________________
શૂન્યવાદ
૨૦૫
तस्यास्वभावत्वम् ॥२२।।
આ શૂન્યતાનું પ્રયોજન શું ? તેનું સ્પષ્ટીકરણ નાગાર્જુને કર્યું છે કે
कर्मक्लेशक्षयान्मोक्षः कर्मक्लेशा विकल्पतः । ते प्रपञ्चात् प्रपञ्चस्तु शून्यतायां निरुध्यते ॥ - ૨૮.
પ્રપંચની વ્યાખ્યામાં ચન્દ્રકીર્તિએ લૌકિક પ્રપંચ કેવો છે તે બતાવ્યું છે—
તે વે વિવાદ અનામિત્કંસારગ્રસ્તાત્ જ્ઞાન-સેચ-વર્ગ-વાવ-ર્તા---ક્રિયાધટ-પટ-મુટ-થ-પ-વેના-સ્ત્રી-પુરુષ-સામ-સામ-સુર-ટુ-યશો યશો-નિન્દ્રા-પ્રશંસાदिलक्षणाद्विचित्रात्प्रपञ्चात् उपजायन्ते । म. टी. १८.५
સંસાર એ વ્યાવહારિક કે સાંવૃતિક સત્ય છે. એનો અર્થ એવો તો નથી જ કે તે વધ્યાપુત્ર જેમ સર્વથા અવાસ્તવિક છે. એ સંસારમાં રહીને જ મોક્ષને પ્રાપ્ત કરવાનો છે. તે સંસારની વ્યાખ્યા કે વિચારણા તર્કથી થઈ શકતી નથી. તેના સ્વરૂપનો નિર્ણય કે તે સત છે કે અસત્ થઈ શકતો નથી માટે તે તર્કીગોચર છે. એ જ રીતે નિર્વાણ પણ જે પારમાર્થિક છે તે પણ તકગોચર તો છે જ. આમ એ બંનેના સ્વરૂપમાં કાંઈ ખાસ ભેદ નથી. બંને અવાચ્ય છે, જ્ઞાનના અગોચર છે. આથી નાગાર્જુને કહ્યું કે
न संसारस्य निर्वाणात् किञ्चिदस्ति विशेषणम् । न निर्वाणस्य संसारात् किञ्चिदस्ति विशेषणम् ॥ निर्वाणस्य च या कोटिः कोटि: संसरणस्य च ।
ન તયોરન્તરં શિશ્ચિત્ અસૂક્ષ્મપિ વિદતે |H. ૨૫ઃ ૧૯-૨૦ સંસાર અને નિર્વાણમાં કશો જ ભેદ નથી. કારણ કે
सर्वं तथ्यं न वा तत्थं तथ्यं चातथ्यमेव च ।
નૈવાતથ્ય નૈવ તથ્યમેવૃદ્ધનુશાસનમ્ II મ. ૧૮.૮
ભગવાન બુદ્ધ લોકોનું અનુકરણ કરીને તેમને સન્માર્ગે લાવવા માટે કદીક આ બધું તથ્ય છે એમ કહે છે. કારણ કે બુદ્ધનું વચન છે કે
लोको मया साधू विवदति, नाहं लोकेन सार्धं विवदामि । यल्लोके संमतं तन्ममापि अस्ति संमतं, यल्लोके नास्ति संमतं, ममापि तन्नास्ति संमतम् ॥
મ ટી. ૧૮.૮ આ રીતે લોકોની ભાષામાં જ તેમની જ સમજનો આધાર લઈને તેમણે ઉપદેશ આપવો શરૂ કર્યો એટલે તેમણે કહ્યું કે હા, તમે જેને તથ્ય કહો છો તે તથ્ય છે જ. પણ જુઓ એનો અન્યથાભાવ પણ થાય છે તે તો તમે જોયું ને માટે તેને અતથ્ય પણ જાણવું. આથી આગળ જઈને તેમણે સમજાવ્યું કે જુઓ બાલજન જેને તથ્ય સમજે છે તેને આર્યજન અતથ્ય સમજે છે. આમ તથ્ય એ અતથ્ય પણ છે–તથ્થાતથ્ય છે અને એથી આગળ વધીને જેની બુદ્ધિમાં માત્ર જરાક આવરણ રહી ગયું છે તેને એમ ઉપદેશ છે કે ભાઈ, આ તથ્ય પણ નથી અને અતથ્ય પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org