________________
પાર્થાપત્યયો અને મહાવીરનો સંઘ
પ્રસ્તુત નિબંધમાં મૂળ આગમમાંથી પાર્થાપત્યયો એટલે ભગવાન પાર્શ્વના અનુયાયીઓ અને ભગવાન મહાવીરના સંઘનો પરિચય કરાવવાનું ધાર્યું છે.
આગમના પરવર્તી નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અને ટીકા તેમજ તેમના આધારે લખાયેલા સ્વતંત્ર ગ્રંથોમાં પણ એ સંઘનું વર્ણન આવે છે પરંતુ તેમની મૌલિકતા આગમ જેટલી નથી, કારણ કે તેનો આધાર આગમ સાહિત્ય કે અન્ય પરંપરા છે. તેથી આ લેખમાં મુખ્ય આધાર આગમ સાહિત્ય ઉપર જ રાખવામાં આવ્યો છે.
અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ઉપલબ્ધ આગમ સાહિત્ય છિન્નભિન્ન અવસ્થામાં હોઈ પાર્થાપત્યીયો અને ભગવાન મહાવીરના સંઘ વિશે કરવામાં આવેલ ગણતરી સંપૂર્ણ નહિ જ થઈ શકે પરંતુ અમુક અંશે તે આપણને વસ્તુસ્થિતિનો ઝાંખો ખ્યાલ આપનારી તો અવશ્ય થશે એ નિઃસંદેહ છે. પાર્થાપત્યીયો
ભગવાન મહાવીરના સંઘમાં જેમના મળી ગયાનો ઉલ્લેખ નથી તેવા માત્ર ૫૧૦ પાર્થાપત્યયોની નોંધ આગમમાં મળી આવે છે. એ ૫૧૦ પાર્થાપત્યયોમાંથી ૫૦૩ સાધુ હતા. એ સાધુઓ તેમની પૂર્વાવસ્થામાં કોણ હતા એ વિશે આગમમાં કશી જ હકીકત આપવામાં આવી નથી. માત્ર બે સાધુઓના ગૃહસ્થજીવન વિશે નોંધ કરવામાં આવી છે. તેમાંનો એક ચંપાનો રાજા હતો અને બીજો તેનો મંત્રી હતો.
પાંચ શ્રમણોપાસકના જીવનવૃત્તો મળી આવે છે તેમાંના ચાર તો ક્ષત્રિય હતા અને એક શૂદ્ર હતો. અને બાકીની બે મહાપાસિકાઓ હતી, એ બન્ને ક્ષત્રિય વર્ણની હતી.
નીચે તે પાર્થાપત્યીયોનો પરિચય આપવામાં આવે છે.
જિતશત્રુ : એ ચંપાનો રાજા હતો. તેને તેના મંત્રીએ જૈન ધર્મના સિદ્ધાંતોમાં શ્રદ્ધાળુ બનાવ્યો હતો. સમય જતાં તે બને એ ચાતુર્યામિકધર્મમાં દીક્ષા લીધી. નાયા-૧. ૧૨.
સુબુદ્ધિઃ એ ચંપાના રાજા જિતશત્રુનો મંત્રી હતો. તે પ્રથમ શ્રમણોપાસક હતો પરંતુ પછીથી દીક્ષા લીધી. (ઉપર જુઓ)
નાયા-૧. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org