________________
190
ŚRUTA-SARITĀ
૨૯. ઉવ. ૩૧, માં શ્રમણોના અભ્યાસ, તથા ચિંતનમનન વિશે વિસ્તારથી કહ્યું છે તે જોઈ લેવું. ૩૦. એ અનશન વિશે. ભગઇ ૯. ૩૩. જોવું અને શ્રમણો તથા શ્રમણોપાસકનાં ચરિત્રો જોવાં. તે ચરિત્રો
કયા સૂત્રમાં આવે છે તે આગળ આપવામાં આવ્યું છે. ૩૧. ઉપાસકોનું સંપૂર્ણ જીવન કેમ વ્યતીત થતું તેનું વિસ્તારથી અહીં વર્ણન નથી આપતો. ૩૨. ઉત્તર ૨૩. ૩૩. ઉત્ત. ૨૩. ૩૪. ઉત્ત. ૨૩. ૩૫. આચારાંગ. ૩૬. અવિવાહિત એમ જેમના વિશે ન લખ્યું હોય તે સૌને વિવાહિત સમજવા. ૩૭. સ્થાનાંગ સૂત્રમાં (સૂ) ૬૨૧) એમ જણાવ્યું છે કે મહાવીરે આઠ રાજાઓને દીક્ષા દીધી. તેમનાં નામ આ
પ્રમાણે જણાવ્યા છે : વીરંગ, વીરજસ, સંજય, એણિજ્જય, સેય, સિવ, ઉદાયણ, અને સંખ કાસિદ્ધણ. પાઠ ત્રુટિત હોવાથી છેલ્લું નામ ટીકાકારે પોતાની તરફથી ઉમેર્યું છે. (તદ સં9 સિવાણ
ત્રેવં ચતુર્થદ્દે સતિ થા મવતિ તે વૈવં દતે પુસ્તfધ્વતિ) પહેલા ત્રણ આગમમાં બીજે સ્થળે જણાવ્યા નથી. માત્ર સર્વ પ્રથમ અહીં આ સૂત્રમાં તેમનાં નામો મળે છે. પરંતુ આશ્ચર્ય એ છે કે ટીકાકાર હે છે કે તે પ્રતીતાઆ ઉપરથી એમ જણાય છે કે એ ટીકાકારના સમય સુધી તો તેમને વિશે આગમમાં નોંધ હશે. પરંતુ પછી લુપ્ત થઈ ગઈ. ચોથા વિશે પણ આગમમાં કાંઈ નોંધ નથી. પરંતુ ટીકાકાર તેને પએસીરાજાનો કોઈ નિજક' જણાવે છે. સેયને ટીકાકાર અમલકપ્પાનો રાજા જણાવે છે. પરંતુ એ સેયે તો દીક્ષા લીધી હોય તેવો ઉલ્લેખ નથી. (જુઓ, રાયડ ૧) સિવ માટે જુઓ ભગ ૧૧. ૯. ઉદાયણ એ ઉપર જણાવેલ જ છે. અને સંખ નામ ટીકાકારે સૂચવ્યું છે. છતાં તે કહે છે કે બીજાં સૂત્રોમાં કાસીના રાજાનું નામ “અલખ' મળે છે, (જુઓ અંતર ૬. ૧૬ ) અને તેથી તે જણાવે છે કે
સંખ એ અલખનું જ બીજું નામ હોવાનો સંભવ છે. ૩૮. સ્થાનાંગ(૬૯૧)માં કૂણિકના પુત્રનું નામ પણ ઉદાયણ જણાવ્યું છે અને તેને ભવિષ્યના તીર્થકર તરીકે જણાવ્યો છે. મૂળમાં તેના વિશે વિશેષ કાંઈ મળતું નથી. ત્રિષષ્ટિ.
પાદ ૨૪૭ ૩૯. ભગવાન મહાવીરની પત્ની જસોયા, પુત્રીની પુત્રી સેસવઈ અને પુત્રી પિયદંસણાને એક વિભાગમાં
ગણ્યાં નથી. કારણ કે તેમના વિશે નિશ્ચિત રૂપે કાંઈપણ મૂળ ઉપરથી કહેવું અશક્ય છે. મૂળમાં માત્ર તેમનો મહાવીર સાથેનો સાંસારિક સંબંધ બતાવ્યો છે. એ સિવાય કશું જ જણાવ્યું નથી. આચાઇ ૨.
૧૫.
પરવર્તી સાહિત્યમાં પિયદેસણાએ દીક્ષા લીધી એમ જણાવ્યું છે. પરંતુ આગમમાં ભગવતી સૂત્રમાં જ્યાં જમાલીનું ચરિત્ર વિસ્તારથી આપવામાં આવ્યું છે ત્યાં તેનો નામોલ્લેખ પણ નથી. ઊલટું જમાલીને આઠ રાણીઓ હતી એમ બતાવ્યું છે.
ભગ, ૯-૩૩. ૪૦. સ્થાનાંગ-(૬૯૧)માં ધનૂને ભાવી તીર્થકર કહ્યો છે-ટીકાકાર ધન્નનું વિસ્તારથી ચરિત્ર આપે છે. પરંતુ ભૂલથી તેમણે હત્થીણાપુરને તેનું ગામ જણાવ્યું છે.
જુઓ અનુત્ત. ૩. ૧. ૪૧. સુધર્માના શિષ્ય જંબુને મહાવીરના સંઘમાં ગણવામાં નથી આવ્યા. કારણ આગમમાં એક પણ એવો
ઉલ્લેખ નથી મળતો જેથી એમ માની શકાય કે તેઓ મહાવીરની જીવિત દશામાં સંઘમાં ભળ્યા હતા. વળી પરવર્તી સાહિત્ય તેમનો દીક્ષા પર્યાય ૬૪ વર્ષે બતાવે છે અને સિદ્ધિ લાભ મહાવીર પછી ૬૪ વર્ષે બતાવે છે તેથી પણ એ જ વાતની સિદ્ધિ થાય છે કે તેઓ મહાવીરની જીવિતાવસ્થામાં સે ન હતા. તેમણે દીક્ષા સુધર્મા પાસે લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org