________________
194
ŚRUTA-SARITĀ
તદ્દન વિરોધી જણાતા ધર્મો પણ એક જ વસ્તુમાં જુદી જુદી દૃષ્ટિ દ્વારા સિદ્ધ કરે અને એ રીતે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં કોઈ પણ વસ્તુને અનેક દૃષ્ટિથી વિચારીને તેમાં વિરોધી દેખાતા ધર્મોમાં પણ અવિરોધ ક્યાં રહેલો છે તે શોધી આપવાનું કાર્ય નયવાદ કરે છે. અને એ રીતે તત્ત્વજ્ઞાનમાં દેખાતા અનેક વિરોધોને શમાવી, બધા તત્ત્વજ્ઞાનીઓમાં ક્યાં કેટલી સમાનતા રહેલી છે તે સ્પષ્ટ કરી આપે છે અને એ રીતે મનમાં ઉદ્ભવતા અનેક ભ્રમોને દૂર કરીને તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં સર્વધર્મસમન્વય કરવાનું મહાન કાર્ય કરે છે, અને તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં પણ નયવાદ અનુપમ પ્રતિષ્ઠાને પામે છે. સંપૂર્ણ નયોનો સમૂહ સ્યાદ્વાદ
એ બધા નયો–બધી અપેક્ષાઓ–બધાં આંશિક સત્યો મળીને સાદ્વાદ બને છે. સાદ્વાદ વસ્તુને જેટલી અપેક્ષાઓથી જોઈ શકાય તેટલી અપેક્ષાઓથી જોઈને વસ્તુતત્ત્વ નિર્ણય કરે છે અને એથી સ્યાદ્વાદને તત્ત્વજ્ઞાનના પ્રદેશમાંથી કાઢી નાખીએ તો હાથીના સ્વરૂપને નક્કી કરવા બેઠેલા આંધળાઓ, બધાનો એક મત નહિ થવાથી લડાઈ કરવા મંડી જાય છે, તેમ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં પણ સ્યાદ્વાદરૂપી દિવ્યચક્ષુના અભાવે સદાય લડાઈ જ રહેવાની. સ્યાદ્વાદના અભાવે બધાં દર્શનોમાં જે પરસ્પર ખંડનમંડનની પ્રથા ચાલી છે એ શાસ્ત્રીય લડાઈનો અંત કરવાનું શ્રેય સ્યાદ્વાદને છે, એ સત્ય ભારતીય દર્શનશાસ્ત્રમાં ઊંડા ઊતરનારને તુરત સમજાય તેવું છે. જૈન સાહિત્યમાં નય
જૈન તત્ત્વજ્ઞાનનું મૂળ સ્યાદ્વાદમાં હોવાથી પ્રાચીન, મધ્યકાલીન તેમજ અર્વાચીન જૈન સાહિત્યમાં સ્યાદ્વાદનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો છે તેવી જ રીતે નય એ સ્યાદ્વાદનો પ્રાણ હોવાથી શ્વેતામ્બરોમાં આગમથી શરૂઆત કરીને યશોવિજયજીના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથોમાં અને દિગંબરોમાં કુંદકુંદના આધ્યાત્મિક ગ્રંથોથી માંડીને અત્યાર સુધી લખાયેલા તત્ત્વજ્ઞાનનાં તમામ પુસ્તકોમાં નય વિશે ઉત્તરોત્તર વિકાસપૂર્ણ વિચારો મળી આવે છે. જેટલો શ્રમ જૈનાચાર્યોએ જૈન દર્શનના પ્રાણભૂત સિદ્ધાન્ત સ્યાદ્વાદને વિકસાવવા કર્યો છે તેટલો જ શ્રમ–અરે તેથી પણ વધારે એ સ્યાદ્વાદના પ્રાણભૂત નયવાદને વિકસિત કરવા સેવ્યો છે. જૈનેતર દર્શનોમાં નય
બીજાં દર્શનોમાં નયવાદની તદન ઉપેક્ષા જ થઈ છે એમ કહી શકાય નહિ. વેદાન્તીઓના વ્યવહાર અને પરમાર્થ; બૌદ્ધોના સંવૃતિ સત્ય અને પરમાર્થ સત્ય તથા ત્રિપિટકમાં આવતા એકત્તનય, નાનત્તનય, અવ્યાપારનય, અને એવંધમ્મતનય એ ચાર અલ્વનય અને ન્યાય વૈશેષિકની પૃથિવ્યાદિને નિત્ય તેમજ અનિત્ય માનનાર દષ્ટિઓ, વગેરે એ જૈનેતર દર્શનોમાં નયનામપૂર્વક કે નયનામ વિના નયનો સ્વીકાર તેમ જ વ્યવહાર થયો છે તેમ બતાવે છે પરંતુ બીજાં દર્શનોએ એ વાદનું વૈજ્ઞાનિક વિવેચન કરવા તરફ લક્ષ નથી આપ્યું જયારે જૈન દર્શનને તો સ્યાદ્વાદ અને નયવાદ આધારભૂત હોવાથી તેના વૈજ્ઞાનિક વિવેચન તરફ જૈનાચાર્યોએ ખૂબ જ લક્ષ આપ્યું છે અને એ બન્ને વાદના વૈજ્ઞાનિક વિવેચનથી જૈન દર્શનમાં વિશેષતા આણી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org