________________
શૂન્યવાદ
ભગવાન બુદ્ધ જ ભારતમાં એવા ધર્મપ્રવર્તક થયા છે જેમણે શ્રદ્ધા નહીં, પરંતુ બુદ્ધિ ઉપર ભાર આપ્યો છે. તેમણે ગુરુ અનેક કર્યા પણ એક પછી એક એમ એ બધાને છોડીને છેવટે નિર્વાણમાર્ગની શોધ તેમણે જાતે જ કરી અને પ્રથમ તો એમને એમ લાગ્યું કે આ મારી શોધ લોકો જલદી સ્વીકારી શકશે નહીં. એટલે ઉપદેશક બનવા કરતાં મૌન રહેવાનું તેમણે નક્કી કર્યું પરંતુ પછી આગ્રહ થતાં તેમણે ધર્મચક્રનું પ્રવર્તન કર્યું. તે જ બૌદ્ધધર્મ એ ધર્મના પાયાનાં ચાર તત્ત્વો એવાં છે જેમાં શરીરનાં નહીં, પણ આધ્યાત્મિક રોગોના ચિકિત્સક તરીકે બુદ્ધ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. સંસારમાં દુ:ખ છે. દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ એ મોક્ષનિર્વાણ છે અને નિર્વાણનું કારણ એટલે મોક્ષમાર્ગ છે. સૌને સમજવામાં આવે એટલું જ નહીં પણ એ ધર્મનું ફળ આ લોકમાં અહીંને અહીં મેળવી શકાય છે એવી આ સીધી સાદી વાત બુદ્ધની હતી. અને તે તેમણે પોતાના ઉપદેશના ત્રણ પાયા ઉપર રચી હતી–બધું જ ક્ષણિક છે, દુઃખ છે અને અનાત્મ છે.
ઉપનિષદોએ શાશ્વત એવા આત્મા–બ્રહ્મની શોધ કરી હતી અને એ તત્ત્વ આનંદમય છે એમ ભારપૂર્વક કહ્યું હતું. આનું અનુસરણ તે કાળના લગભગ બધા જ વિચારકોએ કર્યું હતું અને આત્મતત્વનો સ્વીકાર કર્યો હતો, જે સૌને મતે અવિનશ્વર હતું. આથી વિરુદ્ધ અભિપ્રાય હતો કે આત્મા જેવું તત્ત્વ છે તો ખરું પણ તે અવિનશ્વર નહીં પણ વિનશ્વર છે. પાંચ ભૂતોમાંથી એ ઉત્પન્ન થાય છે. અને મૃત્યુસમયે તેનો ઉચ્છેદ થાય છે તેથી વિનશ્વર છે, શાશ્વત નથી.
બુદ્ધ પોતાને વિભજ્યવાદી (મિનાય સુમસુત્ત ૯૯, પૃ. ૧૯૭) કહ્યા છે એટલે કે કોઈ પણ બાબતમાં એકાંત અથવા એકાંશનો આશ્રય નહીં પણ વિશ્લેષણ કરીને નિરૂપણ કરવાનો વિભજ્યવાદ માર્ગ તેમનો હતો. આથી તેઓ પોતાને મધ્યમમાર્ગના પથિક જણાવે છે. એટલે તેમણે સ્પષ્ટ કહ્યું કે આત્મા જો શાશ્વત-નિત્ય-કૂટસ્થ હોય તો બ્રહ્મચર્ય નિરર્થક ઠરે અને તેનો મૃત્યુ પછી સર્વથા ઉચ્છેદ થવાનો હોય તોપણ બ્રહ્મચર્ય નિરર્થક ઠરે. માટે સંસારમાં બધું જ પ્રતીત્યસમુત્પન્ન છે, તેથી વસ્તુનો સર્વથા ઉચ્છેદ થતો નથી કે સર્વથા તે શાશ્વત નથી. આ મારો મધ્યમમાર્ગ છે, એમ બુદ્ધે વારંવાર કહ્યું છે. બુદ્ધની આ તર્કસંગત વાતનો સ્વીકાર સૌ કોઈ શ્રદ્ધાથી નહિ પણ તેની પૂરી ચકાસણી કર્યા પછી જ કરે એવો આગ્રહ બુદ્ધ રાખ્યો હતો. આને પરિણામે આવી સીધી સાદી જણાતી વાત છતાં પણ જયારે તે તર્કને સરાણે ચડી ત્યારે તેની વ્યાખ્યાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org