________________
206
ŚRUTA-SARITA
જેમ વળ્યાસુતને શ્યામ પણ ન કહી શકાય અને અવદાત પણ ન કહી શકાય તેમ આ બધી જ વસ્તુને તથ્ય કે અતથ્ય પણ ન કહી શકાય. આમ ક્રમે કરી બુદ્ધ શિષ્યોને તત્ત્વસ્પર્શી માર્ગે લાવે છે. મ. ૧૮.
પ્રતીત્યસમુત્પાદ વિશે થોડી વધારે ચર્ચા કરવી જરૂરી છે. નાગાર્જુને પ્રતીત્યસમુત્પાદ માટે પ્રારંભમાં જ નિષેધપરક આઠ વિશેષણો આપ્યાં છે
अनिरोधमनुत्पादमनुच्छेदमशाश्वतम् । अनेकार्थमनानार्थमनागममनिर्गमम ॥
: પ્રતીત્યસમુFાવું........... , , ૨. આ આઠેય નિષેધપરક વિશેષણો એવાં છે જેમાં દાર્શનિક મૌલિક વિવિધ માન્યતાઓ અને કલ્પનાઓનો સંગ્રહ થઈ જાય છે. તે કહે છે–વસ્તુ ઉત્પન્ન નથી, વિનષ્ટ નથી; તેનો ઉચ્છેદ નથી, તે શાશ્વત નથી; તે અભિન્ન નથી. ભિન્ન નથી, તેનો આગમ નથી અને નિર્ગમ પણ નથી.
ચન્દ્રકીર્તિએ સ્પષ્ટીકરણ કર્યું છે કે પ્રથમ જો ઉત્પત્તિ જ નથી—એ જો નિશ્ચિત થાય તો બાકીના જે પ્રતિષધો છે તેને સમજવામાં સરલતા પડશે. એટલે જ નાગાર્જુન સૌ પ્રથમ ઉત્પત્તિની કલ્પનાનું નિરાકરણ કરે છે–
न स्वतो नापि परतो न द्वाभ्यां नाप्यहेतुतः ।
ઉત્પન્ના નાતુ વિદ્યન્ત ભાવ: વન વન | મ. ૧.૩
સ્વતઃ ઉત્પત્તિ નિરર્થક જ ઠરે તેથી લાભ પણ શું? તે પોતે વિદ્યમાન છે જ, પછી ઉત્પન્ન થવાનો શો અર્થ ? માટે સ્વતઃ ઉત્પત્તિ ઘટે નહિ. વળી તેમ માનવા જતાં અનવસ્થા પણ થાય.
પરથી પણ ઉત્પત્તિ થતી નથી. કારણ “પર” એ સિદ્ધ નથી અને સિદ્ધ હોય તોપણ અપેક્ષિત એક સિવાયના બધા જ પર છે, તો તેથી જો ઉત્પત્તિ થતી હોય તો સંસારના સમગ્ર “પર” જનક માનવા પડશે. બધું જ બધા પદાર્થોથી ઉત્પન્ન થાય છે એમ માનવું પડે, કારણ
‘તુલ્ય પરત્વવૃત્તેડગનડપિ સ્મિાતું ' મધ્યમકાવતાર ૬.૧૪.
અજનક મનાતા એવા બધા જ ‘પર' રૂપે સમાન છે. તો બધા જ અજનકો “પર” હોવાને કારણે જનક બની જશે
અને સ્વ અને પર એ બંનેથી પણ કાંઈ ઉત્પન્ન થઈ શકે નહિ, કારણ એ બંનેમાં દોષોનું દર્શન કરાવ્યું જ છે.
અહેતુથી પણ કાંઈ ઉત્પન્ન થાય નહિ. હેતુ ન હોય તો કાર્યકારણ એવો વિભાગ જ ન બને. વળી જો હેતુ વિના કશુંક ઉત્પન્ન થઈ શકતું હોય તો વંધ્યાપુત્ર, ગગનકુસુમ–એ બધું પણ ઉત્પન્ન થઈ જાય.
આમ વસ્તુનો ઉત્પાદ ઘટતો નથી (મ, ૨૧.૧૨) અને જેનો ઉત્પાદ જ નથી તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org