________________
ŚRUTA-SARITĀ
તત્ત્વ સ્વીકારવું અનિવાર્ય જણાયું, જે જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરે પણ જીવની ગતિ પાછી અમર્યાદિત ન બની જાય અને ખાસ કરી મુક્ત જીવ સદૈવ ગતિ જ ન કર્યા કરે પણ ઊર્ધ્વલોકમાં અંતે સ્થિર થાય—આવી વિચારણાને પરિણામે ધર્માસ્તિકાયને લોકમાં મર્યાદિત એવું તત્ત્વ સ્વીકારવું પડ્યું. જીવ અને પુદ્ગલને જેમ ગતિ માટે ધર્મ તેમ સ્થિતિ માટે અધર્મની પણ કલ્પના કરવી પડી. એટલે કે જીવની ગતિશીલતા અને શરી૨ પરિમાણતા—આ બેના અનુસંધાનમાં ધર્મ અને અધર્મઆ બે અસ્તિકાયોનો સ્વીકાર થયો છે. અન્ય મતાવલંબીને આવો કોઈ સ્વીકાર કરવો પડ્યો નથી, કારણ તેમને મતે આત્મા વ્યાપક છે, તે સર્વત્ર વિદ્યમાન છે. હલન-ચલન માત્ર શરીરાશ્રયી છે તેથી આત્મામાં ગતિનો પ્રશ્ન જ નથી. માત્ર જૈન દર્શન જેને મતે જીવ શરીરમાં પરિમાણી હોઈ ગતિશીલ માનવો પડ્યો અને તેથી તદનુષંગી ધર્મ અને અધર્મ પણ સ્વીકારવા પડ્યા.
210
આગમકાળમાં એવો સમય મળી આવે છે, જ્યારે આ ધર્મ અને અધર્મ વિશેનો સ્વીકાર થયેલો નથી. વિચારણાને આધારે પછીથી તેનો સ્વીકાર થયો છે એ સ્પષ્ટ છે. આથી જ ભગવતીસૂત્રમાં એવા પ્રસંગો મળી આવે છે જ્યાં આજની પ્રચલિત વિચારણા પ્રમાણે ધર્મ કે અધર્મનું અસ્તિત્વ હોવું જોઈએ ત્યાં પણ તે બાબતનો કોઈ નિર્દેશ મળતો નથી. વળી આ બે તત્ત્વો માટેના જે શબ્દો છે તે પણ અન્યત્ર આવા જ અર્થમાં પ્રચલિત નથી. આથી ભગવતીમાં તેના પર્યાયો જે આપવામાં આવ્યા છે તે પ્રચલિત અર્થોને ધ્યાનમાં લઈને હોઈ વ્યાખ્યાનકારોને મૂંઝવણ ઊભી કરે છે, અને વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એવા ભેદોનો આશ્રય લઈ વ્યાખ્યા કરવી પડે છે.
દર્શનવિચારણાનું પ્રયોજન જેમ આ સૃષ્ટિ, લોક કે જગતનું સ્પષ્ટીકરણ છે, તેમ મોક્ષ પણ પ્રયોજન છે જ. આથી લોકવિચારણામાં જેમ પાંચ પૂર્વોક્ત અસ્તિકાયો-જીવ-અજીવ-ધર્મ-અધર્મઆકાશ-ની ચર્ચા થઈ તેમ મોક્ષલક્ષી તત્ત્વવિચારણામાં સાત કે નવ તત્ત્વની વિચારણા છે અને આનો સંબંધ જીવનસાધના સાથે છે. તે સ્પષ્ટ છે. સાત તત્ત્વો છે-જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવરનિર્જરા અને મોક્ષ. તેમાં પુણ્ય અને પાપ બે ઉમેરીએ તો નવ તત્ત્વ થાય છે. આ તત્ત્વોનું વિશેષ નિરૂપણ અહીં જરૂરી નથી, કારણ સૌ શ્રોતા એનાથી પરિચિત છે. પરંતુ અહીં જીવનસાધના આ તત્ત્વોને લક્ષીને જે છે તે વિશે વિશેષ વિચાર કરવો છે.
પ્રાચીન કાળથી જ જૈન ધર્મ વિશે આક્ષેપ થતો આવ્યો છે કે તેમાં પાપના કારણભૂત મનને મહત્ત્વ આપવામાં આવતું નથી પણ કાય એટલે કે શરીરને મહત્ત્વ આપવામાં આવે છે. તાત્પર્ય એવું છે કે સામાન્ય રીતે પ્રચલિત “મન વ મનુષ્યાળાં ારાં બંધમોક્ષયોઃ' આ સિદ્ધાન્ત જૈનોને માન્ય નથી. આ આક્ષેપની તપાસ થવી જરૂરી છે. એ સાચું છે કે જૈનોએ ‘વેહવુવવવં મહાતમ્'. આ વાત કહી છે અને માની પણ પરંતુ વસ્તુસ્થિતિને જરા ઊંડાણથી વિચારવી જરૂરી છે. ભગવાન મહાવીરની જે સાધનાનું વર્ણન છે તે ઉપરઉપરથી જોતાં એમ લાગે કે તેમણે પોતાના શરીરને ઘણું કષ્ટ આપ્યું—અનેક ઉપવાસો કર્યાં અને અનેક પ્રકારનાં શારીરિક કષ્ટો સહન કર્યાં. તેથી જાણે કે દેહને કષ્ટ આપવાથી બધું સિદ્ધ થઈ જતું હોય એવી ભાવના થાય. પરંતુ તેમણે જે કાંઈ કષ્ટ સહ્યું તે તો ગૌણ છે. તેમની સાધનામાં અપ્રમાદ અને તે પૂર્વક ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org