________________
પાર્શ્વપત્નીયો અને મહાવીરનો સંઘ
ઘેર તેમનું નામ આપવામાં આવ્યું નથી. તે જિતશત્રુ તથા સુબુદ્ધિના દીક્ષાગુરુ હતા.
નાયા-૧. ૧૨.
૫૦૦ : કાલિયપુત્ત, આનંદરધ્મિય, કાસવ વગેરે ૫૦૦ પાર્શ્વપત્યીય શ્રમણો તંગિયા નગરીમાં વિહરતા હતા, ત્યારે ત્યાંના શ્રાવકોએ તેમને સંયમ અને તપનું ફળ પૂછ્યું અને જ્યારે તેમને દેવો શાથી દેવલોકમાં ઉત્પન્ન થાય છે એ પૂછવામાં આવ્યું ત્યારે તેમનામાં એ વિશે મતભેદ હતો તેની પ્રતીતિ થઈ. આ વાતના ખબર ગૌતમે ભગવાન મહાવીરને આપ્યા.
૧૭૧
ભાગ-૨.૫
ચિત્ત :—સેયવિયાના રાજા પએસીનો સારથિ. તે સાવત્થી નગરમાં પએસી રાજાનો સંદેશો લઈને ગયેલ ત્યાં કેસા શ્રમણ સાથે પરિચય થાય છે. અને શ્રમણોપાસકના વ્રતો સ્વીકારે છે. અને જ્યારે કેસી વિહાર કરતા સેયવિયામાં આવ્યા ત્યારે પએસી—જે અધર્મી હતો તેને તેમનો ઉપદેશ સાંભળવાની પ્રેરણા આપી. રાય-૫૪.
પએસી—સેયવિયાનો રાજા, (જુઓ ચિત્ત) કેસી શ્રમણ પાસે જઈને જીવના અસ્તિત્વ વિશે ચર્ચા કરે છે. અને જ્યારે તેને જીવના અસ્તિત્વની ખાતરી થાય છે ત્યારે શ્રમણોપાસકનાં વ્રતો અંગીકાર કરે છે.
રાય.
સિદ્ધત્થ—ભગવાન મહાવીરના પિતા. તેઓ ક્ષત્રિયકુંડપુરના પ્રતિષ્ઠિત ક્ષત્રિય હતા, અને પાર્શ્વપત્યીય શ્રવણોપાસક હતા.
આયા-૨. ૧૫. ૧૫.-૧૬.
સુપાસ—ભગવાન મહાવીરના કાકા. તેઓ પાર્શ્વપત્યીય શ્રવણોપાસક જણાય છે.
આયા-૨. ૧૫, ૧૫.
નંદિવદ્વણ—મહાવીરના મોટા ભાઈ. એ પાર્શ્વપત્નીય શ્રમણોપાસિક જણાય છે.
આયા-૨. ૧૫. ૧૫.
તિસલા—મહાવીરની માતા. એ પાર્સ્થાપત્યીય શ્રમણોપાસિકા હતી.
આયા-૨. ૧૫. ૧૫.
સુદંસણા——ભગવાન મહાવીરની મોટી બહેન. એ પા શ્રમણોપાસિકા જણાય છે.
આયા-૨. ૧૫. ૧૫.
પાર્થાપત્યીય સાધુઓનો સર્વ પ્રકારે હિંસા, જૂઠ, ચોરી અને બાહ્ય પરિગ્રહથી નિવૃત્તિરૂપ ચાતુર્યામિક ધર્મ હતો. અને જ્યાં જ્યાં પાર્શ્વપત્નીય શ્રમણોપાસકનું વર્ણન આવે છે ત્યાં ત્યાં તે મહાવીરના શ્રમણોપાસક માટે પ્રસિદ્ધ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતો એ બન્ને મળી બાર વ્રતરૂપ અગાર ધર્મ સ્વીકારે છે.
અહીં પ્રશ્ન એ થાય કે જો પાર્શ્વના અનુયાયી શ્રમણો માટે ચાર વ્રત હતા તો શ્રમણોપાસક માટે પાંચ અણુવ્રતો કેવી રીતે સંભવી શકે ? સાધુનાં ચાર વ્રતો હતાં તો ઉપાસકના ચાર અણુવ્રત હોવાનો વધારે સંભવ છે. પરંતુ આગમમાં તેમને માટે પાંચ અણુવ્રતો મળે છે તેની સંગતિ શી રીતે મેળવવી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org