SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન અને જીવનસાધના પણ જરૂરી છે. જવાબદારી ઉઠાવ્યા પછી તેમાંથી ભાગવાનો પ્રયત્ન તો કાયરતા છે. ઘરમાં રહીને પણ ત્યાગ-તપસ્યાને પૂરો અવકાશ છે. ખરી રીતે તે સાધનાની ખરી પરીક્ષા તો ઘરમાં જ થાય છે, ઘર છોડ્યા પછી નહિ. એટલે જો ઘરની પરીક્ષામાં પાસ થવાય તો જ ઘર છોડીને નીકળે તે સાર્થક થાય. અન્યથા બેજવાબદારી જ ઉત્તરોત્તર વધે. આ પ્રક્રિયા સચવાતી નથી તેને લઈને જ સમગ્ર શ્રમણવર્ગમાં અવ્યવસ્થા ઊભી થઈ છે, અને સંવાદ જોવા મળતો નથી. ૨૧૩ એક મૌલિક પ્રશ્ન એ પણ છે સાંસારિક સામગ્રીનો-એટલે કે વિજ્ઞાને ઊભી કરેલી સામગ્રીનો ત્યાગ કરવો એ એક વાત છે પણ તે સામગ્રીના વિકાસમાં સંસારી જીવે કોઈ રુચિ ન દાખવવી એ બીજી વાત છે. સંસારી જીવો સાંસારિક સામગ્રીના વિકાસથી જે વિમુખ થાય તો પરિણામે જે સંસારમાં બધી બાબતમાં વિકાસ થઈ રહ્યો છે તે થાય નહિ અને પરિણામ એ આવે કે આદિકાળના મનુષ્ય જેવું જીવન જીવવાનું પસંદ કરવું પડે, આ અશક્ય છે. આથી વૈજ્ઞાનિક દૃષ્ટિ તો અપનાવવી જ પડે અને તે એ કે મનુષ્યના જીવનમાં બધી જ સુખ-સગવડો ઊભી કરવી. એક વૈજ્ઞાનિક રાત-દિવસ સમાધિ લગાવી નવી શોધમાં તત્પર છે અને તેનું ધ્યેય તો એક માત્ર એ જ હોય છે કે તેનો લાભ દુનિયાને મળે, પોતાને જ લાભ મળે તે નથી હોતો. આ પ્રક્રિયાને અટકાવવાની જરૂર નથી. પરંતુ મનુષ્યના મનને જ માત્ર સુધારવાની જરૂર છે. તે સ્વાર્થી ન થાય—જે કાંઈ હોય તે વહેંચીને ભોગવવાની ભાવનાવાળો થાય. આવું કરવાની જરૂર છે. બધા જ કાંઈ સંસારત્યાગી થઈ શકે નહિ, તો પછી સંસારને ભયંકર બનાવી ત્યાગ કરાવવાનો કાંઈ અર્થ નથી. પણ પ્રાપ્તિ છતાં તેમાંથી વૈરાગ્ય જન્મે અને વહેંચીને ખાતો થાય એ કરવાની જરૂર છે. સંસારમાં અત્યારે હવે વિશ્વકુટુંબની ભાવનાને વિકસાવવાનો પૂરો અવસર છે અને તે ભાવના વિકસે તો સંસારના જે દોષો દેખાય છે તે દૂર થાય પછી સંસાર શા માટે છોડવો પડે ? શરીરને અશુચિનો ભંડાર માની વૈરાગ્ય કેળવવાની વાત પણ વિચારણીય છે. અશુચિ છે માટે છોડવું એમ શા માટે ? તેને શુચિ બનાવવા પ્રયત્ન કેમ ન કરવો ? અને જીવનમાં જુઓ તો જણાશે કે અશુચિ તાત્ત્વિક રીતે માન્યા છતાં વ્યવહારમાં શુચિતા લાવવા આપણે પ્રયત્ન નથી કરતા ? જો શુચિતા માટે પ્રયત્ન ન કરતા હોત તો આજે જે સુઘડતા દેખાય છે—શરીરની કે ઘરની કે શેરીની કે ગામની તે શક્ય હતી ? અને વસ્તુતઃ શરીરને અશુચિ માનવા છતાં પણ તેને નીરોગી બનાવવા શક્ય તેટલા બધા પ્રયત્ન આપણે નથી કરતા ? એ પ્રયત્નો બિનજરૂરી છે એમ માનવાની જરૂર નથી. કારણ, શરીર એ તો ધર્મનું પ્રથમ સાધન છે. જ્યારે માત્ર લક્ષ આત્માનું બને ત્યારે શરીરની ઉપેક્ષા સહન થાય, પરંતુ ત્યારે પણ શરીરને તેનો ખોરાક કેવળી પણ આપે જ છે એ ભૂલવું ન જોઈએ. એટલે અશુચિ છે માટે તે ઉપેક્ષણીય છે એમ માની લેવાની જરૂર નથી પણ તેની પાસેથી યથેચ્છ કામ લેવા માટે તેની જરૂરી દરકાર તો રાખવી જ જોઈએ. આમ અચિ છે માટે તેને કાદવમાં ખદબદતું રાખી વધારે અશુચિ બનાવવાની જરૂર નથી પણ તેને શુચિ અને સુંદર બનાવવાની જરૂર છે. આ માટે જ ભક્તામરમાં ભગવાનના શરીરના પુદ્ગલપરમાણુને અશુચિ માન્યા નથી, પરંતુ શુચિ માન્યા છે. આવી સ્થિતિમાં માત્ર વૈરાગ્ય અને તે પણ જડ બુદ્ધિવાળાને લાવવા માટે અશુચિની વાત હતી તેને વિસ્તારી અશુચિમાં પડવાની જરૂર નથી પરંતુ સમગ્ર વાતાવરણમાં શુચિતા લાવવા પ્રયત્નની જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy