________________
જગદુપકારી શ્રી જૈનશાસનની મહત્તા
વિશ્વ અનાદિ છે, આત્મા અનાદિ છે, આત્માનું ભવભ્રમણ (સંસાર) અનાદિ છે અને એ ભવભ્રમણના કારણભૂત સહજમળ (જીવની કર્મને સંગ થવાની ગ્યતા) પણ અનાદિ છે, તેના બળે (આત્મા) જવ નવાં નવાં કર્મો બાંધે છે, એ કર્મોના ફળ સ્વરૂપે નવા નવા જન્મ, નવા નવા દેહ, અને નવા નવા દેહના સંબંધીઓના સંબંધ થયા કરે છે. વિશ્વમાં એ રીતે મેહનું શાસન અનાદિ છે. તેની પરાધીનતામાં ફસાયેલે જીવ ઉપર કહ્યું તે સહજમળના પ્રભાવે રાગ-દ્વેષાદિ વિકારને વશ થઈ વિવિધ કર્મો બાંધે છે અને અનાદિ કાળથી ભવભ્રમણ કરી દુને ભેગવે છે.
- આ બધું જેમ અનાદિ છે તેમ એ ભવભ્રમણ અને દુઃખોમાંથી મુક્ત કરનાર જૈન શાસન પણ અનાદિ છે. આ જૈનશાસનમાં અનંતા તીર્થકર ભૂતકાળ થઈ ગયા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં વીશ વિચરતા વિદ્યમાન છે અને ભવિષ્યમાં અનંતા થવાના છે. કદાપિ એવું બન્યું નથી, બનતું નથી અને બનશે નહિ, કે શ્રી તીર્થંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org