________________
નયવાદનો પ્રારંભિક ઇતિહાસ
ભિન્ન ભિન્ન દ્રષ્ટાઓએ કરેલ વિશ્વનું પૃથક્કરણ
ભારતીય દર્શનશાસ્ત્રનો પ્રધાનતયા ઉદ્દેશ મોક્ષ રહ્યો છે. અને તેથી જ મોક્ષનો વિચાર કરવા જતાં પ્રત્યેક દર્શનકારને જગતનું પૃથક્કરણ કરવું જ પડ્યું છે. વેદાન્તીઓએ માયાજાળથી પર જઈને બ્રહ્મમય જગત જોયું. સાંખ્યદર્શન પ્રવર્તક કપિલ ઋષિને જગત, સ્વરૂપને ભૂલેલ પુરુષ અને પ્રકૃતિની સૃષ્ટિ જણાઈ, ન્યાયસૂત્રકાર ગૌતમ અને વૈશેષિક દર્શનકાર કણાદ ઋષિએ સમસ્ત જગત સાત પદાર્થમાં સમાવિષ્ટ જોયું, ભગવાન બુદ્ધે નિર્વાણ માર્ગ શોધતાં નામ અને રૂપમય જગત નિહાળ્યું. અને ભગવાન મહાવીરે ચેતન, અને જડના પર્યાયોથી નિષ્પન્ન વિશ્વનું દર્શન કર્યું.
એ બધામાં વાસ્તવિક રીતે વિરોધ છે ?
એ બધા દ્રષ્ટાઓના વિશ્વદર્શન પર ઊડતી નજર ફેંકીએ તો સૌ કોઈ જુદું જુદું કહેતા હોય તેમ ભાસે પરંતુ જરા ઊંડા ઊતરીએ તો જણાય કે એક દ્રષ્ટાએ પોતાનો અનુભવ જરા વિસ્તારથી જગતસન્મુખ ધર્યો છે જ્યારે બીજાએ એની એ જ વસ્તુ સંકોચીને કહી છે. એટલે આપણને વિરોધી જણાતી વસ્તુઓમાં પણ વાસ્તવિક રીતે વિરોધ નથી હોતો પરંતુ આપણી દૃષ્ટિમાં વિરોધ હોવાથી આપણે સમન્વય કરવા અશક્તિમાન થઈએ છીએ. અને એ દેખાતા વિરોધોનો સમન્વય કરવાનું કાર્ય સ્યાદ્વાદ કરે છે.
વસ્તુની અનંતધર્માત્મકતા
આપણે ઉપર જોયું તે પ્રમાણે ભગવાન મહાવીરે વિશ્વને જડ અને ચેતનના પર્યાયોથી નિષ્પન્ન નિહાળ્યું છે. એ રીતે આ અસીમ વિશ્વને એ બે તત્ત્વોના વિકારભૂત માનીએ ત્યારે આપણે એ પણ માનવું જ પડે છે કે એ બે તત્ત્વોનો ભિન્ન ભિન્ન રૂપે પ્રકાશ—તે આ અનંત વિશ્વ. અર્થાત્ તે બન્ને તત્ત્વો અનંતધર્મવાળા હોવા જોઈએ અન્યથા, અનંતરૂપે પ્રકાશિત ન જ થઈ શકે.
સ્યાદ્વાદની આવશ્યકતા અને તેનું ગાંભીર્ય
વ્યવહારમાં આવતા જડ અને ચેતનના એ અનંત વિકારો તદ્દન નિરપેક્ષ નથી પરંતુ સાપેક્ષ છે. એ બધાને નિરપેક્ષ લેવા જઈએ તો તેમનું સ્વતંત્ર અસ્તિત્વ કયા પ્રકારનું છે તે જાણવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org