________________
૫૦.
| દશ વૈકલિક
સંભવ છે. અહિંસાદિ વ્રતોના અનાદરથી અનુક્રમે અલ્પાયુ છદૂવાછેદ, દરિદ્રતા, નપુંસકતા, વગેરે વિવિધ દુઃખો ભેગવવા પડે છે.
[આ પ્રત્યેક વ્રતના અસંગી ભાંગા ૧૪૭ થાય છે. તેમાં સાધુને છેલ્લા ૧૪૭મા ભાગે વ્રત પાલન કરવાનું કહ્યું છે. તે ભાંગા આ પ્રમાણે સમજવા. ૧-મનથી, ૨-વચનથી, ૩-કાયાથી, ૪-મન-વચનથી, પ-મન-કાયાથી, ૬-વચન-કાયાથી ૭-મન-વચન કાયાથી, (પ્રાણાતિપાનાદિ) કરું નહિ. એ (એક-દ્વિ-ત્રિસંયેગી મળીને) સાત ભાંગા માત્ર કરું નહિ એ એક ક્રિયાના થાય. એ જ પ્રમાણે ૨-કરાવું નહિ, ૩ - અનુમોદું નહિ, ૪-કરુ –કરાવું નહિ, પ-કરું અનુદું નહિ. ૬કરાવું-અનુમોદુ નહિ અને ૭–કરું -કરાવું-અનુમોદું નહિ, એમ સાત પ્રકારની ક્રિયાને સાત સાત ગણતાં ઓગણપચાસ ભાંગા થાય, તેને ત્રણ કાળે ગુણતાં ૧૪૭ થાય. એમાં સાધુને છેલ્લા ભાંગે, અર્થાત્ ત્રણે કાળના પ્રાણાતિપાતાદિને મન-વચન-કાયાથી, ન કરું ન કરાવું અને ન અનુમોદુ, એ ત્રિવિધ ભાંગાથી ત્યાગ કર્યો છે.]
હવે ચોથા અધિકારમાં છ કાયની યતના કહે છે, તેમાં પ્રથમ પૃથ્વીકાયની યતના માટે કહે છે કે –
से भिक्खू वा, भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्रवायपावकम्मे, दिआ वा, राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से पुढवीं वा मित्तिं वा सिलं वा लेखें वा ससरक्खं वा कार्य ससरक्खं वा वत्थं, हत्थेण वा पाएण वा कट्टेण वा किलिंचेण वा अंगुलियाए वा सिलागए वा सिलागहत्थेग वा, न आलिहिज्जा न विलिहिज्जा न घट्टिज्जा न भिदिज्जा, अन्नं न आलिहाविज्जा न विलिहाविज्जा न घट्टाविज्जा न भिंदाविज्जा, अन्नं आलिहंतं वा विलिहंतं वा घट्टतं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org