________________
અમર યશોવિજયજી
ભારતીય દર્શનોની વિભિન્ન પરંપરાઓના નિર્માણમાં ખાસ એક વ્યક્તિના નહિ પણ સરખા વિચારો ધરાવનાર એક વર્ગની બુદ્ધિ કાર્ય કરે છે. તે તે વર્ગમાંની કોઈ એક વિશેષ વ્યક્તિ જ્યારે તે વર્ગના વિચારોને વ્યવસ્થિત રૂપ આપે છે ત્યારે તે તે પરંપરા તે તે વ્યક્તિવિશેષને નામે પ્રસિદ્ધિને પામે છે. પણ તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિએ તે તે પરંપરાને વ્યવસ્થિત કરી એટલે પછી બીજાઓએ કશું જ કરવાનું રહેતું નથી.
ભારતીય ન્યાયદર્શનને ગૌતમે વ્યવસ્થિત કર્યું એટલે તેનું દર્શન ત્યાં જ સમાપ્ત થાય એમ નથી. બીજું ગૌતમમાં જે મૂળ વિચારો વ્યવસ્થિત થયા છે તેનું સમર્થન કરનારા આજ પણ વિદ્યમાન છે અને એ જ હકીકત ભારતીય બધાં દર્શનો વિશે કહી શકાય.
ભગવાન મહાવીરે જૈન ધર્મ કે દર્શનને જે વ્યવસ્થિત રૂપ આપ્યું તેના વિશે પણ ઉક્ત ન્યાયે કહી શકાય કે તેમાંનું બધું તેમનું પોતાનું હતું જ નહિ પણ સરખી વિચારધારા અનુસાર એક વર્ગના વિચારોનું પ્રતિબિંબ તેમની વ્યવસ્થામાં હતું. જે વસ્તુ એક વ્યક્તિની હોય છે, તે તેના મૃત્યુ પછી ભુલાઈ જાય તેવો સંભવ છે પણ જે વસ્તુ એક વર્ગની હોય છે તેનો અંત શીઘ્ર આવતો નથી. એ જ કારણ છે કે ભારતીય દર્શનોની પરંપરા લંબાય છે અને તેને અનુસરનાર એક વર્ગ હોય છે. પશ્ચિમમાં એથી ઊલટું બને છે. ત્યાં જે દાર્શનિકો થયા છે તે મોટે ભાગે વૈયક્તિક દર્શનને મહત્ત્વ આપે છે. પરિણામે તે તે દાર્શનિકોની પરંપરા બહુ લંબાતી નથી. જેને કંઈ કહેવું હોય છે તે પૂર્વ દાર્શનિકના સમર્થનમાં નહીં પણ તેના ખંડનમાં જ મોટે ભાગે કહે છે. પરિણામે પ્લેટો કે કાન્ટની પરંપરા ઘડાતી કે લંબાતી નથી પણ તેઓ એકલા અટૂલા જેવા રહી જાય છે.
આવી પરિસ્થિતિમાં ભારતીય દર્શનોમાં કોઈપણ દાર્શનિકને સ્વતંત્ર દાર્શનિકનું પદ મળવું સંભવિત નથી. પણ એનો અર્થ એ પણ નથી કે ભારતના દાર્શનિકોને પોતાનું કશું જ દેવાનું પણ હોતું નથી.
દિનાગ, ધર્મકીર્તિ, વાત્સ્યાયન, ઉદ્યોતકર, શંકરાચાર્ય, રામાનુજ, વાચસ્પતિ, કુમારિલ, પ્રશસ્તપાદ જેવા મહાન ભારતીય દાર્શનિકોએ કોઈ નવું દર્શન ભલે ન સ્થાપ્યું હોય, પરંતુ પોતાનાં દર્શનો માટે જે કંઈ તેમણે કર્યું છે, તે એક સ્વતંત્ર દાર્શનિકના કાર્ય કરતાં જરા પણ ઊતરતું નથી. તે જ પ્રમાણે જૈન દર્શન વિશે પણ કહી શકાય કે સિદ્ધસેન, સમન્તભદ્ર, જિનભદ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org