________________
212
ŚRUTA-SARITĀ
૧
છે.
અનુપ્રેક્ષાની સમગ્ર પદ્ધતિ જીવનવ્યવહારમાંથી લુપ્ત થઈ ગઈ હોય તેવું દેખાય છે. આથી જૈન પરંપરામાં ધ્યાનપ્રક્રિયાનો પુનરુદ્ધાર કરવાની જરૂર છે.
બૌદ્ધ વિપશ્યનામાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યથ્યની સાધના જરૂરી મનાઈ છે. તે જ પ્રમાણે જૈન સાધનામાં પણ તેને સ્થાન અપાયું જ છે. વળી હિંસા આદિ દોષો આ લોક અને પરલોક બન્ને માટે હિતકર નથી એવું ચિંતન અને વર્તન અને ધર્મમાં સમાન ભાવે સ્વીકૃત છે. તે જ પ્રમાણે જગત અને સ્વશરીરના સ્વભાવ વિશેનું ચિંતન પણ, અને તદનુરૂપ વ્યવહારનું પણ મહત્ત્વ બને ધર્મોમાં સરખું છે. જૈનોમાં અનુપ્રેક્ષાનો ઉપદેશ છે તેમાંની અનિત્ય ભાવના, અશરણભાવના, એત્વભાવના અને અશુચિભાવના પણ બન્નેમાં એક જેવી જ છે. આમ જીવનસાધનાનો ક્રમ, જ્યાં ક્યાંય સાધનાની વાત હોય ત્યાં એક જેવો જ હોઈ શકે, ભલે દર્શનવિચારણામાં ભેદ હોય. આની પ્રતીતિ ગીતાનિર્દિષ્ટ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને જૈન-બૌદ્ધમાં સાચા શ્રમણના લક્ષણોની તુલના કરવાથી સહેજે થઈ જાય છે.
સંસાર અનિત્ય, અશુચિ અને અશરણ છે, એ તાત્ત્વિક વાત સાચી હોય તો પણ - વ્યવહારમાં ખાન-પાન નિવાસ અને વસ્ત્ર વિના ચાલતું નથી. સુખ-સગવડ વિના ચાલતું નથી
અને તે માટે જીવનનો સમગ્ર પ્રપંચ આપણે ઊભો કરીએ છીએ એ હકીકત છે. વૈરાગ્ય માટે સંસારને અનિત્ય, અશુચિ કે અશરણ માનીએ એ એક વાત છે પણ વર્તન તેથી સાવ જુદું હોય છે તે હકીકત છે. આવી સ્થિતિમાં આ બાબતમાં આપણે આ ટાણે વિચાર કરવો જરૂરી છે. જીવનનો વ્યવહાર બધું જ અનિત્ય માનવાથી ચાલી શકે છે કે નહિ, એ વિચારણાનો મુદ્દો છે. જૈન આચાર્યોએ જ કહ્યું છે કે જો એકાંતઅનિત્ય બધું માનવામાં આવે તો વ્યવહાર ચાલી શકે જ નહિ, આ મુદ્દા ઉપર તો જૈનોએ બૌદ્ધોનું ખંડન કર્યું છે અને ક્ષણિકવાદનું નિરાકરણ કર્યું છે, અને છતાંય અનિત્યની ભાવના ભાવવાની વાત આગળ ધરવામાં આવે છે તો આ વસ્તુ વિચારણીય બની જાય છે. અનિત્યનું તાત્પર્ય માત્ર સંબંધો અનિત્ય છે એટલું જ છે. જન્મજન્માન્તરમાં આપણે માનીએ છીએ અને જો બધા જ સંબંધોનો નિત્ય માનીએ તો આપણું જીવન જ દુર્ઘટ બની જાય. આ જન્મની પત્ની કદાચ પૂર્વે જન્મની માતા પણ હોય ! આ જન્મનો પુત્ર પૂર્વ જન્મમાં પિતા પણ સંભવે અને શત્રુ-મિત્રના સંબંધો વિશે પણ આમ જ છે. અને જો આ બધા જ સંબંધોનો વિચાર કરીને આ જન્મમાં વ્યવહાર કરવાનો હોય તો વ્યવહાર કેમ ચાલે એ વિચારો. આથી જ સમજવું જોઈએ કે સંબંધમાત્ર અનિત્ય છે; પછી તે શરીરનો હોય કે કુટુંબીજનોનો, એટલે મમત્વની માત્રા એટલી તો ન જ વધારવી કે તે આપણા વિકાસમાં આડે આવે. આત્મિક વિકાસ એ મુખ્ય ધ્યેય છે તે તરફ આગળ વધવાનું છે. સંસારની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જેથી ક્રમે કરી વિકાસ પણ થાય અને સંસારચક્ર સુચારુ ચાલે. પતિ-પત્નીના સંબંધ પણ અનિત્ય તો છે જ, પણ પરણીને તરત કોઈ એ સંબંધની અનિત્યતા વિચારી ત્યાગ કરે તો તેના તે કર્તવ્યને આપણે સારું ન માની શકીએ. કોઈ પણ કૃત્યમાં વ્યવસ્થા હોવી જોઈએ. અને કયું કામ ક્યારે ઉચિત ગણાય તે વિચારી લેવું જરૂરી છે. સંસારમાં રહ્યા છતાં સંસારની ઉપેક્ષા નહિ પણ તે સુંદર કેમ બને, સંવાદી કેમ બને, એનો જ વિચાર કરવો જોઈએ, નહિ કે તેનો તિરસ્કાર. જ્યારે છોડવો હોય ત્યારે પણ તેમાં એક જાતની પૂરી સમજ માત્ર પોતાની નહિ પણ સમગ્ર સંબંધીઓ સંમતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org