________________
અધ્યયન પહેલું] મત્ત=આહાર-પાણ આદિની ક્ષણેએષણ સમિતિમાં (દેષ ટાળવામાં) ચા=રક્ત હોય છે. (૩)
[ભમરે જેમ પીડા ઉપજાવ્યા વિના અલ્પ અ૫ રસ જુદાં જુદાં પુષ્પોમાંથી ચૂસે છે, તેમ સાધુઓને આહાર પાણી આદિ વસ્તુ અનેક ઘરમાં ફરીને અ૫ અલ્પ લઈ નિર્વાહ કરવા કહ્યું છે. તે પણ ગૃહસ્થની ભાવના અને વ્યસંપત્તિને અનુસરીને તેને અસદ્ભાવ ન થાય તે રીતે–તેટલું તેણે પોતાને અર્થે તૈયાર કરેલું અને સંયમમાં કપે તેવું લેવું જોઈએ. એ ત્યારે બની શકે કે સાધુ તપસ્વી હોય, ઉપરાંત ત્રણ વેદ, હાસ્યાદિ છે, મિથ્યાત્વ અને ક્રોધાદિ ચારે કષાયોરૂપ ચૌદ અત્યંતર તથા ધનધાન્યાદિ નવવિધ બાહ્ય પરિગ્રહની (મૂછ) રહિત હોય, માટે અહીં શ્રમણ અને મુક્ત બે વિશેષણે આપ્યાં છે. આહારની પવિત્રતા વિના લોહીની અને લેહીની પવિત્રતા વિના મનવચન-કાયાના ગેની શુદ્ધિ થવી
સંભવિત છે. કહ્યું છે કે “આહાર તેવો ઓડકાર, આહારશુદ્ધિ એ સંયમમાં શુદ્ધિ અને વૃદ્ધિનું મુખ્ય કારણ છે. એ હેતુથી આઠ પ્રવચનમાતાઓમાં પણ “એષણા' નામની એક સમિતિ કહેલી છે. આહાર, આહારને આપનાર અને લેનાર, વગેરે જેટલા પ્રમાણમાં નિર્દોષ હોય તેટલો તે આહાર ઉપકાર કરે છે. એ કારણે ૪ર દોષ ટાળીને આહાર લેવાનું અને વાપરતાં પાંચ cષોને ટાળવાનું શાસ્ત્રીય વિધાન છે. શ્રદ્ધા અને જ્ઞાન બન્નેનું ફળ ચારિત્ર છે અને ચારિત્રને આધાર આહાર ઉપર છે. એ કારણે જ ગૃહસ્થને ન્યાયપાર્જિત વૈભવનું અને સાધુને નિર્દોષ આહાર લેવાનું અતિ આવશ્યક વિધાન છે. ૨-૩]
ઉત્તમ સાધુઓ સદૈવ કેવું ધ્યાન કરે? તે કહે છે કે– (४) वयं च वित्तिं लब्भामो, न य कोइ उवहम्मई ।
अहागडेसु रीयंते, पुप्फेसु भमरा जहा ॥१-४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org