________________
સૂત્ર ૨૦૫
અધોલોક
पउमवरवेइयाए, वणसंडस्स य वण्णओ। तस्स णं तिगिछिकूडस्स उप्पायपव्वयस्स उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । वण्णओ।
तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागेएत्थ णं महं एगें पासायवडिंसए पण्णत्ते । अड्ढाइज्जाई जोयणसयाइं उड़ढं. उच्चत्तेणं, पणवीसं जोयणसयं विक्खंभेणं ।
ગણિતાનુયોગ ૧૧૧ અત્રે પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન કરવું જોઈએ. તે તિગિચ્છ ફૂટ ઉત્પાત પર્વત ઉપરનો ભૂ-ભાગ અધિક સમતલ તેમજ રમણીય કહેવામાં આવ્યો છે. (ભૂ-ભાગનું વર્ણન કરવું જોઈએ.). તે અધિક સમતલ અને રમણીય ભૂ-ભાગની મધ્યમાં એક મહાન પ્રાસાદાવતંસક (ભવ્ય પ્રાસાદ) (આવેલો) કહેવામાં આવ્યો છે. તે પ્રાસાદ અઢીસો યોજન ઉપરની બાજુ ઉંચો છે અને એનો વિખંભ એકસો પચીસ યોજન છે. પ્રાસાદનું વર્ણક, છતનું વર્ણક, આઠ યોજનની મણિપીઠિકા અને ચમરનું સપરિવાર સિંહાસનનું વર્ણન અત્રે કહેવું જોઈએ. તે તિગિચ્છ ફૂટ (પર્વત)ની દક્ષિણમાં છસો પંચાવન કરોડ, પાંત્રીસ લાખ, પચાસ હજાર યોજન અરુણોદક સમુદ્રમાં તિરછા જતાં અને (ત્યાંથી) નીચે રત્નપ્રભા પૃથ્વી અંદર ચાલીસ હજાર યોજન ગયા પછી અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની ચમચંચા નામની રાજધાની કહેવામાં આવી છે.
पासायवण्णओ। उल्लोयभूमिवण्णओ। अट्ठजोयणाईमणिपेढिया, चमरस्ससीहासणंसपरिवारं भाणियव्वं । तस्स णं तिगिछिकूडस्स दाहिणेणं छक्कोडिसएपणपन्न च कोडीओ, पणतीसं च सयसहस्साइं, पण्णासं च जोयण-सहस्साई अरूणोदए समुद्दे तिरियं वीइवइत्ता, अहे य रयणप्पभाए पुढवीए चत्तालीसं जोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं चमरस्स असुरिंदस्स असुररन्नो चमरचंचा नामं रायहाणी पण्णत्ता। एग जोयणसयसहस्सं आयाम-विक्खभेणं-२ तिण्णि जोयण सयसहस्साई सोलससहस्साइंदोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहिए परिक्खेवेणं
(તે રાજધાની) એક લાખ યોજન લાંબી-પહોળી છે. અને એનીપરિધિ ત્રણ લાખ સોલ હજાર બસો સત્તાવીસ યોજન ત્રણ કોશ અઠાવીસ ધનુષ્ય તેર અંગુલ તથા અડધા અંગુલથી કંઈક વધુ જેટલી કહેવામાં આવી છે.
पागारो दिवड्ढं जोयणसयं उड्ढं उच्चत्तेणं, मूले पण्णासं जोयणाई विक्खंभेणं, उवरिं अद्धतेरस जोयणाई विक्खंभेणं, कविसीसगा अद्धजोयणआयामं, कोसं विक्खंभेणं, देसूण अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, एगमेगाए बाहाए पंच पंच दारसया, अड्ढाइज्जाइं जोयणसयाई उड्ढे उच्चत्तेणं, अद्धं विक्खंभेणं । ३
(તે રાજધાનીનો) પ્રાકાર દોઢ સો યોજન ઉપરની બાજુ ઉંચો છે. મૂલનો વિષકુંભ પચાસ યોજન છે. ઉપરનો વિકુંભ સાડા બાર યોજન છે. (પ્રાકારના) કપિ 'શિર્ષક-કાંગરા અડધો યોજન લાંબા છે. એક કોશ પહોળા છે અને અડધા યોજનથી કંઈક ઓછા ઉપરની બાજુ ઉન્નત છે. (પ્રાકારની) પ્રત્યેક બાજુમાં પાંચસોપાંચસો દ્વાર છે. (પ્રત્યેક) દ્વાર અઢીસો યોજન ઉપરની બાજુ ઉન્નત છે. અને (અઢીસોના અડધા) સવાસો યોજન પહોલા છે.
૧.
સમ. સુ. ૧૦૩ અત્રે મ.વિ. વિવાદસ્પત્તિ સં.૨, ૧.૮, સૂ.૧ માં ‘બંઘુવપમાT' એ સંક્ષિપ્ત વાચનાનો પાઠ છે. આ પાઠ યોગ્ય હોવા છતાં ભ્રાંતિજનક છે કેમ કે શ.૧૩, ઉ.૬, સૂ.૫. માં ‘સેસં વ નાવ તેરસ મંત્રાદું સદ્ધરાજં ચ વિન્દ્રિ વિસમાદિત્ય વિવેવ'' એવા પાઠ છે. એટલે શ.૨, ૧.૮, સુ.૧ માં ‘બંઘુદાવ૫માજ'ના સ્થાને શ. ૧૩, ઉ.૬, સૂ. ૫ માં સૂચિત પાઠ હોવો જોઈએ. મ.વિ.
વિપત્તિ શ.૨, ૧.૮, સૂ.૯ પૃ.૧૧રના ટિપ્પણ ૪ માંથી ચમચંચા રાજધાનીના પ્રાકાર વગેરેનું પરિણામ અહીં આપવામાં આવ્યું છે.
3,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org