________________
પુષ્કરવર દ્વીપના અતિ મધ્યભાગમાં માનુષોત્તર પર્વત છે. આ પર્વત ૧૭૨૧ યોજન ઊંચો, ૪૩૦ યોજન અને એક કોશ જમીનમાં ઊંડો, મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો, મધ્યમાં ૭૨૩ યોજન પહોળો તથા ઉ૫૨ ૪૨૪ યોજન પહોળો છે. અર્થાત્ મૂળમાં વિસ્તૃત અને મધ્યમાં સંક્ષિપ્ત તથા ઉપર પાતળો છે. એ બે પદ્મવરવેદિકા તથા બે વનખંડોથી ઘેરાયેલ છે. ચારે દિશામાં રત્નકૂટ, રત્નોચ્ચયકૂટ, સર્વરત્નકૂટ અને રત્નસંચયકૂટ નામનાં ચાર ફૂટ છે. આ પર્વતની બહાર સૂર્ય અને ચન્દ્ર અવસ્થિત યોગયુક્ત છે. અને ચંદ્ર અભિજિત્ નક્ષેત્રમાં તથા સૂર્ય પુષ્ય નક્ષત્રમાં હોય છે. માનુષોત્તર પર્વતની અંદર મનુષ્યો, ઉપર સુવર્ણકુમારદેવો તથા બહાર જયોતિષી દેવો રહે છે તથા જંઘાચરણ, વિદ્યાધરો તથા દેવો અપહૃત માનવો સિવાય કોઈ પણ મનુષ્ય પર્વતનું ઉલ્લંઘન કર્યો નથી. કરી શકતા નથી. કરશે પણ નહીં. માટે આ પર્વત માનુષોત્તર પર્વત કહેવાય છે. આ નામ શાશ્વત યાવત્ નિત્ય છે.
(માનુષોત્તર પર્વતને કારણે) - પુષ્કરવર દ્વીપના બે ભાગ પડે છે-આપ્યંતર પુષ્કરાર્ધ અને બાહ્ય પુષ્કરાર્ધ. આત્યંતર પુષ્કરાર્ધની ચક્રાકાર પહોળાઈ આઠ લાખ યોજન છે તથા તેની પિરિધ ૧,૪૫,૩૦,૨૪૯થી કંઈક અધિક યોજન છે. પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ તથા પશ્ચિમાર્ધમાં ભરત વગેરે ત્રણ કર્મભૂમિઓ છે અને હેમવત આદિ છ અકર્મભૂમિઓ છે. ક્ષુદ્રહિમવંત યાવત્ મેરુ પર્વત આ સાત વર્ષધર પર્વતો છે માલ્યવંત યાવત્ સૌમનસ, વિદ્યુત્પ્રભ યાવત્ ગંધમાદન આ ૧૦-૧૦ વક્ષસ્કાર પર્વતો છે. અહીં બે મેરુ પર્વતો છે. તે એક હજાર યોજન ભૂમિમાં ઊંડા તથા દસ યોજન પહોળા છે. બે મેરુ ચૂલિકાઓ છે. બે ઈપુકાર પર્વતો છે. ૬૮ ચક્રવર્તી વિજયો છે અને તેની ૬૮ રાજધાનીઓ છે તથા ૨૦૪ તીર્થો છે. તેની પૂર્વાર્ધમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે કુરુ છે. તેની ઉપર ફૂટ શાલ્મલીવૃક્ષ તથા પદ્મવૃક્ષ છે. તેની ઉપર મહર્ષિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા ગરુડ વેણુદેવ તથા પદ્મદેવ નામનો દેવ રહે છે. પશ્ચિમાર્ધમાં પણ બે કુરુ છે એની ઉપર પણ કૂટશાલ્મલીવૃક્ષ તથા મહાપદ્મવૃક્ષ છે. ત્યાં મહર્ષિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા ગરુડ વેણદેવ તથા પુંડરીકદેવ રહે છે.
માનુષોત્ત૨ પર્વત દ્વા૨ા ઘેરાએલ હોવાથી આ આત્યંતર પુષ્કરાર્ધ કહેવાય છે. આ નામ શાશ્વત-યાવત્ નિત્ય છે. બાહ્ય પુષ્કરાર્ધનું વર્ણન અન્વેષણીય (વિચારણીય) છે.
અઢી દ્વીપ અધ્યયન સૂત્ર ૮૫૦ થી ૮૮૦ પૃ. ૪૩૧–૪૪૧
જંબુદ્વીપ, - ધાતકીખંડ તથા અર્ધ આત્યંતર પુષ્કરદ્વીપ- આ બધા મળીને અઢી દ્વીપ કહેવાય છે. આ ત્રણેનું વર્ણન આગળ આવી ગયું છે. પરંતુ આનાં સંબંધી સંયુક્ત વર્ણન અહીં ઉદ્ધૃત કર્યું છે.
એમાં સર્વથા સમાન, વિશેષતા અને વિવિધતા રહિત, લંબાઈ-પહોળાઈ, ઊંડાઈ, આકાર તથા પિરિધ આ બધી બાબતોમાં એક બીજાનું અતિક્રમણ કરતા નથી. આવા જંબૂદ્વીપ, ધાતકીખંડ તથા પુષ્કરાર્ધ દ્વીપનાં ક્ષેત્રો, કુરુઓ, વર્ષધર પર્વતો, વૃત્ત વૈતાઢ્ય પર્વતો, વક્ષસ્કાર પર્વતો, દીર્ઘ વૈતાઢ્ય પર્વતો, ગુફાઓ, કૂટો, મહાદ્રહો, પ્રપાતદ્રહો, મહાનદીઓ વગેરેનું વર્ણન સ્થાનાંગ સૂત્ર બીજા અધ્યયન અનુસાર કર્યું છે. પુનરાવૃત્તિ ન થાય માટે અહીં તેનો સારાંશ આપ્યો નથી.
Jain Education International
97
For Private & Personal Use Only
www.jainel|brary.org