________________
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય -એક-એક દ્રવ્ય છે. આકાશાસ્તિકાય પણ એક દ્રવ્ય છે. પરંતુ લોક-અલોક બન્નેમાં વ્યાપ્ત છે. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય અનન્ત દ્રવ્ય છે. (ડ) આ છ દ્રવ્યોમાંથી એક કાળ દ્રવ્યને પ્રદેશ નથી. કારણ કે- અતીતનો સમય નષ્ટ થઈ જાય છે અને ભવિષ્યનો સમય
અનુત્પન્ન છે એથી એનું કોઈ અસ્તિત્વ નથી, માત્ર વર્તમાનનો એક સમય એવું કાળદ્રવ્ય છે, જે અવિભાજ્ય છે, તેથી એને પ્રદેશ નથી. અને પ્રદેશ ન હોવાના કારણે આ કાળદ્રવ્ય અસ્તિકાય નથી.' બાકીના પાંચ દ્રવ્યોને પ્રદેશ
છે આથી તેઓ અસ્તિકાય છે. આ પંચાસ્તિકાયોને કારણે જ આ લોક, દ્રવ્યલોક કહેવાય છે. ક્ષેત્ર-લોક : લોકનો વિસ્તાર :
આ અનંત આકાશમાં દરરોજ ઉદય અને અસ્ત થનાર ચંદ્ર અને સૂર્ય તથા ટમટમાતા અગણિત તારાઓને જોઈને જયારે કોઈ માનવીએ ચિન્તન કર્યું ત્યારે તેના મનમાં વિશ્વના વિસ્તારની પરિકલ્પના જાગૃત થઈ અને તે વિચારવા લાગ્યો કે નીચે - ઉપર અને ડાબી-જમણી બાજુએ આ લોક (વિશ્વ) કેટલો દૂર સુધી ફેલાયેલું છે? અને અસીમ- અનંત છે કે સસીમ-સાન્ત છે?
જૈનાગમો તથા ગ્રંથોમાં ઉક્ત જિજ્ઞાસાઓના ત્રણ સમાધાન મળે છે(૧) આ લોક નીચે-ઉપર તથા ડાબી-જમણી બાજુએ અસંખ્ય કોટા-કોટી યોજન સુધી ફેલાયેલો છે. આ અસત્કલ્પના વડે
લોકનો વિસ્તાર આંકવામાં આવ્યો છે. (૨) જંબૂદ્વીપની મધ્યમાં સ્થિત મેરુ-પર્વતની ચૂલિકાને છઃ દેવો ઘેરીને ઊભા રહ્યા અને નીચે જમ્બુદ્વીપની પરિધિ પર ચાર
દિકુમારીકાઓ ચારે દિશાઓમાં બહાર (લવણસમુદ્ર)ની તરફ મુખ કરીને ઊભી રહી. તે ચારેયે એકી સાથે ચારે
બલિપિંડોને બહારની તરફ ફેંક્યા. પૃથ્વી પર પડતાં પૂર્વે તે બલિપિંડોને તે દેવો એકી સાથે ગ્રહણ કરી શક્યા, એવી દિવ્યગતિવાળા તે દેવો, લોકનો અંત મેળવવા માટે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉપર અને નીચેની તરફ એકી સાથે ચાલ્યા. જે સમયે તે દેવો મેરુની ચૂલિકાથી નીકળ્યા, તે સમયે એક હજાર વર્ષની આયુષ્યમાન વ્યક્તિ અને તેની સાત પેઢીઓ સમાપ્ત થઈ જાય અને તેમનું નામ-ગોત્ર પણ નષ્ટ થઈ જાય અને પછી પણ તે દેવો દેવલોકના અન્તને ન
પામી શકે, પરંતુ તે સમય સુધી દેવતાઓએ જેટલું ક્ષેત્ર પાર કર્યું છે તે અધિક છે અને બાકીનું ક્ષેત્ર અલ્પ છે. (૩) ચૌદ રજુ પ્રમાણલોક તથા એક રજૂનું ઔપમિક માપ
