________________
9
અદયયન ચેાથું] પ્રત્યે મમત્વ થાય તો તે પણ પરિગ્રહ ગણાય. એ પ્રમાણે વસ્ત્ર–પાત્ર–આહાર-સ્થાન કે શ્રાવકાદિ ગૃહસ્થોના પ્રતિબંધને (મમત્વને) પણ પરિગ્રહ સમજવો. રાગને ઉદય હોય ત્યાં સુધી સર્વથા પરિગ્રહથી બચવું દુષ્કર છે, માટે આ વ્રત પાલનથી સૂક્ષ્મબાદર અતિચારોને ટાળવા સતત ઉદ્યમ રાખવો. નિશ્ચયથી તે સંયમનાં અનુષ્ઠાનને દુરાગ્રહ કરવો, ગુર્વાદિની આજ્ઞા-ઈચ્છા વિના પણ તપ, જપ-કે ઉગ્ર વિહારાદિ કરવા, ઇત્યાદિ સ્વઈચ્છાના આગ્રહરૂપ હોવાથી પરિગ્રહ કહ્યો છે. પરિગ્રહના પણ દ્રવ્યાદિ ચાર ભેદે છે, દ્રવ્યથી-વિવિધ દ્રવ્યોમાં, ક્ષેત્રથી--સર્વ લેકમાં, કાળથી--કોઈપણ કાળમાં અને ભાવથી- રાગ-દ્વેષાદિના પક્ષને પરિગ્રહ સમજવો. પરિગ્રહ રાગથી થાય તેમ કેઈ ઉપરના દ્વેષથી પણ થાય, એમ અનેક પ્રકારે ભાવપરિગ્રહ ગણાય. આ વ્રતમાં પણ દ્રવ્ય-ભાવ ભેદે ચાર ભાંગા થાય છે. રાગ-દ્વેષ વિના ધર્મોપકરણ રાખવાં તે ૧--દ્રવ્યથી પરિગ્રહ અને ભાવથી અપરિગ્રહ, મૂછ કરવા છતાં તેની પ્રાપ્તિ ન થાય તે ૨ ભાવથી પરિગ્રહ અને દ્રવ્યથી અપરિગ્રહ, મમત્વવાળાને ઈષ્ટ વસ્તુ મળે તે દ્રવ્ય-ભાવ ઉભયથી પરિગ્રહ અને ચોથે ભાંગે શૂન્ય છે. સૂ૦-૭]
હવે છઠું વ્રત કહે છે– ___ अहावरे छठे भंते ! वए राईभोयणाओ वेरमणं । सव्वं भंते ! राईभोयणं पच्चक्खामि. से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, नेव सयं राइं जिज्जा. नेवऽन्नेहिं राई मुंजाविज्जा, राई भुंजते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहतिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छठे भंते ! वए उवडिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं ॥६॥ सू. ८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org