________________
નયવાદનો પ્રારંભિક ઇતિહાસ
૧૯૩
આપણે અશક્તિમાન થઈએ. અને એનો કઈ રીતે વ્યવહાર કરવો તેની સમજણ પડે નહિ. એટલે આપણો વ્યવહાર જાણે કે અજાણે સાપેક્ષ જ હોય છે. એટલે જગતમાં જીવતી કોઈ પણ વ્યક્તિ એ અપેક્ષાવાદ વિના ચલાવી શકે જ નહિ. અને એથી જ એ અપેક્ષાવાદ-સ્યાદ્વાદ-અનેકાંતવાદની મહત્તા સૌ કોઈ વિચારકને સ્વીકાર્યા વિના ચાલે જ નહિ.
આપણે વ્યવહારમાં એ અપેક્ષાવાદનો જાણે કે અજાણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એ સ્વાભાવિક હોવાથી વગર વિચારે જ વ્યવહત થાય છે પરંતુ જ્યારે એ સ્યાદ્વાદનું વૈજ્ઞાનિક વિવેચન કરવામાં આવે છે, ત્યારે વિદ્વાને માટે પણ જેટલો વ્યવહારમાં સહેલો છે, તેટલો જ સમજવામાં કષ્ટસાધ્ય બને છે. અને એ કારણથી જ ભારતીય દર્શનકારોમાં શંકર જેવા મહાન તત્ત્વવેત્તાએ પણ એ સ્યાદ્વાદનું ખંડન કરવા જતાં ગંભીર ભૂલ ખાધી છે, એમ આજના એ વાદને પચાવનારાઓનું દઢ મન્તવ્ય છે.
ભારતીય દર્શનશાસ્ત્રોમાં અપેક્ષાવાદ-ચાદ્વાદને સ્પષ્ટ રૂપે વિકસાવનાર એટલું જ નહિ પરંતુ એ અપેક્ષાવાદના પાયા ઉપર જ પોતાના સમસ્ત તત્ત્વજ્ઞાનનો મહાન મહેલ ચણનાર જૈન દર્શન છે.
સ્યાદ્વાદના આધારભૂત નય
દેશ્ય કે અદશ્ય તમામ વસ્તુ અનંત ધર્માત્મક છે એમ જૈન દર્શન સ્વીકારે છે. એ અનંત ધર્મોમાંના એક એક ધર્મની પ્રધાનતા અને બીજા ધર્મોની ગૌણતાથી એક જ વસ્તુ અનંત રીતે પ્રકાશિત થાય છે. એટલે એક જ વસ્તુને આપણે પણ તેના એક એક અંશની પ્રધાનતા રાખીને જોઈએ તો અનંત રીતે જોઈ શકીએ. વ્યવહારમાં તો આપણને સમસ્ત વસ્તુઓ તેમના સંપૂર્ણ સ્વરૂપમાં ઉપયોગમાં નથી આવતી પરંતુ તે તે આંશિક સ્વરૂપમાં ઉપયોગમાં આવે છે, અને તે તે વસ્તુના આંશિક સ્વરૂપ જ્ઞાનને પૂર્ણ જ્ઞાન તો ન જ કહી શકાય. પરંતુ અપેક્ષાકૃત સત્યજ્ઞાન જરૂર કહી શકાય. આવા અપેક્ષાકૃત આંશિક સત્યજ્ઞાનને જૈનો નય કહે છે. અને એ બધા નયો મળીને સાદ્વાદ થાય છે. એટલે સ્યાદ્વાદમાં નયનું સ્થાન મહત્ત્વનું છે તે સહજ સમજાય તેવી વાત છે. વ્યવહાર તેમજ પરમાર્થમાં નયનો ઉપયોગ
વ્યવહારમાં તો એ નયોથી જ આપણું કામ ચાલે છે. તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં પણ એ નયનો તેટલો જ ઉપયોગ છે. જો એ નયને ભૂલ્યા તો વસ્વરૂપનું યથાર્થજ્ઞાન થવાનો સંભવ જ નથી. આત્મા એક છે એવો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં મળે છે અને અનંતજીવોથી વિશ્વ વ્યાપ્ત છે એવો ઉલ્લેખ પણ મળે છે. જેને નયવાદનું ભાન નથી તેવાઓને આવા પરસ્પર વિરોધી દેખાતા ઉલ્લેખો જોઈને ભ્રમ થવાનો સંભવ છે, પરંતુ એ ભ્રમ નયવાદ ભાંગે છે અને આત્માનું એકત્વ તેમજ અનેકત્વ સિદ્ધ કરે છે. શુદ્ધ ચૈતન્ય તો બધા આત્મામાં એકસરખું જ છે. અને એ અપેક્ષાએ બધા આત્મા એક જ છે, પરંતુ બધાનું ચૈતન્ય સરખું હોવા છતાં સમસ્ત આત્માઓનું વ્યક્તિત્વ ભિન્ન ભિન્ન છે, તેથી આત્મા અનેક પણ છે. તેવી જ રીતે નિત્ય તેમજ અનિત્ય વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org