ત્રણ ક્રોડ, એક્યાસી લાખ, સત્તાવીસ હજાર, નવસો સત્તરમણ વજનનો "એકભાર” થાય છે. એવા હજારભાર અર્થાત-૩૮ અરબ, ૧૨ ક્રોડ, ૭૯ લાખ, ૭૦ હજાર મણ વજનનો લોખંડનો ગોળો છ માસ, છ દિવસ, છ પ્રહર અને છ ઘડીમાં જેટલું અંતર કાપે એટલું લાંબુ અંતર એક રજુનું હોય છે. આવા ચૌદ રજુ પ્રમાણ આ લોક નીચેથી ઉપર સુધી છે. ઉક્ત ત્રણે સમાધાનોની ક્રમશઃ સમીક્ષા - (૧) પ્રથમ સમાધાન, દ્વિતીય અને તૃતીય સમાધાનની અપેક્ષાએ પ્રાચીન તથા તર્કસંગત જણાય છે. આધુનિક
વિજ્ઞાન પણ વિશ્વનો વિસ્તાર અસંખ્ય યોજનનો જ માને છે. જેવી રીતે એક કલાકમાં પ્રકાશની ગતિ ૬૭૮૭૪૪૦ માઈલ છે. આ અનન્ત આકાશમાં અનેક ગ્રહ એવાં છે જેનો પ્રકાશ પૃથ્વી પર અનેક વર્ષોમાં
પહોંચે છે તેથી લોકનો વિસ્તાર અસંખ્ય કોટા-કોટી યોજન માનવો એ જ ઉચિત છે. (૨) પ્રસ્તુત અસત્કલ્પનાને સંબંધિત નિમ્નલિખિત મુદ્દાઓ વિચારણીય છે(ક) પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર તરફ જનાર દેવોને માત્ર અડધા રજુનુ જ અંતર કાપવાનું હોય છે. તેથી સમાન વેગવાળા દેવોએ સમાન સમયમાં, સમાન અંતર કાપી લીધું - આ કેવી રીતે સંગત હોઈ શકે ?
ટીકાકાર આચાર્યોએ પણ આ સંબંધિત પોતાનો અભિમત પ્રસ્તુત કરતા કહ્યું છે કે- જે લોકનો આકાર સમચતુરસ્ત્ર માનવામાં આવે તો સમાન વેગવાળા દેવ સમાન સમયમાં સમાન અંતર કાપી શકે છે. નહીંતર આગમોક્ત ઉદાહરણની સંગતિ સંભવિત નથી.
(ખ) દેવો દ્વારા નહીં પાર કરાયેલું ક્ષેત્ર, પાર કરાયેલા ક્ષેત્રના અસંખ્યાતમા ભાગ જેટલું છે. અર્થાત્ દેવો દ્વારા નહીં પાર કરાયેલું ક્ષેત્રથી પાર કરાયેલું ક્ષેત્ર અસંખ્યાતગણું વધારે છે. આ આગમ નિર્ણયની સંગતિ કેવી રીતે કરવામાં આવે ?
૧.
મુક્તાત્માને મધ્યલોકથી, લોકના અગ્રભાગ સુધી પહોંચવા માટે એક સમય લાગે છે. મુક્તાત્મા જયારે મધ્યલોકથી એક રજ્જુ જેટલી ઊંચાઈ સુધી પહોંચે છે, ત્યાં સુધીમાં એને જેટલો સમય લાગે છે, એટલો સમય તે એક સમયનો વિભાજ્ય
અંશ માની લઈએ તો શું મુશ્કેલી થાય ? ૨. કાય અર્થાતુ- શરીરના દેશ-પ્રદેશોની સમાન કાળ-દ્રવ્યના દેશ- પ્રદેશ નથી. એટલે કાળ-દ્રવ્ય હોવા છતાં પણ
અસ્તિકાય નથી. 3. ભગવતી, શ.૧૧, ૬, ૧૦
TM 21 LL LLLLLL For vale a personal Use Only
Jain Education International
www.jainelibrary.org