SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 214 ŚRUTA-SARITĀ આજે પણ જૈન શ્રમણોને શુચિનો પૂરો ખ્યાલ નથી, તેની આવશ્યકતા સમજાઈ નથી તેથી તેમના મળથી રસ્તાની શેરીઓ ગંદી કરતા આંચકો લાગતો નથી. આ સર્વથા અનુચિત છે. જ્યારે વિજ્ઞાને શુચિ-સાધનો ઉપલબ્ધ કરી આપ્યાં છે ત્યારે તેના ઉપયોગથી દૂર રહેવામાં બુદ્ધિમત્તા નથી. અશરણભાવના વિશે પણ વિચાર જરૂરી છે. એ વાત સાચી છે કે મૃત્યુ કે રોગ-દુઃખના ભાગી કોઈ બની શકતા નથી. એટલે અશરણભાવના ભાવવી જરૂરી છે પણ જીવનમાં કોઈને કોઈનો સહકાર લીધા વિના ચાલતું પણ નથી-એ પણ હકીકત છે. એટલે જીવનવ્યવહાર તો શરણ સ્વીકાર્યા વિના ચાલતો નથી તો પરસ્પરના સહકારપૂર્ણ જીવનવ્યવહાર કેમ ન ગોઠવવો ? આખું સંસારચક્ર જો ખરી રીતે વિચારીએ તો સહકારથી જ ચાલી રહ્યું છે. તો સહકારની ભાવનાને જ શા માટે વધારે વિશુદ્ધ ન કરવી અને તેને જ આધારે સમગ્ર જીવનવ્યવહાર કેમ ન ગોઠવવો ? સાધુ થયા પછી પણ ગૃહસ્થસંઘની સહાય વિના તો ચાલતું જ નથી. ઘર નહિ તો ઉપાશ્રયમાં મમત્વ બંધાતું જોવાય છે અને ભક્તો વિના શ્રમણજીવનનો વ્યવહાર પણ ચાલી શકતો નથી. આવી સ્થિતિમાં અશરણભાવનાનું રૂપાંતર સહકારની ભાવનામાં કેમ ન કરવું? જીવનની સહકાર ભાવના એ અનિવાર્ય શરત છે અને તે જન્મથી માંડી મૃત્યુપર્યંત જરૂરી છે. આ રીતે જોઈએ તો જીવનનો આધાર જ સહકાર છે એટલે તેની જ ભાવના કેળવવી જરૂરી છે. મૃત્યુ સમયે વૈરાગ્ય અને મમત્વના ત્યાગ અર્થે અશરણ ભાવના કેળવીએ પણ જીવન પર્યત તો સહકાર જ કેળવીએ. આમ થાય તો તેમાં જીવનસાધનામાં કાંઈ ઊણપ આવે એવું નથી. ઊલટાનું તે સમૃદ્ધ બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy