________________
૧૭૦ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક – વિજયવાર
સૂત્ર ૩૧૬
तासि णं मणिपेढियाणं उवरिं पत्तेयं-पत्तेयं सीहासण પૂછત્તા तेसि णं सीहासणाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा-तवणिज्जमया चक्कवाला, रययामया सीहा, सोवणिया पादा, णाणा मणिमयाइं पादपीढगाई, जंबुणयमयाइं गत्ताई, वइरामया संधी, णाणा मणिमए
तेणंसीहासणाईहामिय उसमजावपउमलयभत्तिचित्ता, ससारसारोवइय-विविह मणिरयणपायपीढा, अच्छरगमिउम-सूरग-नवतयकुसंतलिच्च-सीहकेसर-पच्चुत्थयाभिरामा, उवचिय- खोमदुगुल्लय-पडिच्छयणा, सुविरचियरयत्ताणा, रत्तंसुयसंवुया, सुरम्मा, आईणग-रू य-बूर-णवणीय - तूलमउयफासा, मउया पासाईया जाव पडिरूवा।
આ પ્રત્યેક મણિપીઠિકાઓની ઉપર એક-એક સિંહાસન બનાવેલા છે. આ સિંહાસનોનું વર્ણન આ પ્રમાણે છે, જેમ કે- એનો ચક્રવાળો (પાયાઓ રાખવાનો ભાગ) અધોવર્તી પ્રદેશ તપાવેલા સ્વર્ણથી બનેલો છે. સિંહોની આકૃતિઓ ચાંદીની બનેલી છે. પાયા સ્વર્ણના બનેલા છે. અનેક પ્રકારના મણિઓથી એની પાદપીઠ બનેલી છે. ઈષાઓ (પાટિયા)જાબૂનદ (સ્વર્ણ વિશેષ)ના બનેલા છે. એના સાંધાઓ વજુરત્ન વડે ભરવામાં આવ્યા છે અને અનેક મણિઓથી એનો મધ્યભાગ બનેલો છે. તે સિંહાસન ઈહામૃગ, વૃષભ-યાવતુ- પમલતાના ચિત્રોથી ચિત્રિત છે. એની પાદપીઠ શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ અનેક પ્રકારના વિવિધ મણીરત્નોની બનેલી છે. એના પર બીછાવેલા મૃદુ-સુકોમલ આચ્છાદનક (ચાદર)યુક્ત નવીન ત્વચાવાળા તત્કાલઉત્પન્ન થયેલા દર્ભના તૃણોથી ભરેલી ગાદીઓ ખૂબ જ મનમોહક છે તથા આચ્છાદનકોની ઉપર પણ અનેક વેલબૂટોવાળા બીજા પ્રતિચ્છાદનક (પલંગપોસ) બીછાવેલા છે. અને એ પલંગપોશ પર પણ સુંદર પ્રકારના બનેલા રજસ્ત્રાણ (કવર) નાંખવામાં આવ્યા છે, આ બધા સિંહાસન લાલ વસ્ત્રથી ઢંકાયેલા છે. અતિ રમણીય છે. એનો સ્પર્શ ચર્મમય વસ્ત્ર રૂ, શેમલના રૂ, શામલીના રૂ, નવનીત, તૂલ (આંકડાનું રૂ)ની સમાન અતિકોમલ છે. આ સિંહાસન અતિમૂદુ દર્શનીય-યાવ- પ્રતિરૂપ છે. તે સિંહાસનોમાંથી પ્રત્યેક સિંહાસન પર અલગ-અલગ વિજય-દૂષ્ય (વિશેષ વસ્ત્ર) હોવાનું કહેવામાં આવ્યું છે. તેવિજયષ્ય શંખ, કુંદપુષ્પ, જલકણ, અમૃત મથવાના દૂધના ફીણના ઢગ સમાન શ્વેત, સર્વ પ્રકારે રત્નમય સ્ફટિક સમાન સ્વચ્છ વાવત- પ્રતિરૂપ છે. આ વિજયદૂષ્યોના બહુમધ્ય ભાગમાં અલગ-અલગ વજય અંકુશ કહેવામાં આવ્યા છે. તે વજુમય અંકુશમાં જુદી-જુદી કુંભિકા પ્રમાણ મોતીઓની માલાઓ લટકી રહી છે. તે કુલ્મિકા પ્રમાણ મોતીઓની માલાઓ પણ બીજી ચારચાર અર્ધઘડાના પ્રમાણની અને એનાથી અડધી ઊંચાઈવાળી મોતીઓની માલાઓથી બધી બાજુએ પરિવેષ્ઠિત છે. તે માલાઓ સ્વર્ણના પતરાથી મંડિત અને તપાવેલા સ્વર્ણથી બનેલા ઝૂમરોથી યુક્ત છે -વાવ- સ્થિત છે.
तेसि णं सीहासणाणं उप्पिं पत्तेयं पत्तेयं विजयसं પત્તા तेणं विजयदूसा सेया संख-कुन्द-दगरय-अमय-महियफेणपुञ्जसन्निकासा, सव्वरयणामया अच्छा जाव पडिरूवा। तेसि णं विजयदूसाणं बहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं वइरामया अंकुसा पण्णत्ता । तेसि णं वइरामएसु अंकुसेसु पत्तेयं पत्तेयं कुम्भिक्का मुत्तादामा पण्णत्ता। तेणं कुम्भिक्का मुत्तादामा अन्नेहिं चउहिं तदद्धच्चप्पमाणणेत्तेहिं अद्धकुम्भिक्केहिं मुत्तादामेहिं सवओ समंता संपरिक्खित्ता। तेणं दामा तवणिज्जलंबूसगा, सुवण्णा पयरगमंडिया जाव चिट्ठन्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org