________________
શૂન્યવાદ
૨૦૩ પ્રયત્ન હતો કે જે તર્કને અંતિમ માનીને આપણે ચાલીએ છીએ તે તર્ક કેવો નબળો છે અને તેની નબળાઈ તર્ક દ્વારા જ તેણે બતાવી છે. માટે જ એ કહે છે–
सर्वदृष्टिप्रहाणाय यः सद्धर्ममदेशयत् । .
૩મનુષ્પમુદ્રા નમ મ શૌતમમ્ II મ. ૨૭.૩૦. અને તેણે સ્થાપેલ શૂન્યવાદ વિશે પણ ચેતવણી આપવામાં આવી છે કે –
विनाशयति दुर्द्रष्टा शून्यता मन्दमेधसम् ।
સપ યથા તુહીતો વિદ્યા વા તુwધતા મ૨૪-૧૧
એ તો સર્પ જેવો છે. જો તેને ઠીક રીતે પકડવામાં ન આવે તો પકડનારનો નાશ કરે છે. વળી બધા મતવાદનું નિરાકરણ શૂન્યવાદથી થાય છે એ સાચું પણ જો શૂન્યવાદને પકડીને બેસી રહેવામાં આવશે તો તેનો સંસારમાંથી નિસ્તાર છે જ નહિ.
शून्यता सर्वदृष्टिनां प्रोक्ता निःसरणं जिनैः । -
ચેષાં તુ શૂન્યતાદષ્ટિ: તાન્ સાપ્યાન વાપરે મ. ૧૩.૮
માટે પ્રજ્ઞા પામવા માટે પ્રયત્નશીલ થવું એ જ જરૂરી છે અને એટલા માટે જ શૂન્યવાદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વળી જુઓ મા ૨૨.૧૧,૧૨.
સર્વમાન્ય પ્રમેયોનું નિરાકરણ કરવા માટે નાગાર્જુને માધ્યમિકકારિકા લખી અને તત્ત્વ તો ચતુષ્કોટી મુક્ત છે તેમ નિરૂપ્યું. નાગાર્જુન સર્વશૂન્યવાદી એટલે સર્વથા અભાવવાદી નથી એ તો તેણે કરેલા તત્ત્વના લક્ષણથી સિદ્ધ થાય છે :
अपरपत्ययं शान्तं प्रपञ्चैरप्रपञ्चितं ।
નિવત્વમનાનાર્થાત્ તત્ત્વસ્થ નક્ષપામ્ II ૧૮.૯ તત્ત્વ એ પરપ્રત્યેય નથી એટલે કે બીજો આપણને તેનું ભાન કરાવી શકે એ શક્ય નથી. એનું જ્ઞાન તો જાતે જ કરવું રહ્યું. પ્રપંચ–એટલે કે વાણી–શબ્દ વ્યવહારથી તેનું વર્ણન થઈ શકતું નથી, નિર્વિકલ્પ છે, તેના નાના અર્થ છે નહિ અને તે શાંત છે.
એ ભાવ, અભાવ, ભાવાભાવ અને ન-ભાવ-ન-અભાવ-એમ ચાર કોટીથી પર છે, માત્ર પ્રજ્ઞારૂપ છે અને બુદ્ધિ તેનું વર્ણન કઈ રીતે કરી શકે તેમ છે નહિ. જે પોતાના અસ્તિત્વ માટે અન્ય ઉપર આધાર રાખે છે તે ખરી રીતે અસ્તિ કહેવાય જ નહિ. તેથી શૂન્ય છે, અને પરમાર્થ દૃષ્ટિએ અનુત્પન્ન પણ છે. જે સત છે તે સદૈવ ઉપલબ્ધ થાય છે, અને તેથી ઉપલબ્ધ થતા હોવાથી સાપેક્ષ પદાર્થ કોઈ ને કોઈ રીતે સત્ છે જ. આમ શૂન્યતા એ સર્વશૂન્યતાના અર્થની બોધક નથી જ. એટલું જ કહી શકાય કે તે પારમાર્થિક સતું નથી અને પ્રપંચ પણ નથી. મત ૧૫.૬, ૭, ૧૦; ચતુ શતક ૮. ૨૦.
પણ આ શૂન્યતાની સમજ આપવી હોય તો વ્યવહારનો આશ્રય લેવો અનિવાર્ય છે. કારણ પરમાર્થ અવાચ્ય છતાં તેની સમજ તો શબ્દોના આશ્રય વિના આપી શકાતી નથી, અને શબ્દવ્યવહાર એ પારમાર્થિક નથી પણ વ્યાવહારિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org