ણ ચાંદીમાંથી બનેલ એક શ્રેષ્ઠવિશાલઝારી લીધી, ઝારી લઈને ત્યાં જેટલા પણ ઉત્પલો, પદ્મોયાવત્- શતપત્ર, સહસ્ત્રપત્ર વગેરે કમલો હતા તે બધા લીધા, કમલો લઈને નંદા પુષ્કરણીમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને જયાં સિદ્ધાયતન હતું તે તરફ ચાલવા લાગ્યો.
ત્યારબાદ તે વિજયદેવના ચાર હજાર સામાનિક દેવો -યાવ- બીજા અનેક વાણવ્યંતર દેવ અને દેવીઓ કે જેઓમાંથી કેટલાક પોતાના હાથોમાં ઉત્પલો યાવકેટલાક સહસ્ત્રપત્ર કમલ લીધેલા છે. એવા એ વિજય દેવની પાછળ-પાછળ ચાલતા હતા.
એ વિજય દેવના ઘણા બધા આભિયોગિક દેવ અને દેવીઓ હાથમાં કળશ -યાવ- ધુપ દાનીઓ લઈને વિજયદેવની પાછળ-પાછળ ચાલતા હતા.
વિજયદેવકૃત જિનપ્રતિમા પૂજન :
૩૬૬.
ત્યારબાદ તે વિજયદેવ ચાર હજાર સામાનિક દેવો - યાવ-બીજા પણ અનેક વાણવ્યંતર દેવો અને દેવીઓથી ઘેરાઈને સઘળા પ્રકારની ઋદ્ધિ - યાવ- વાજાંઓના ગડગડાટની સાથે જ્યાં સિદ્ધાયતન હતું ત્યાં ગયો ત્યાં જઈને તેણે સિદ્ધાયતની પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને જયાં દેવચ્છન્દક હતું ત્યાં ગયો. ત્યાં જઈને જિન પ્રતિમાઓને જોઈને પ્રણામ કર્યો.
પ્રણામ કરીને મોરપિચ્છ લીધું. મયુરપિચ્છ લઈને એનાથી જિનપ્રતિમાઓનું પ્રમાર્જન કર્યું. પ્રમજન કરીને સુવાસિત ગંધોદક વડે અભિષેક કર્યો. અભિષેક કરીને દિવ્ય અને સુંગધવાળા ગંધથી યુક્ત કાયિક વસ્ત્રખંડ (ટુવાલથી)એ પ્રતિમાઓના શરીરને લૂછ્યાં. લૂછીને સરસ ગોશીર્ષ ચંદનનો શરીર પર લેપ કર્યો. લેપ કરીને જિન પ્રતિમાઓને અક્ષત (કોરા)
www.jainelibrary.org
Personal Use Only