________________
૪૯
અધ્યયન ચેાથું] વગેરે જીવન મળે તે આ સંસાનું ફળ છે, સુધા પીડિત પ્રાણીઓ શું શું કાર્ય નથી કરતા ? અને કયાં ક્યાં દુઃખ નથી વેઠતા ? તે કહી શકાય તેમ નથી. એ કારણે સર્વથા આહાર વિના જીવાય નહિ ત્યાં સુધી શક્ય ત્યાગ કરવો આવશ્યક છે, શારીરિક દૃષ્ટિએ પણ રાત્રિભોજન અહિતકર છે, રાત્રિભોજનના વિવિધ દોષો અનેક શાસ્ત્રોમાં કહેલા છે. વિદર્ય ઉપાય શ્રી યશોવિજયજી ગણિવરે તો નિશામત્તે હૃપતો દૂષિતવવાઘરાકૂ નામનો ગ્રન્થ રચીને રાત્રિભોજનની પણ હિંસા-જૂઠ વગેરે આશ્રોની જેમ સ્વરૂપથી દુષ્ટતા વર્ણવી છે. એમ રાત્રિભોજન હિંસાની અપેક્ષાયે ત્યાજ્ય છે અને સ્વરૂપથી પણ દુષ્ટ છે. તેને ત્યાગ કર્યા વિના અહિંસાદિનું શુદ્ધ પાલન શકય જ નથી, માટે શ્રમણધર્મમાં આકરી આપત્તિ પ્રસંગે પણ ચારે આહારના રાત્રિભોજનને સર્વથા ત્યાગ કહેલો છે. તેના પણ દ્રાદિ ચાર ભેદો છે, તેમાં દ્રવ્યથી–અશનાદિ ચારે પ્રકારનું દ્રવ્ય, ક્ષેત્રથી-(અઢી દ્વીપમાં જ દિવસ-રાત્રિ હેવાથી) અઢીદ્વીપ ક્ષેત્ર, કાળથી-રાગે કે દિવસે (ચાર પૈકી કઈ દોષવાળું વાપરવું, તે ચાર દોષોમાં એક–રાત્રિએ લાવેલું રાત્રે, બીજો-રાત્રિએ લીધેલું દિવસે, ત્રીજે-દિવસે લીધેલું રાત્રે અને ચોથે-દિવસે લીધેલું અન્ય દિવસે વાપરવું એમ ચાર દોષો કહ્યા છે) અને ભાવથી શુભાશુભ વર્ણાદિમાં રાગ-દ્વેષાદિને વશ થવું, એમાં પણ દ્રવ્ય-ભાવ ભેદે ચતુર્ભગી થાય છે, તેનો ચે ભાંગે શૂન્ય સમજવો. સૂ. ૮).
[આ છએ વ્રત વિના આશ્રવરોધ થતો નથી અને આશ્રવરોધ વિના મુક્તિ થતી નથી. મોક્ષના જ ઉદ્દેશથી કરેલું વ્રતોનું પાલન સફળ થાય છે, માટે “આત્મહિતાર્થે પદ કહ્યું છે અને વ્રતના સ્વીકાર માત્રથી સફળતા થતી નથી, યથાર્થ પાલન કરવું જોઈએ, માટે વામિ' પદ કહ્યું છે. વ્રતો સ્વીકારીને તેનું પાલન માટે સત્વ કેળવવાથી જ દીક્ષા સફળ થાય છે, અન્યથા ભવભ્રમણ વધવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org