________________
છે
કે
સમયક્ષેત્ર - અધ્યયન : સત્ર ૮૮૮ થી ૮૫ પૃ. ૪૪૨-૪૪૩.
જંબુદ્વીપ આદિ પૂર્વોક્ત અઢીદ્વીપો તથા લવણસમુદ્ર વ કાલોદ સમુદ્ર આ બે સમુદ્રો મળીને સમયક્ષેત્ર કહેવાય છે. આ સમયક્ષેત્રનો આયામ-વિખંભ ૪પ લાખ યોજન છે તથા પરિધિ ૧,૪૨,૩૦, ૨૪૯ યોજન છે. આ સમયક્ષેત્રમાં ૩૫ વર્ષો (ક્ષેત્રો), ૩૦ વર્ષધર પર્વતો અને ૪ ઈપુકાર પર્વત આમ કુલ ૬૯ છે. ૧૦ કુરુ છે તેમાં જંબૂસુદર્શન આદિ ૧૦ મહાવૃક્ષો છે. તેની ઉપર મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા અનાધૃત વગેરે ૧૦ અધિપતિ દેવો વસે છે.
આ સમયક્ષેત્રનું બીજું નામ મનુષ્યક્ષેત્ર પણ છે. કેમકે તેમાં કર્મભૂમિ, અકર્મભૂમિ તથા અંતરદ્વીપ આ ત્રણ પ્રકારનાં ક્ષેત્રોમાં જન્મેલા મનુષ્યો રહે છે. એની પછીનાં દ્વીપો સમુદ્રોમાં માનવ વસવાટ નથી. તિર્યંચો તથા દેવોનાં ગમનાગમન તથા આવાસ-નિવાસ વગેરે છે.
પુષ્કરોદ સમુદ્ર - અધ્યયન : સૂત્ર ૮૬ પૃ. ૪૪૪-૪૪૫ |
પુષ્કરવર દ્વીપને ચારેબાજુથી ઘેરીને રહેલો વૃત્ત-વલયાકાર સંસ્થાનયુક્ત પુષ્કરોદ સમુદ્ર આવેલો છે. તેની ચક્રાકાર પહોળાઈ તથા પરિધિ સંખ્યાતલાખ યોજન છે. તેની ચારેબાજુની દિશાઓમાં જંબૂઢીપની જેવા જ નામધારી ચાર દ્વારો છે. ધારોનું પરસ્પર અવ્યવહિત આંતરું સંખ્યાતલાખ યોજનનો છે. પ્રદેશોનો પરસ્પર સ્પર્શ તથા જીવોની ઉત્પત્તિ પણ પૂર્વવત્ જાણવી.
આ સમુદ્રનું પાણી સ્વચ્છ, પથ્ય, હલ્ક, સ્ફટિક જેવું તથા સ્વાભાવિક સ્વાદ ધરાવનારું છે. અહીં શ્રીધર તથા શ્રીપ્રભ નામના મહર્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે અધિપતિ દેવો રહે છે. આ કારણે આનું નામ પુષ્કરોદ સમુદ્ર છે. અને તે શાશ્વત્ યાવત્ નિત્ય છે.
| વણવર હીપ-વરુણોદ સમુદ્ર અધ્યયન : સૂત્ર ૮૯૦ થી ૮૯૮ પૃ. ૪૪પ૪૪૭
વરુણવર દીપ - આ દ્વીપ પુષ્કરોદ સમુદ્રને વીંટળાઈને ગોળાકારે રહેલ છે. તેની ગોળાકાર - પહોળાઈ તથા પરિધિ સંખ્યાત લાખ યોજન છે. પદ્મવરવેદિકા તથા વનખંડ છે. દ્વાર વગેરેનું વર્ણન આગળ જેવું જ છે.
આ દ્વીપ વણવર દ્વીપ એટલા માટે કહેવાય છે કે- ઠેર-ઠેર વાપિકા-વાવડી વગેરે છે. તેમાં વાણિ મદ્ય જેવું પાણી છે, પ્રત્યેક વાપિકા વગેરે પદ્મવરવેદિકા તથા વનખંડથી વીંટળાયેલ છે. અહીં વરુણ અને વરુણપ્રભ નામના મહર્દિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે દેવો રહે છે. વણવરદ્વીપ' આ નામ શાશ્વતું યાવત્ નિત્ય છે.
વરુણોદ સમુદ્ર - વરુણવરદ્વીપને વીંટળાઈને વરુણોદ સમુદ્ર રહે છે. તે આ સમુદ્ર ગોળ સંસ્થાને રહેલ છે. સમચક્રાકાર છે. સંખ્યાત લાખ યોજન પહોળાઈ તથા પરિધિ યુક્ત છે. એક પદ્મવર વેદિકા તથા વનખંડ થી વીંટળાયેલ છે. એનું પાણી ચંદ્રપ્રભા, મણિશિલા વગેરે મદિરાઓની સમાન વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું છે. અહીં મહર્થિક યાવતુ પલ્યોપમની આયુ:સ્થિતિ યુક્ત વણિ તથા વાર્ણકંત નામના બે મહદ્ધિક દેવો વસે છે. વરુણોદ સમુદ્ર નામ શાશ્વતું યાવત્ નિત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org