________________
પાર્થાપત્યયો અને મહાવીરનો સંઘ
૧૭૫ મહાવીરના અનુયાયીઓ આગમમાંથી મળી આવે છે. અને આ સંખ્યા તેમના અનુયાયીઓની પૂર્ણ સંખ્યા છે એમ તો આપણે માની શકીએ નહિ, કારણ કે સાદી સમજ પ્રમાણે વિચાર કરીએ તો આપણને જણાશે કે મહાવીરના સમસ્ત અનુયાયીઓનાં જીવનવૃત્તાંતો આગમમાં નોંધાય એ સંભવિત તેમજ શકય નથી. આગમમાં તો ખાસ કરીને તેમના સંઘમાં જે પરમ તપસ્વી હતા, જેમના જીવનની બીજા પર છાપ પડી શકે એમ હતું, વળી જે વ્યક્તિઓ તે સમયમાં સમાજ તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતી અને મહાવીરના સંઘમાં ભળી હતી માત્ર તેવી પ્રભાવશાળી વ્યક્તિઓનાં જીવનવૃત્તાંતોની નોંધ લેવામાં આવી છે. વળી જેટલાના જીવનની નોંધ લેવાઈ હશે તે બધાનાં જીવનવૃત્તાંતો અત્યારે આગમમાં મળી આવવાનો સંભવ નથી, કારણ કે આગમનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો છે. અને તેની સાથે ઘણાનાં જીવનની નોંધો નષ્ટ થઈ જવાનો સંભવ છે. તેથી આગમમાંથી તારવેલ ૧૪૧૭ની સંખ્યા પૂર્ણ માનવાની ભૂલ ન કરવી જોઈએ. મહાવીરના સંઘમાં એથી ક્યાંય મોટી સંખ્યામાં મનુષ્યો ભળ્યા હશે એમ માનવું જોઈએ.
રાજાઓ તથા જેમનો સ્પષ્ટ ક્ષત્રિય તરીકે ઉલ્લેખ છે તેવાઓને ક્ષત્રિયના ખાનામાં મૂક્યા છે. જેમનો મૂળમાં ગાહાવઈ, સેઢી, અમાત્ય, અથવા સાર્થવાહ તરીકે ઉલ્લેખ છે એ બધાને વૈશ્ય ગણવામાં આવ્યા છે. માલાકાર, મંખ, સોવાય, મૂસિયાર અને કુંભકાર એ બધાનો સમાવેશ શૂદ્રમાં કર્યો છે. જે પાર્થાપત્યીયો મહાવીરના સંઘમાં મળ્યા તેમનો કોષ્ટકમાં પાર્થાપત્યીયોના ખાનામાં સમાવેશ કર્યો છે. જે અન્યતીર્થિકો મહાવીરના સંઘમાં મળ્યા તે બધાને અન્યતીથિકના ખાનામાં ગણાવ્યા છે. જેમના વર્ણ વિશે આગમમાં કશું જ નથી કહેવામાં આવ્યું તેવાઓને અજ્ઞાતના ખાનામાં મૂકયા છે, જો કે તેવાઓના વર્ણ વિશે પરવર્તી સાહિત્ય માહિતી આપે છે પરંતુ અહીં તે ધ્યાનમાં લેવામાં નથી આવી. અને તેથી જ પરવર્તી સાહિત્યમાં બધા ગણધરોને બ્રાહ્મણ કહ્યા હોવા છતાં આઠને અજ્ઞાતમાં મૂક્યા છે. જયાં અનુમાનથી વર્ણનો નિશ્ચય શક્ય હતો ત્યાં અનુમાનથી એ વર્ણ નક્કી કરવામાં આવ્યો છે.
ભગવાન મહાવીર જ્યાં જ્યાં ઉપદેશ દેતા ત્યાં ત્યાં આખા ગામના લોકો તેમના ઉપદેશનું પાન કરવા ટોળાબંધ જતા. એવો આગમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ૨૫ તેમાંથી કેટલાક વ્રતો અંગીકાર કરતા અને બાકીના તેમનામાં શ્રદ્ધા તથા ભક્તિવાન થતા. આવા શ્રદ્ધાળુઓની પણ મોટી સંખ્યા હશે.
કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે સ્ત્રી તથા પુરુષ શ્રમણોપાસકની કુલ સંખ્યા માત્ર ૩૯ની છે અને તે સાધુની સંખ્યા કરતાં ઓછી છે. ખરી રીતે એ શ્રમણોપાસકોની સંખ્યા શ્રમણો કરતાં મોટી હશે જ. ભગવાન મહાવીરે અગારિક તથા અનગારિક એ બન્ને ધર્મ પર ભાર આપ્યો એ ખરું પરંતુ આગમનો મોટો ભાગ શ્રમણોનાં ચરિત્રો રોકે એ સ્વાભાવિક છે. વળી શ્રમણજીવન કરતાં ઉપાસકપણું સહજ છે અને તેથી શ્રમણોપાસકના જીવનની નોંધો શ્રમણ જેટલી આગમમાં ન મળી આવે છતાં એ શ્રમણોપાસકની સંખ્યા શ્રમણો કરતાં વધારે હશે જ. આગમમાં તો માત્ર જેઓ સમાજ તથા રાજનૈતિક ક્ષેત્રમાં પ્રભાવશાળી હતા તેવા શ્રમણોપાસકની જ નોંધો લેવાઈ. બધાની લે એ સંભવિત ન હતું. તેથી આપણે એમ માનવું જોઈએ કે શ્રમણોપાસકની સંખ્યા શ્રમણ કરતાં વધારે હતી જ, વળી જેટલી આગમમાં સંખ્યા મળે છે તેથી પણ વધારે શ્રમણોપાસકો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org