________________
અધ્યયન ચેાથે ]. સઘળો પાઠ પણ ઉપરના સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લે. ૬ (સૂત્ર ૧૫.)
[ આ દરેક સૂત્રોથી શિષ્ય પ્રતિજ્ઞા કરે છે, તેનું કારણ એ છે કે પ્રતિજ્ઞા કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે આવશ્યક અને આદરણીય તત્ત્વ છે. દઢ સંકલ્પ વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. સંક૯પનું બળ પ્રતિજ્ઞાથી સહજ પ્રગટે છે. લૌકિક વ્યવહાર પણ પ્રતિજ્ઞા ઉપર ચાલે છે, તે લેકોત્તર માટે પૂછવું જ શું ? પ્રતિજ્ઞા સાધકની એક સહચરી છે, કોઈ પણ નિશ્ચયને પ્રાણ કે તેના વિકાસની ભૂમિકા પ્રતિજ્ઞા છે. ઉન્માર્ગે જતા મનને બાંધવા માટે પ્રતિજ્ઞા વજની સાંકળ તુલ્ય છે. નટ દર ઉપર લક્ષ્ય રાખી પગલાં ભરવાથી પડતું નથી, તેમ સાધક પ્રતિજ્ઞાન લક્ષ્યમાં જાગ્રત હોય તે ગમે તેવાં આશા, તૃષ્ણ, ઈચ્છા કે મોહનાં તેને તેને નડતાં નથી, બધાં નિર્બળ બની જાય છે અને પોતે જીવનના અંત સુધી સ્વીકારેલા માર્ગે આગળ વધી શકે છે. પ્રતિજ્ઞાને ભય કાર્ય પ્રત્યે અનાદરને કે પિતાની નિઃસત્વતાને સૂચક છે.
એમ છતાં પ્રતિજ્ઞા પાલન થાય તેવી હેવી જોઈએ, શું ઉપર કહી તેવી અહિંસા પાળવી શક્ય છે ? એવો પ્રશ્ન થાય, વિચારકને થ જોઈએ. એને ઉત્તર એ છે કે-જાગરુક આત્માને કંઈ અસાધ્ય નથી. સાધુજીવન એટલે જાગરુક જીવન. પ્રત્યેક પળે, પ્રત્યેક કાર્યોમાં સાવધતા સાધુજીવન છે. “મનુષ્યને લાગણું અને દુઃખ થાય છે તેવું દુઃખ સ્રમાં સૂક્ષ્મ જીવને પણ બીજા તરફથી અયતના-પીડા થતાં થાય છે અને પૃથ્વીકાયઆદિ જીવો તે અલ્પમાત્ર પીડા-તાપ-ઠંડીઠાકર-સ્પર્શ કે એવા કેઈ નિમિત્તથી તુર્ત મરી જાય છે એ વાત શ્રદ્ધાગત થઈ જાય અને “એનાથી બંધાતાં કર્મોનું કારમું વદન જીવને ભોગવવું પડે છે એ સમજાઈ જાય, તો સર્પોના જંગલમાં નિદ્રા આવે નહિ, કે કાંટાવાળી ભૂમિમાં ચાલતાં ઉપયોગ ચૂકય નહિ, તેમ કઈ કાર્યમાં અનુપયોગ થાય નહિ. શ્રદ્ધાળુ અને જાગરુક મુનિને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org