________________
પાર્થાપત્યયો અને મહાવીરનો સંઘ
૧૭૩
નહિ જ લેતા હોય. ચાર અણુવ્રતો લેતા હોય એ વધારે સંભવિત છે.
વળી પાપત્યીય સાધુનાં વ્રતોને મહાવ્રત નથી કહ્યા પરંતુ વીડMાજ ધખે કહ્યો છે. તેથી એ સાધુનાં ચાર વ્રતોને મળતા ચાર ઉપાસકનાં વ્રતો હોય જે, વ્રતોને “અણુ' શબ્દ ન પણ લગાડતો હોય. અથવા તો કોઈ બીજી રીતે ચાર કે તેથી વધારે ઓછા વ્રતો ઉપાસકો લેતા હોય, એ સંભવિત છે.
પાર્શ્વના ઉપાસકો સાત શિક્ષાવ્રતો લેતા એમ પણ આગમમાં તો છે. પરંતુ વસ્તુતઃ તેઓ લેતા કે કેમ તેની નિશ્ચિતપણે હા કે ના કહેવા માટે આપણી પાસે પૂરતાં સાધનો નથી. પરંતુ એ વ્રતોનું સ્વરૂપ જોતાં આપણે એટલું કહી શકીએ કે ભગવાન પાર્શ્વના જમાનામાં એ પ્રકારના વિકસિત સ્વરૂપવાળાં વ્રતોના અસ્તિત્વનો ઓછો સંભવ છે.
સમસ્ત આગમમાં પાર્થાપત્યય શ્રમણીનું એક પણ નામ આવતું નથી એ વિચારણીય તો છે જ, પાર્શ્વના નિર્વાણને હજુ બસે વર્ષ પણ પૂરાં થયા ન હતાં ત્યાં તો મહાવીરનો જન્મ થયો. એટલા ટૂંકા સમયમાં પાર્શ્વના સંઘમાંથી એક અંગનો તદન ઉચ્છેદ થાય એ અસંભવિત લાગે છે. કલ્પસૂત્ર પ્રમાણે તો ભગવાન મહાવીરની આર્યાઓ કરતાં પાર્થસંઘની આર્યાઓની સંખ્યા બે હજાર૧૭ વધારે હતી; પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં મહાવીરની આર્યાઓ કરતા એ વધારે હોય એ સંભવિત લાગતું નથી. કારણ કે મહાવીર પહેલાના બ્રાહ્મણ સંપ્રદાયની પરિવ્રાજિકાઓના ઉલ્લેખો અલ્પસંખ્યક છે, એટલું જ નહિ પરંતુ મહાવીરના સમકાલીન બુદ્ધ તો સ્ત્રીઓને પ્રથમ પોતાના સંઘમાં ભિક્ષુણીનું સ્થાન આપવાની ના પાડી હતી... અને તેમની પાલક માતા તથા આનંદના અતિ આગ્રહ બાદ જ તેમણે ભિક્ષુણી સંઘની સ્થાપના કરી હતી. એ ઉપરથી એટલું તારવી શકીએ છીએ કે ભગવાન મહાવીર પહેલા સ્ત્રીઓને દીક્ષા દેવાનો રિવાજ બહુ જ ઓછા પ્રમાણમાં હશે એટલું જ નહિ પરંતુ એ રિવાજ તેમના નજીકના ભૂતકાળમાં શરૂ થયો હશે તેથી પાર્શ્વનાથ બહુ અલ્પસંખ્યક સ્ત્રીઓને પોતાના સંઘમાં મેળવી શક્યા હશે. ભલે એ અલ્પસંખ્યક હેય છતાં એ પરંપરાનો મહાવીરના સમયમાં તદ્દન લોપ થઈ ગયો હતો એ માત્ર આગમમાં ઉલ્લેખ ન મળે એ ઉપરથી માની લેવું ભૂલભરેલું ગણાય. વર્તમાન આગમમાં ઉલ્લેખ ન મળે તેટલા માત્રથી એમ માની લેવું કે મહાવીરના સમયમાં પાર્થાપત્યીય શ્રમણીઓ નહિ જ હોય. તેનો અર્થ એ થાય કે આપણે એમ સ્વીકારી લઈએ છીએ કે વર્તમાન આગમમાં બધા પાર્થાપત્યીયોની નોંધ લેવાઈ હતી, અને અત્યાર સુધી એ નોંધો તેવા સ્વરૂપમાં જળવાઈ રહી છે. પરંતુ જયારે આગમ તરફ દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને તુરત જ ધ્યાનમાં આવી જાય છે કે આગમની નોંધો છિન્નભિન્ન અવસ્થામાં છે. તેથી એમ માનવાને કારણ છે કે વિદ્યમાન પાર્થાપત્યીય શ્રમણીની નોંધ લેવાઈ જ નહિ હોય અથવા લેવાઈ હશે તો નષ્ટ અંશ સાથે સદા માટે લુપ્ત થઈ હોવાથી આપણને ઉલ્લેખ ન મળે તે સ્વાભાવિક છે. તેથી તેમના અસ્તિત્વનો માત્ર આગમ પર આધાર રાખી ઇન્કાર કરવો ઠીક ન ગણાય. વળી પરવર્તી સાહિત્યમાં એ પાર્થાપત્યીય શ્રમણીના ઉલ્લેખો મળી આવે છે તેથી તેમના અસ્તિત્વની વધારે ખાતરી થાય છે.
પાર્થાપત્યય શ્રમણો ૧૪ પૂર્વનું ચિંતનમનન કરતા. એ પૂર્વ તેમને ભગવાન પાર્શ્વના ઉપદેશરૂપે વારસામાં મળ્યા હતા એમ જણાય છે. જો કે કયાંક ક્યાંક પાર્થાપત્યીયો અગિયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org