________________
૪૫
અધ્યયન ચશું] મનથી વચનથી અને કાયાથી, એ મૈથુનકર્મને હું કરું (એવું) નહિ, કરાવું નહિ અને બીજા કરનારને સારે માનું નહિ. હે ભગવંત ! પૂર્વે સેવેલા તે મિથુનનું હું પ્રતિક્રમણ કરું છું, નિન્દુ છું, ગહ કરું છું અને સેવનારા તે મારા પાપી આમાને (પર્યાયને) તજુ છું, (એ રીતે) હે ભગવંત ! હું ચેથામહાવ્રતમાં સર્વમૈથુનથી અટકવા માટે ઉપસ્થિત (આદરવાળે) થયો છું-૪. (સૂ. ૬)
[મૈથુનના પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર ભાંગા થાય છે. તેમાં દ્રવ્યથી રૂપી કે રૂપસહગત સ્ત્રી પુરુષ સાથે મૈથુન. અહીં નિર્જીવ પ્રતિમા ચિત્રો ઈત્યાદિ રૂપી અને સજીવ સ્ત્રી કે પુરુષ વગેરે રૂપસહગત’ જાણવા અથવા બીજી રીતે એ બે ભેદો સજીવ-નિર્જીવ બન્ને પ્રકારનાં સ્ત્રી પુરુષ આદિના સમજીને વસ્ત્રાભૂષણાદિ રહિત તે “રૂપી” અને સહિત હોય તે “રૂપસહગત એમ બેમાં ભેદ સમજવો. અહીં પણ દ્રવ્ય અને ભાવની ચતુર્ભગી થાય છે. મૈથુનસંજ્ઞા પરિણત આત્માને ભોગની પ્રાપ્તિ ન થાય તે પણ ભાવથી, પ્રાપ્તિ થાય તે દ્રવ્ય-ભાવ ઉભયથી, સંજ્ઞાના અભાવે પણ કઈ બલાત્કાર કરે તે માત્ર દ્રવ્યથી મૈથુન અને ચોથા ભાગે શૂન્ય છે સૂ૦-૬]
હવે પાંચમું મહાવત કહે છે–
अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं । सव्वं भंते. परिग्गहं पञ्चक्खामि,से अप्पं वा-बहुं वा, अणुं वा-थूलं वा, चित्तमंतं वा अचित्तमंतं वा, नेव सयं परिग्गहं परिगिव्हिज्जा, नेवऽन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं तिवेहेणं, मणेण
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org